________________
૩૦૩
શ્રીમદ્ અને પોપટભાઈ મહોકમચંદ સત્સંગનું સેવન અતિ બળવાનપણે કરવું, તેને ક્યારે પણ ચૂકવો નહીં :
અમદાવાદથી જ્યારે રેલ્વે ટ્રેન ચાલુ થઈ ત્યારબાદ પરમકૃપાળુદેવના મુખારવિંદ માંહેથી અપૂર્વ ઉપદેશધ્વનિ ચાલતી હતી. તે ઉપદેશમાં મુખ્યત્વે ભલામણરૂપે જણાવતા હતા કે સત્સંગનું સેવન અતિ બળવાનપણે કરવું યોગ્ય છે, તેમાં કિંચિત્માત્ર પણ પ્રમાદ કર્તવ્ય નથી. આ ક્ષણભંગુર જીવનનો ક્યારે પણ ભરૂસો રાખવો ઉચિત નથી. આ વિકરાળ કાળ પોતાનું મોઢું ફાડીને તત્પર રહેલ છે. લીઘો કે લેશે એમ થઈ રહેલ છે. તેવા સમયે સત્સંગનું સેવન અતિ બળવાનપણે કરવું ઉચિત છે. પાંચ મિનિટનો સત્સંગ તે પણ ઉત્તમ ફળને આપનાર થઈ પડે છે, માટે ગમે તેવી પ્રબળ આપત્તિઓ આવી પડે તો પણ સત્સંગ ક્યારે પણ ચૂકવો નહીં. છેવટમાં અમે જણાવીએ છીએ કે ભાઈશ્રી પોપટલાલ મહોકમચંદ તે તમો સર્વેને ઘણા જ આઘારરૂપ છે, મોક્ષમાર્ગ ભણી વાળવામાં સીઢીએ (દાદરપગથિયે) ચડવામાં દોરડાં સમાન છે, માટે તેમનો સમાગમ અહોનિશ સેવન કરજો. આ પ્રમાણેનો ઘણો જ બોઘ ચાલતો હતો. ત્યાર પછી મારા હનપુણ્ય પરમકૃપાળુદેવનો ફરી સમાગમ થયો નથી.
ઉપર જણાવ્યા પ્રમાણે મારી સ્મૃતિ મુજબ ઉતારો કરાવેલ છે. જે ઉતારો કરાવવામાં જે કાંઈ ભૂલચૂક થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમા યાચું છું.
શ્રી પોપટભાઈ મહોકમચંદ
અમદાવાદ ઉતારો કરનાર શ્રી અમદાવાદ નિવાસી શ્રી પોપટલાલભાઈ મોહકમચંદ પોતે પરમકૃપાળુદેવના સમાગમમાં આવેલા તે વખતે જે જે વાતચીતના પ્રસંગો બનેલા તે હાલમાં પોતાની સ્મૃતિમાં રહેલું તેનું ટૂંકમાં ટાંચણ કરેલું તે પરથી ઉતારો કર્યો છે.
સજીવન મૂર્તિ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે પ્રેમભાવ ફુર્યો મને શ્રીમદ્ભા સમાગમનું નિમિત્ત શ્રી ગોઘાવીવાળા સ્વ. શ્રી વનમાળીદાસ ઉમેદરામ થયા હતા. શ્રી વનમાળીદાસનું શ્રી ખંભાત જવું થયું હતું. ત્યાં તેમણે શ્રી અંબાલાલભાઈ પાસેથી અનંતાનુબંધીનું અદ્ભુત સ્વરૂપ અને શ્રીમદ્ગી વાતો સાંભળતાં તેમને શ્રીમદ્ પ્રતિ બહુ પ્રેમ ઊપજેલો. મુંબઈમાં ઝવેર ગુમાનના માળામાં શ્રીમદુની પેઢી ઉપર શ્રીમનો પ્રત્યક્ષ સમાગમ થતાં ભાઈશ્રી વનમાળીદાસને ઘણો જ પૂજ્યભાવ ફુરેલ. તે શ્રી વનમાળીદાસને મળવા ગોઘાવી સં.૧૯૫૨ની સાલમાં ગયેલ. ત્યાં તેમની પાસેથી સજીવન મૂર્તિ શ્રીમદ્ સંબંઘી ઘણી વાતો સાંભળીને તેઓશ્રી પ્રતિ બહુ પ્રેમ ભક્તિ સ્કુર્યા.
સંવત્ ૧૯૪૪માં અમદાવાદમાં પ્રથમ દર્શન પ્રથમ મને શ્રીમદ્ભા પવિત્ર દર્શન સં.૧૯૪૪ની સાલમાં અમદાવાદમાં થયા હતા. એ વાત યાદ હતી, તેની વિશેષ સ્મૃતિ થઈ. સંવત્ ૧૯૪૪ની સાલમાં સ્વરચિત “મોક્ષમાળા” છપાવવા શ્રીમદ્ અમદાવાદ પઘાર્યા હતા. તે સમયે તેઓશ્રીએ શ્રી દલપતભાઈના વંડે અનેક મહાનુભાવોની હાજરીમાં અષ્ટાવઘાન પ્રયોગ કરી બતાવ્યા હતા. ત્યાં હું પણ હાજર હતો. તે જોઈ શ્રીમદ્ પ્રત્યે બહુમાન સ્તુ.
સંવત્ ૧૯૫૪ની સાલમાં મેં મુંબઈ શ્રીમને પત્ર લખ્યો. તેમાં જણાવેલ કે સં.૧૯૪૪ની સાલમાં