________________
૩૨૯
શ્રીમદ્ અને ગોપાળભાઈ પરમકૃપાળુદેવે કહેલ કે એક માણસ સરળ છે પણ આગ્રહી છે, બીજો વિશેષ આગ્રહી છે ! તે ઘર્મ પામે તેવો નથી અને ત્રીજો ગોપાળભાઈ સમજશે, એમ કહ્યું હતું. તે ગોપાળભાઈને શાસ્ત્રનો વિશેષ અભ્યાસ હતો અને વક્તા પણ સારા હતા. તેમ નિવૃત્તિપરાયણ હોવાથી કામકાજ માત્ર કોઈને ઘર્મ સંબંધી વાત કરવી કે શાસ્ત્ર વાંચવા તે જ હતું. અવસ્થાએ વૃદ્ધ હતા, જેથી આગળ ઘણા મહાત્માઓનો સમાગમ કર્યો હતો. બુટેરાવજી તથા આત્મારામજી મહારાજના સમાગમમાં વિશેષ રહ્યા હતા. બન્નેના ચારિત્રની વાત વિશેષ કહેતા હતા.
પ્રથમ નમસ્કાર કૃપાળુદેવને કરવા જોઈએ પરમકૃપાળુદેવના સમાગમમાં પહેલવહેલા આવ્યા ત્યારે નમસ્કાર કર્યા હતા. તેમને એક ખેડાના શ્રાવકે પરમકૃપાળુદેવની સામે ચર્ચા કરવા તેડાવ્યા હતા. તે આવીને ઉપાશ્રયે ઊતર્યા હતા. બીજે દિવસે પરમકૃપાળુદેવ ઉપાશ્રયે પથાર્યા હતા. ત્યાં ઘણા માણસોની સંખ્યા ભેગી થઈ હતી. મુનિમહારાજો પણ જોડે બેઠા હતા. તે વખતે તેમણે મુહપત્તી બાંઘીને સામાયિક આદર્યું. સભામાં માણસો વૈષ્ણવ ઘર્મના ઘણા હતા. તેમના જેવું સામાયિક આદરીને કોઈ માણસ બેઠું ન હતું, છતાં એટલા માણસોના વચમાં મુહપત્તી બાંઘી સામાયિક આદરીને મુનિ મહારાજ શ્રી લલ્લુજી સ્વામીને પહેલાં નમસ્કાર કર્યા, પછી પરમકૃપાળુદેવને નમસ્કાર કર્યા. તે વખતે લલ્લુજીસ્વામી (લઘુરાજ સ્વામી)એ કહ્યું કે ગોપાળભાઈ, તમો ભૂલ્યા. પ્રથમ નમસ્કાર કૃપાળુદેવને કરવા જોઈએ. પછી તે નમસ્કાર કરી સભામાં બેઠા. કૃપાળુદેવે થર્મસંબંધી કેટલીક વાતચીત ચલાવી ત્યારે ગોપાળભાઈ વચમાં પૂછતા હતા, પછી સભા વિસર્જન થઈ.
પરમકૃપાળુ દેવ પુરુષ છે. સાંજના વખતે પરમકૃપાળુદેવ જંગલમાં પઘાર્યા. તે વખતે શ્રી પરમકૃપાળુદેવે શ્રી લઘુરાજ સ્વામીને જણાવ્યું કે સભામાં આવી રીતે ન કહેવું જોઈએ. પણ હવે એ નિંદા કરતો અટકશે, કારણ કે એણે વિરતિપણે સભામધ્યે અમને નમસ્કાર કર્યા. પછી રાતના નવ વાગ્યા પછી પરમકૃપાળુદેવે ગોપાળભાઈને પૂછ્યું કે તમોએ શાસ્ત્ર ઘણા વાંચ્યા છે તો અમે પૂછીએ છીએ કે કેવળી ભગવાન આહાર કરે કે કેમ?
એક સમય બે ઉપયોગ હોય નહીં એમ કહ્યું છે, અને આહાર કરતી વખતે તો આહારાદિક ક્રિયામાં કાંઈ ઉપયોગ જોડવો પડે અને કેવળી ભગવાનને તો અખંડ આત્મ-ઉપયોગ છે તો આહારાદિ શી રીતે સંભવે? તે કહી ઘણી શંકાઓ શાસ્ત્રમાંથી કાઢી આપી. એક શાસ્ત્રમાં જે વાતનું પ્રતિપાદન કર્યું છે તે વાતને બીજું શાસ્ત્ર બીજી રીતે કહે છે ત્યારે સાચું શું? તે શંકાઓ લગભગ પચાસેક આશરે કાઢી હશે. અને રાતના બાર વાગ્યા સુધી ઘણા ઊંચા સ્વરથી ઘણો જ બોઘ તેમને આપ્યો હતો. તે બાદ તેમના આત્માને રુચ્યો હતો, પ્રતીત થયો હતો અને તેમના આત્માને વૈરાગ્યની વિશેષ વૃત્તિ થઈ હતી. વસોથી પરમકૃપાળુદેવે ત્રીજે દિવસે રજા આપી. ત્યારે કહ્યું કે અમારી આજ્ઞા સિવાય તમારે આવવું નહીં. તે ભાઈ અમદાવાદ ગયા ત્યારે છાનામાના એક મકાનમાં ઘણી ઉદાસવૃત્તિએ બેસી રહેતા અને કોઈ પૂછે ત્યારે માંડ બોલે. લોકો પૂછે ત્યારે એટલું જ બોલે કે પરમકૃપાળુદેવ સટુરુષ છે. પરમકૃપાળુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ થવાથી ફરી પણ તેમની આજ્ઞા સિવાય ખેડા ક્ષેત્રે તે ગોપાળભાઈ આવ્યા હતા; તેમને ઘણો ઠપકો મળ્યો હતો.