________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૨૮ ઘેલાભાઈને બોલાવ્યા. તેમની પાસેથી પરમકૃત ખાતાની ટીપનો કાગળ મંગાવ્યો, અને મારા હાથમાં મૂક્યો અને જણાવ્યું કે આમાં રકમ ભરો. મેં રૂા.૩૨૫/-ની રકમ ભરી
અને કહ્યું કે આને શું કરશો? બઘાં સાધુ-સાધ્વીનાં શાસ્ત્રોનાં પેટીપટારાનો પરિગ્રહ છૂટી જાય તેવું કંઈક કરો. ત્યારે જણાવ્યું કે બધું સારું થશે.
જેસીંગભાઈને આત્મસિદ્ધિ શાસ્ત્ર સંભળાવજો પછી હું બહાર આવ્યો ત્યારે ઘણા મુમુક્ષુઓ બેઠેલા, તેમાંથી પોપટલાલ મહોકમચંદ તથા પૂજાભાઈને મેં કહ્યું કે અહીં ઘણા માણસો છે તેથી અમારી દુકાને સૂવા આવજો. પછી રાત્રે મેં માણસને મોકલ્યો ત્યારે કૃપાળુદેવની આજ્ઞા લેવા ગયા. કૃપાળુદેવે તેમને કહ્યું કે ભલે જાઓ અને જેસંગભાઈને આત્મસિદ્ધિશાસ્ત્ર સંભળાવજો.
તમે દુકાનને બદલે વીશીમાં બંદોબસ્ત કરેલ છે. બે ત્રણ દિવસ હું વાંકાનેર જઈ આવ્યો ને સાહેબજીને મળવા ગયો. કૃપાળુદેવે કહ્યું કે અત્યારે અહીં જમજો. મેં કહ્યું કે દુકાને જમવાનો બંદોબસ્ત કરેલ છે. ત્યારે પોતે કહ્યું, “નહીં; તમે વીશીમાં બંદોબસ્ત કરેલ છે.” મેં કહ્યું, “હા સાહેબ! કારણ ચોમાસામાં અમે દુકાનનું રસોડું રાખતા નથી.” પછી કૃપાળુદેવે જણાવ્યું કે આવતી કાલે સવારે અહીં જમજો. મેં હા પાડી. તે મુજબ હું તથા મારો માણસ જમવા ગયા ત્યારે બાજુના રૂમમાં અમોને પોતે જમવા તેડી ગયા, અને અમારી સામે બેસી જમાડ્યા. મેં કહ્યું કે સાહેબજી, આપ પધારો, હું જમી લઈશ; તો કે ના, તમે જમો.તે જ દહાડે હું અમદાવાદ આવ્યો.
આત્માર્થ માટે કંઈ પૂછ્યું હોત તો નિહાલ કરી દેત સં.૧૯૫૭માં રાજકોટ મુકામે કૃપાળુદેવ હતા ત્યારે ત્રિભુવન ભાણજીએ મને વઢવાણ સ્ટેશને વાત કરી કે શ્રીમદ્ભી તબિયત ઘણી નરમ છે. તે ઉપરથી રાજકોટ હું તેમને જોવા ગયો. મને કહ્યું, “કેમ છો? ક્યાંથી આવો છો?” મેં જણાવ્યું, આપની તબિયત ઠીક નથી તેથી જોવા આવ્યો છું. મને કહે, “આવો, ઉપર ખાટલા ઉપર બેસો.” ના કહી છતાં મને બેસાડ્યો. પછી મેં જણાવ્યું કે સાહેબજી, મને બહારથી એમ જણાવવામાં આવ્યું છે કે તરત પાછા આવજો. તેથી હવે હું જાઉં છું. તો પણ કંઈ બોલ્યા નહીં. અને મૌન રહ્યા. આ વખતે તેમની દશા અદ્ભુત હતી. જો આત્માર્થ માટે કંઈ પૂછ્યું હોત તો નિહાલ કરી દેત. પણ તે વખતે મને તેટલી શ્રદ્ધા નહીં. પાછળથી પૂ.શ્રી લઘુરાજ સ્વામીના સમાગમથી શ્રદ્ધા દ્રઢ થઈ હતી.
બે દિવસ પછી સાંભળ્યું કે સાહેબજીનો દેહ છૂટી ગયો છે.
શ્રી ગોપાળભાઈ તથા નગીનભાઈ
અમદાવાદ શ્રી પરમકૃપાળુદેવના સમાગમમાં શ્રી અમદાવાદવાળા ભાઈ ગોપાળભાઈ તથા ભાઈ નગીનભાઈ તથા ભાઈ...........આવેલ. તેમની વિગત નીચે પ્રમાણે છે :
પરમકૃપાળુદેવે કહ્યું ત્રીજો ગોપાળભાઈ સમજશે આ ત્રણે ભાઈઓ સંવત્ ૧૯૫૪ના ભાદરવા માસમાં, ગામ વસોમાં આવ્યા હતા. તે વખતે શ્રી