________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૩૦
દિ પાંચશેર પાણીમાં એક જણે નાહે તેના કરતાં બે જણા નાહે તે સારું
તે વખતે ઊના પાણીમાં ઠંડુ પાણી રેડવાથી શું પાપ થાય? તે પ્રશ્ન પરમકૃપાળુદેવને - તેમણે પૂક્યો હતો. તેઓનું માનવું એમ હતું કે શ્રાવકથી આવી ક્રિયા થાય નહીં. તેના જવાબમાં પરમકૃપાળુદેવે તેમને સમજણ પાડી હતી કે પાંચ શેર પાણી ગરમ થઈ ગયું હોય અને મહીં ઠંડું પાણી નાખીને બે-ત્રણ માણસો નહાય, પણ પાંચ શેર પાણીથી એક જ માણસ નાહી લે અને બીજા માટે ફરી બીજનું પાણી ઊભું કરવું પડે ત્યાં ઊલટી બમણી હિંસા થાય છે. એ વગેરે વાત કરી તેમના મનનું સમાઘાન કર્યું હતું.
પરમકૃપાળુદેવના દર્શન કરવાની ભાવનામાં દેહત્યાગ ખેડાથી તેઓ અમદાવાદ ગયા. થોડો વખત થયા પછી તેમની વૃદ્ધાવસ્થાને લઈને મંદવાડ શરૂ થયો. અને મરણાંત વેદના પ્રગટ થઈ. તે વખતે પરમકૃપાળુદેવના દર્શનની તેમને ઘણી જ ઇચ્છા ઉદ્ભવ પામી હતી અને આવા અંત વખતે મને પરમકૃપાળુદેવ દર્શન આપે તો કૃતકૃત્ય થાઉં. તેને માટે તેમની પાસે બેઠેલા ભાઈઓએ જણાવ્યું હતું કે પરમકૃપાળુદેવને અત્રે તેડાવવા માટે હાલ કાગળ લખો. આ વખતે મને દર્શન આપે, તે ભાવનામાં ને ભાવનામાં તેમનો દેહત્યાગ થઈ ગયો. તેમના પાના, પુસ્તક તથા પાતરા રાખતા હતા તે બધું શ્રી લઘુરાજસ્વામીની સેવામાં આપવું એમ એમના દીકરાને કહી ગયા હતા.
શ્રી નગીનદાસ ઘરમચંદ
અમદાવાદ શ્રી અમદાવાદવાળા ભાઈ શ્રી નગીનભાઈ ઘરમચંદ પરમકૃપાળુદેવના સમાગમમાં આવેલા તે પ્રસંગે જે કંઈ વાતચીત ખુલાસા થયેલા તે સંબંધી પોતાની સ્મૃતિ પ્રમાણે લખાવેલ છે.
આત્માનુશાસન, અધ્યાત્મકલ્પદ્રુમ, યોગવૃષ્ટિ, શાંતસુઘારસ વિચારવાની આજ્ઞા
પરમકૃપાળુદેવનો સમાગમ મને સંવત્ ૧૯૫૫ની સાલમાં થયેલ છે. પરમકૃપાળુદેવ અમદાવાદમાં હેમાભાઈના બંગલે દિલ્લી દરવાજા બહારના બંગલે પઘાર્યા હતા, ત્યારે થયો હતો. મને શ્રી આત્માનુશાસન, અધ્યાત્મકલ્પદ્રુમ યોગદ્ગષ્ટિ તથા શાંતસુધારસ એ ચાર પુસ્તકો વાંચવા વિચારવાની આજ્ઞા કરી હતી.
બીજાની પંચાતમાં પડવું નહીં પછી સંવત્ ૧૯૫૬ની સાલમાં દિલ્લી દરવાજા બહાર હઠીભાઈની વાડીના મેડા પર પરમકૃપાળુદેવ પઘાર્યા હતા ત્યારે દર્શન થયા હતા. એક દિવસે ગોઘાવીવાળા ભાઈશ્રી ભગુભાઈ તથા હું બન્ને જણ પરમકૃપાળુદેવની સાથે બહાર ગયા હતા ત્યાં પોતે ભગુભાઈને જણાવતા હતા કે બહુ ચીકાશ કરવી નહીં. ફલાણો માણસ આમ કહે છે અને ફલાણો માણસ આમ કેમ કરે છે ને ફલાણો આમ કેમ કરતો નથી તેનું નામ ચીકાશ, તે નહીં કરવી. એમ બે વખત ચીકાશનો અર્થ સમજાવ્યો હતો. અને ત્યાં મોક્ષમાળામાં “તપોપધ્યાને રવિરૂપ થાય તે કવિતા છે તેનો અર્થ ફરમાવ્યો હતો પણ તે મને યાદ નથી.
રાત્રે દશ વાગે દર્શન લાભ સંવત્ ૧૯૫૭ના કારતક માસમાં આગાખાનને બંગલે એક માસની સ્થિરતા થઈ હતી ત્યાં હમેશાં