________________
૧૧૭
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી
પછી મુનિ મોહનલાલજીએ પૂછ્યું : મારે ધ્યાન કેવી રીતે કરવું? ઉત્તરમાં પરમકૃપાળુદેવે જણાવ્યું કે “લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે કાઉસ્સગ કરી સાંભળ્યા કરવું. અર્થનું ચિંતવન કરવું.”
નીચે પ્રમાણે આત્માર્થ સાધન માગે તેને બતાવવા પછી મને કપાળુદેવે કહ્યું કે તમારે “જે કોઈ મુમુક્ષભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્માર્થ સાથન માગે ત્યારે તેને આ પ્રમાણે આત્મહિતના સાધન બતાવવાં. (૧) સાત વ્યસનના ત્યાગનો નિયમ કરાવવો. (૨) લીલોતરીનો ત્યાગ કરાવવો. (૩) કંદમૂળનો ત્યાગ કરાવવો. (૪) અભક્ષ્ય ચીજોનો ત્યાગ કરાવવો. (૫) રાત્રિભોજનનો ત્યાગ કરાવવો. (૬) પાંચ માળા ફેરવવાનો નિયમ આપવો. (૭) સ્મરણમંત્ર આપવો. (૮) ક્ષમાપનાનો પાઠ આદિ ભક્તિનો નિત્યનિયમ કરાવવો. (૯) પુસ્તક વાચન, મનન, મુખપાઠ કરવા વિષે જણાવવું.
નીચે પ્રમાણે વર્તવાનો અમને ઉપદેશ અમને જે ઉપદેશામૃત આચરવા કહેલ તે ટૂંકામાં નીચે પ્રમાણે છે :
પ્રશ્ન વ્યાકરણના આસ્રવ અને સંવર દ્વાર ધ્યાન કરવા યોગ્ય છે. “ઉત્તરાધ્યયન' બત્રીસમું અધ્યયન ધ્યાન કરવા વિચારવા યોગ્ય છે. “સૂયગડાંગ' સૂત્ર ઘણું ઘણું વાંચવા વિચારવાનું કરવું ‘આચારાંગ’ સૂત્ર મધ્યે સંથારા વિષે અણસણ (સંલ્લેખના)ની વિધિ વાંચવા-વિચારવા યોગ્ય છે. પ્રથમ ભક્તિ કરી પછીથી ધ્યાન કરવું. ઘડીવાર નવરા બેસવું નહીં. સારું પુસ્તક જેમાં ભક્તિ, વૈરાગ્ય હોય તે વાંચવું, વિચારવું. પછી ધ્યાનમાં સ્મરણમાં લાવવું. વ્યાકરણનો જોગ મળે તો તેમાં પણ પુરુષાર્થ કરવો. ‘કર્મગ્રંથ” પણ યોગ મળે વાંચવો. જીવને ઘડીવાર વીલો મૂકવો નહીં, નહીંતર સત્યાનાશ મેળવી દેતાં વાર લગાડશે નહીં. મનથી આડું ચાલવું, તે કહે તેથી ઊલટું વર્તવું. જીવને ગમે તેથી આપણે બીજાં ચાલી વર્તવું.
પરમકૃપાળુ દેવના અમૃત જેવા વચનો ઉતારવા આજ્ઞા આપી અત્યંતર નોંઘની નોટબુકમાંથી પરમગુરુએ કરુણા કરી થોડું ઉતારી લેવા અમુક અમુક મને લાભ કરે તેવો ભાગ બતાવ્યો અને નોટ આપી. તે વાંચતા અમૃત જેવાં વચનો બઘાં લાગ્યા તેથી જે વચનો ઉતારી લેવા આજ્ઞા આપી હતી તે ઉપરાંત પણ બીજા મને સારાં લાગ્યા તે ઉતારી લીધાં અને રાત્રે બહાર જવાય નહીં તેથી સવારે ઉતારી લીધેલાં બઘા પાન પરમકૃપાળુદેવને બતાવી લેવાશે એમ વિચાર રાખ્યો.
પરમકૃપાળુ તે પરમકૃપાળુ જ છે. તેમણે જે કર્યું તે ભલું જ કર્યું હશે સવારે દર્શન કરવા ગયા ત્યારે પરમકૃપાળુદેવ આગળ નોટ તથા ઉતારેલા બઘાં પાન મૂક્યા તે જોઈ પરમકૃપાળુદેવે બધું પોતાની પાસે રાખ્યું. મને ઉતારવા આજ્ઞા આપેલી તે પાન પણ પાછાં આપ્યાં નહીં. તેથી મને ઘણો ખેદ થયો અને મારી ભૂલ સમજાઈ કે આજ્ઞા વિના કાંઈ પણ કર્તવ્ય નથી. પણ હવે