________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો
શું કરવું તે સૂઝ્યું નહીં. પછી શ્રી અંબાલાલભાઈ મળ્યા તેમને બધું કહી બતાવ્યું તો તેમણે પણ ઠપકો આપ્યો કે વગર આજ્ઞાએ શું કામ બધું ઉતારી લીધું? પણ હવે શું કરવું એમ પૂછ્યું ત્યારે અંબાલાલભાઈ કહે તે તો પરમકૃપાળુ તે પરમકૃપાળુ જ છે તેમણે જે કર્યું હશે તે ભલું જ કર્યું હશે. એટલામાં પોતે શ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે મુનિને સારા અક્ષરે આટલું ઉતારી આપજે. તે પ્રમાણે શ્રી અંબાલાલભાઈએ જે વચનો ઉત્તારી આપ્યાં તેમાં પ્રથમ આજ્ઞા કરેલી હતી તે ઉપરાંત પણ કેટલાંક હતાં.
૧૧૮
જ
સર્વ જ્ઞાનીપુરુષોનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તે જ ઉપાસવા યોગ્ય છે. મારા હિતને અર્થે જ તેમણે મને થોડો વખત ખેદ થાય તેમ કર્યું, છતાં તે પરમગુરુને એમ થયું કે તેમના ચિત્તને ખેદ પમાડ્યો છે તો સંતોષ થાય તેમ કરવું. અનંત ણા કરી તે મહાપ્રભુએ મને એકાંતમાં બોલાવી જે ખરેખરી આત્મહિતની વાત છે તે જણાવવા બોધ શરૂ કર્યો. સર્વ જ્ઞાનીપુરુષોનું જે શુદ્ધ ચૈતન્ય છે સ્વરૂપ છે તે જ ઉપાસવા યોગ્ય છે. બાહ્ય દૃષ્ટિથી જે મારી ગુરુભક્તિ હતી તે પલટાવી અત્મક દૃષ્ટિનું દાન દેવા પ્રબળ બોધધારાથી કલા દોઢ ક્લાક ઉપદેશ કર્યો પરંતુ મને જે દૃષ્ટિ રાગ હતો તે છૂટે નહીં અને શાસ્ત્રમાંથી તથા છ પદ વગેરેમાં જે ગુરુભક્તિ કહી છે તેના દૃષ્ટાંતથી હું મારા પક્ષનું સમર્થન કરતો.
જાણે હું પરમગુરુમાં જ ભળી ગયો છું તેમ તન્મયતાનું સુખ સમજાયું
પરંતુ આખરે મને સમજાયું કે સર્વના સારરૂપ છેવટની આ વાત કહે છે તે અહોનિશ ઉપાસવા યોગ્ય છે. અને વારંવાર આટલા બધા બળપૂર્વક જે વાત જણાવે છે તે અર્થે જ હવે તો જીવન ગાળવું એમ તે વાત અંતઃકરણમાં દૃઢ થઈ કે તે બોધ ધારા એકાએક અટકી ગઈ. તે પણ સમજી ગયા કે જે જણાવવું છે તે તેમણે અંગીકાર કર્યું. મને અત્યંત ઉલ્લાસ થયો કે સર્વ શાસ્ત્રનો સાર જાણે મારા હૃદયમાં વસી ગયો એમ લાગ્યું. હું કૃતકૃત્ય થયો હોઉં, જાણે પરમગુરુમાં જ ભળી ગયો છું તેમ તન્મયતાનું સુખ સમજાયું.
પછી મને પૂછ્યું કે કેમ મુનિ, તમારી માગણી પૂરી થઈ? એક માસની તમારી માગણી પ્રમાણે અમે રહ્યા. ત્યારે મારા મનમાં થયું કે વિશેષ માગણી કરી હોત તો સારું થાત.
પાંચસો પાંચસો ગાઉ શોધશો તોય જ્ઞાની નહીં મળે
અન્યત્ર તેઓશ્રી પઘારવાના હોવાથી બધા સાધુઓને બોલાવી જાગૃતિનો ઉપદેશ આપતાં કહ્યું કે ‘‘હે મુનિઓ ! અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ યોગમાં તમે પ્રમાદ કરો છો ? પણ જ્ઞાનીપુરુષ નહીં હોય ત્યારે પશ્ચાત્તાપ પામશો અને પાંચસો પાંચસો ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીનો સમાગમ થશે નહીં.''
(૬)
પરમકૃપાળુદેવની ઉત્તરસંડામાં અદ્ભુત અસંગદશા
પરમકપાળુદેવ વસોથી ઉત્તરસંડાના બંગલે વનક્ષેત્રમાં પધાર્યા ત્યાં અદ્ભુત અસંગ દશાની ચર્ચા પાલન કરવામાં આવી હતી. ત્યાં તેમની સેવામાં નડીયાદ નિવાસી મોતીલાલ એકલા જ હતા. આજ્ઞા સિવાય દર્શનાર્થે પણ કોઈ જઈ શકતું નહીં.
ઉત્તરસંડાથી ખેડા પધાર્યા
ત્યાંથી પરમગુરુ ખેડા પઘારેલા. તેથી દેવકરણજી મુનિને મેં પત્ર લખેલો કે તમને જે પરમગુરુ