________________
૧૧૯
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી
તરફથી બોઘ થાય તે અમને લખી જણાવશો. તેના પ્રત્યુત્તરમાં આવેલો પત્ર :
મું. વસો પરમકૃપાળુ મુનિશ્રીની સેવામાં અદ્ભુત ઉપદેશથી સગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈને આજ્ઞાવશ વૃત્તિ થઈ
શુભ ક્ષેત્ર ખેડાથી લી. મુનિ દેવકરણજીના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. ‘ઉત્તરાધ્યયન’ બત્રીસમાં અધ્યયનનો બોઘ થતાં અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ, અત્યંત નિશ્ચય થયો. તે વખતે રોમાંચિત ઉલ્લાસમાન થયાં; સપુરુષની પ્રતીતિનો દ્રઢ નિશ્ચય રોમેરોમ ઊતરી ગયો. આજ્ઞાવશ વૃત્તિ થઈ. રસાસ્વાદ વગેરે વિષય આસક્તિનું નિકંદન થવા વિષે અદ્ભુત આશ્ચર્યકારી ઉપદેશ થયો. જે પ્રકૃતિ-નિદ્રાદિ, ક્રોઘાદિ અનાદિ વૈરીઓ પ્રત્યે શત્રુભાવે વર્તવું તેને અપમાન દેવું. તેમ છતાં ન માને તો ક્રર થઈ તે ઉપશમાવવા, ગાળો દેવી, તેમ છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવ્યે મારી નાખવી ને ક્ષત્રિય ભાવે વર્તવું. તો જ વૈરીઓનો પરાજય કરી સમાધિસુખને પામશો. વળી પરમગુરુની વનક્ષેત્ર (ઉત્તરસંડા)ની દશા વિશેષ અભુત વૈરાગ્યની, જ્ઞાનની જે તેજોમય અવસ્થા પામેલ આત્માની વાત સાંભળી દિમૂઢ થઈ ગયો.
વનક્ષેત્રે વર્તતા પરમાત્મા અદભુત યોગીન્દ્ર પરમશાંત બિરાજે છે વળી હું એક દિવસે આહાર કરીને કૃપાનાથ ઉતરેલા તે મુકામે ગયો. તે ચાર માળનો બંગલો હતો. કૃપાળુદેવ ત્રીજા માળમાં બિરાજેલા હતા. તે વખતે તેમની અદ્ભુત દશા મારા જોવામાં આવ્યાથી મેં જાણ્યું કે આ અવસરે છતો થઈશ તો તે આનંદમાં કંઈ ફેરફાર થશે, એમ વિચારી હું એક ભીંતના પડદે રહી સાંભળતો હતો. તે કૃપાનાથ પોતે પોતાને કહે છે.
અડતાલીસની સાલમાં (સં.૧૯૪૮) રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસોક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્ભુત યોગીન્દ્ર પરમ સમાધિમાં રહેતા હતા અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અભુત યોગીન્દ્ર પરમશાંત બિરાજે છે. એવું પોતે પોતાની નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા.
જાણે સપુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે આપે કહ્યું તેમજ થયું. ફળ પાક્યું, રસ ચાખ્યો, શાંત થયા; આજ્ઞાવડીએ હમેશાં શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સપુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુદેવે પૂર્ણ કૃપા કરી છે. “સૂત્રકૃતાંગ-પ્રથમ શ્રુત સ્કંઘ, દશમું સમાધિ અધ્યયન મારી પાસે કાવ્યો બોલાવી, પરમગુરુ સ્પષ્ટ ખુલ્લા અર્થ કરી સમજાવતા હતા. પૂર્ણ સાંભળ્યું. વળી તેરમું યથાતથ્ય અધ્યયન મારી સમીપ બે દિવસ એકાંતમાં વાંચવા આપ્યું હતું. તે પછી પોતે ખુલ્લા અર્થ સમજાવ્યા હતા. અલ્પબુદ્ધિવડે કંઈક સ્મરણમાં લેવાયા હશે.
તેનું તે જ વાક્ય પરમકૃપાળુના મુખથી સાંભળીએ ત્યારે નવું જ ભાસે છે
અમે એક આહારનો વખત એળે ગુમાવીએ છીએ. બાકી તો સદ્ગુરુની સેવામાં કાળ વ્યતીત થાય છે, એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દિસે છે. એટલે