________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૨૦.
હાલમાં પત્રાદિથી જણાવવાનું બન્યું નથી તેની ક્ષમાપના ઇચ્છું છું.
શરીરમાં રહેલ આત્માને શોધી વિષયકષાયને બાળી જાળી સ્વરૂપમાં સમાઈ જાઓ લખવાનું એ જ કે હર્ષ સહિત શ્રવણ કર્યા કરીએ છીએ. સર્વોપરી ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે શરીર કૃષ કરી માંહેનું તત્ત્વ શોથી ક્લેવરને ફેંકીને ચાલ્યા જાઓ. વિષયકષાયરૂપ ચોરને અંદરથી બહાર કાઢી બાળી જાળી, ફૂંકી મૂકી, તેનું સ્નાન સુતક કરી તેનો દહાડો પવાડો કરી, શાંત થાઓ, છૂટી જાઓ, શમાઈ જાઓ. શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરો. જ્ઞાની સગુરુના ઉપદેશેલાં વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ સગુવચનનું પૂર્ણ પ્રેમથી આરાઘન કરે તો તે આરાઘના એ જ મોક્ષ છે; મોક્ષ બતાવે છે.
અલ્પ નિદ્રા, અલ્પ આહાર કરી વાંચન ભક્તિમાં કાળ નિર્ગમના ખેડા લગભગ ૨૩ દિવસ સ્થિતિ કર્યા પછી કૃપાળુદેવ મુંબઈ પઘાર્યા. દેવકરણજી વગેરે ખેડાથી વિહાર કરી નડિયાદ ક્ષેત્રે આવ્યા. અમે પણ વસોથી ચાતુર્માસ પૂર્ણ થયે નડિયાદ આવ્યા. ત્યાં શુદ્ધ આહાર માત્ર કરી એક માસને સત્તર દિવસ સુધી ત્યાં સ્થિતિ કરી. આ વખતે અમારી દિનચર્યા એવી રાખવામાં આવી હતી કે જેમાં અલ્પ નિદ્રા, અલ્પ આહાર વગેરે નિયમોનું પાલન કરી, બાકીનો બધો કાળ પુસ્તક વાચન, મનન અને ભક્તિમાં વ્યતીત થતો હતો.
પરમકૃપાળુ દેવના સમાગમનો વિચાર વિનિમય ખેડામાં મુનિશ્રી દેવકરણજીને અને વસોમાં અમને જે સમાગમ થયો હતો તેમાં અમને તેમજ સાથેના મુનિઓને જે પ્રત્યક્ષ બોઘ થયેલો તેનો સાતે સાઘુ એકઠા થઈ સ્મૃતિમાં આવે તેમ પરસ્પર વિનિમય એટલે આપ લે કરતા હતા. ખેડામાં મુનિ દેવકરણજી આદિ ચાર સાધુઓને સમાગમ થયેલો ત્યાં બીજા કોઈ મુમુક્ષને આવવાની આજ્ઞા નહીં હોવાથી તેઓને ઉપદેશનો સારો લાભ મળ્યો હતો. તેથી તેને જે ગુરુભક્તિ અને પ્રેમોલ્લાસનાં મોજાં હૃદયમાં ઊછળ્યાં હતાં તે તેમના પત્રમાં અલ્પાંશે દેખાય છે.
અમારા કહેવા પ્રમાણે ચાલશો તો ભણેલા કરતાં વહેલો મોક્ષ થશે લખમીચંદજી મુનિની સ્મૃતિમાં રહેલી ખેડાની બીના નીચે પ્રમાણે છે :
શ્રી દેવકરણજી સાથે શ્રી લક્ષ્મીચંદજી મુનિ હતા. એક દિવસ કૃપાળુદેવે તેમને કહ્યું કે “તમારે ધ્યાન કરવું હોય તે વખતે પદ્માસન વાળી હાથ ઉપર હાથ રાખી, નાસિકા ઉપર દ્રષ્ટિ રાખીને કરવું. તેમાં લોગસ્સ” અગર “પંચ પરમેષ્ઠિ મંત્રનો જાપ કરવો.''
લક્ષ્મીચંદજીએ કહ્યું : “હું કંઈ સમજતો નથી.”
ત્યારે કૃપાનાથે કહ્યું કે “અમારા ઉપર તમને આસ્થા છે?” લક્ષ્મીચંદજી મુનિએ કહ્યું : “હા, અમને પૂર્ણ આસ્થા છે.”
પછી કૃપાળુદેવે કહ્યું કે “અમારા કહેવા પ્રમાણે ચાલશો તો ભણેલાં કરતાં તમારો વહેલો મોક્ષ થશે; માટે તમને ચૌદ પૂર્વનો સાર કહીએ છીએ કે વિકલ્પો ઊઠવા દેવા નહીં; અને વિકલ્પો ઊઠે તેને દબાવી દેવા.”