________________
૧૨૧
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી આજે તમારા અંતરમાં ઊંડું બી વાવીએ છીએ.
બોઘ વડે ચારેની આંખમાં આંસુ આવ્યા ખેડાના તે જ બંગલામાં એક દિવસે અમે ચારે મુનિઓ વચલે માળે કૃપાનાથ પાસે ગયા હતા. ત્યારે કૃપાનાથે કહ્યું કે આજે અમારે તમારી સાથે બોલવું નથી. પછી અમે ચારે સવારના અગિયાર વાગે ગયેલા તે ચાર વાગ્યા સુધી તેમની મુખમુદ્રા પર દ્રષ્ટિ રાખી બેસી રહ્યા. તે પછી કૃપાનાથ બોલ્યા કે અમારે આજે બોલવું નહોતું પણ કહીએ છીએ કે તમે શું કરો છો? ત્યારે અમે કહ્યું કે “અમે આપની મુદ્રાને જોયા કરીએ છીએ.” કૃપાનાથે કહ્યું : “આજે અંતરમાં ઊંડું બી વાવીએ છીએ, પછી તમારો જેવો ક્ષયોપશમ હશે તે પ્રમાણે લાભ થશે.” એમ કહી અદ્ભુત બોઘ દાન દીધું. તે સાંભળતા અમારી ચારેની આંખોમાંથી આંસુની ઘારા છૂટી. પછી કૃપાનાથે કહ્યું : “આ બોઘને તમે બધા નિવૃત્તિક્ષેત્રે એકઠા થઈને બધુ વિચારશો તો ઘણો લાભ થશે.”
પરમકૃપાળુ દેવે ઈડર જવાના સમાચાર મોતીલાલને જણાવ્યા અમે નડિયાદ ક્ષેત્રે હતા. તેવામાં ખબર મળ્યા કે કપાળદેવ મુંબઈથી ઈડર જવાના છે. તેથી નડિયાદ સ્ટેશને પધારશે એવા સમાચાર એક દિવસ અગાઉ મળવાથી મોતીલાલને અમે રાત્રે ગાડી ઉપર મોકલ્યા હતા. તેમને પરમકૃપાળુદેવના દર્શન થયાં. મોતીલાલને પૂછ્યું કે મુનિઓ અત્રે છે?
મોતીલાલે કહ્યું : હા જી, અહીં છે. પરમકૃપાળુદેવે પૂછ્યું કે વિહાર કરી ક્યાં જવાના છે? મોતીલાલે પ્રત્યુત્તર આપ્યો કે–અમદાવાદ અગર ખંભાત પઘારવાના છે. પરમકૃપાળુદેવે કહ્યું કે–સારું, અમે ઈડર જવાના છીએ, ત્યાં નિવૃત્તિ અર્થે રહેવાનું છે.
અમે સાતે મુનિઓએ ઈડર તરફ વિહાર કર્યો સ્ટેશન ઉપર થયેલ વાતચીત મોતીલાલે અમને કહી તેથી આવી નિવૃત્તિમાં અમને વિશેષ સમાગમનો લાભ મળશે એ વિચારે અમે સાતે મુનિઓ વિહાર કરી ઈડર તરફ જવા નિકળ્યા. ત્વરાથી વિહાર કરી અમે ત્રણ મુનિઓ ઈડર વહેલા પહોંચ્યા. હું, મોહનલાલજી અને નરસિંહરખ; અને પાછળ રહેલા મુનિ દેવકરણજી, વેલશીરખ, લખમીચંદજી અને ચતુરલાલજી એમ અમે સાત હતા. અમે ઈડર શ્રાવકના ઉપાશ્રયમાં ઊતર્યા. હું તુર્ત જ કૃપાળુદેવની શોઘમાં પ્રાણજીવનદાસ ડૉક્ટરના દવાખાના તરફ ગયો. ત્યાં મને દૂરથી ઠાકરશીભાઈ જે પરમકૃપાળુદેવની સાથે સેવાર્થે રહેતા હતા અને જે શ્રી સૌભાગ્યભાઈના ભાણા હતા તેણે દીઠા એટલે પરમકૃપાળુદેવને કહ્યું કે મુનિ આવ્યા. તેથી પરમકૃપાળુદેવે ઠાકરશીને કહ્યું કે તેમને પરભાર્યા વનમાં લઈ જા, અહીં ન આવે. ઠાકરશીએ મને કૃપાળુદેવની આજ્ઞા જણાવી. તેથી તેની સાથે વનમાં હું આગળ ગયો. પરમકૃપાળુદેવ પાછળ આવતા હતા.
પહેલો દિવસ આપની નિવૃત્તિમાં વિશેષ લાભ મળશે એમ ઘારી આવ્યા છીએ મને કપાળદેવ તે એક આંબાના વૃક્ષ નીચે બોલાવી ગયા અને પૂછ્યું : મોતીલાલે તમને શું કહ્યું હતું? ત્યારે મેં કહ્યું કે–“મોતીલાલને આપે પૂછેલું કે સાઘુઓ ક્યાં જવાના છે? તેનો ઉત્તર મોતીલાલ