________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૨૨
આપ્યો કે અમદાવાદ અગર ખંભાત જવાના છે. ત્યારે આપે કહ્યું કે ઠીક. અમે ઈડર નિવૃત્તિ અર્થે જવાના છીએ. તેથી દર્શન સમાગમની ઇચ્છાએ આપના તરફ આપની
| નિવૃત્તિના વખતમાં વધારે લાભ મળશે એમ જાણી, આપના સમાગમ અર્થે આવ્યા છીએ. મુનિ દેવકરણજી પણ પાછળ આવે છે. મારા અંતરમાં થયું કે મને પૂરો સમાગમ વસોમાં થયો નથી અને ઘણા માણસોનો પરિચય રહેવાથી વસોમાં બરાબર લાભ અમારાથી લેવાયો નથી. તો હવે નિવૃત્તિએ આપનો સમાગમ વિશેષ મળશે એમ ઘારી આ તરફ આવવા વિચાર થવાથી આવ્યા છીએ. અમે વિહાર કર્યો ત્યારે દેવકરણજી કહે અમારે પણ લાભ લેવો છે. ઘણા દિવસ બોધ દીધો છે. તમારે આત્મહિત કરવું છે, તો શું અમારે નથી કરવું? આમ કહી તે પણ પાછળ આવે છે.”
અમે અહીં ગુપ્ત રીતે રહીએ છીએ આ સાંભળી પરમકૃપાળુદેવ સહજ ખિજાઈને બોલ્યા : “તમે શા માટે પાછળ પડ્યા છો? હવે શું છે? શું સમજવું બાકી છે? તમને જે સમજવાનું હતું તે જણાવ્યું છે. તમે હવે કાલે વિહાર કરી અહીંથી ચાલ્યા જાઓ. દેવકરણજીને અમે ખબર આપીએ છીએ તેથી તે આ તરફ નહીં આવતાં બીજા સ્થાને વિહાર કરી પાછા જશે. અમે અહીં ગુપ્ત રીતે રહીએ છીએ. કોઈના પરિચયમાં આવવા અમે ઇચ્છતા નથી અને અપ્રસિદ્ધ રહીએ છીએ. ડૉક્ટરના તરફ આહાર લેવા નહીં આવતા બીજા સ્થાનેથી લેજો. અને કાલે વિહાર કરી જવું.”
ભલે તેમ કરજો મેં વિનંતી કરી : આપની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જઈશું. પરંતુ મોહનલાલજી અને નરસિંહરખને અહીં આપના દર્શન થયાં નથી. માટે જો આપ આજ્ઞા કરો તો એક દિવસ રોકાઈને પછી વિહાર કરીએ.” કૃપાળુદેવે જણાવ્યું : ભલે તેમ કરજો.
બીજો દિવસ
ગાથાઓ ઉચ્ચારી ધ્યાનમાં સમાધિસ્થ બીજે દિવસે સવારમાં તે જ આંબા તળે અમે ત્રણ મુનિઓ ગયા અને પોતે માગથી ગાથાઓનો ઉચ્ચાર કરતા ધૂનમાં ને ધૂનમાં ઊંડા વોકળામાં આવતા હતા તેથી દેખાતા નહોતા. પણ ધૂનના શબ્દોચ્ચાર શ્રવણ થતા હતા. અમે આંબા તળે રાહ જોતા ઊભા હતા. એટલામાં ત્યાં પઘાર્યા અને પૂર્વ દિશા તરફ મુખ રાખી, નીચેની માગથી ગાથાઓ બોલતા હતા. તેની તે જ એકલયપણે ઉચ્ચ સ્વરે અડધો કલાક સુધી જોશથી ઉચ્ચારતા રહ્યા, પછી લગભગ તેટલો જ વખત શાંત, સ્થિરપણે, મન, વચન, કાયા ત્રણે યોગ સ્થિર કરી ધ્યાનમાં લીન થઈ ગયા; સમાધિસ્થ થયા.
“मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणि? अढेसु । थिरमिच्छह जइ चित्तं विचित्तंज्झाणप्पसिद्धिए ।।४८।। जं किंचिवि चिंतंतो णिरीहवित्ती हवे जदा साहु । लभ्रूणय एयत्तं तदाहु तं तस्स णिच्छियं ज्झाणं ।।५५।। मा चिट्ठह, मा जंपह, मा चिंतह किंवि जेण होइ थिरो। ૩પ્પા ધ્વન્મિ રો રૂાવ પર હવે જ્ઞાઈi ||જદા” દ્રવ્યસંગ્રહ