________________
શ્રીમદ્ અને લપુરાજ સ્વામી
સ્થિર ચિત્ત કરવા માટે મોહ, રાગ, દ્વેષ ન કર
=
અર્થ :– (૧) વિચિત્ર (નાના પ્રકારના) અથવા વિચિત્ત (નિર્વિકલ્પ) ધ્યાનની સિદ્ધિ થવા જો સ્થિર ચિત્ત કરવા તું ઇચ્છે, તો (પાંચ ઇન્દ્રિયોના) ઇષ્ટ, અનિષ્ટ અર્થો (વિષયોમાં મોહ ન કર, રાગ ન કર અને દ્વેષ ન કર.
૧૨૩
ન મોહ ન રાગ ક૨ે તે દ્વેષ કરે ના ઇષ્ટ અનિષ્ટ ચીજે; ધ્યાન વિચિત્ત થવાને સ્થિર કરવા ચિત્ત જે ઇચ્છે. ૪૮
(૨) કોઈ પણ પદાર્થનું ચિંતવન કરતાં જ્યારે સાથે એકત્વતા (લીનતા) પામીને નિઃસ્પૃહવૃત્તિવાળા થાય, ત્યારે તેને નિશ્ચય ધ્યાન વર્તે છે, એમ કહ્યું છે.
ધ્યેય કોઈ ચિંતવતાં, નિસ્પૃવૃત્તિ થતા પદા સાધુ; તલ્લીનતા સાધીને, નિશ્ચય તેને ધ્યાન ત્યાં લાધ્યું. ૫૫
(૩) કાયાથી કોઈ પણ ચેષ્ટા (ક્રિયા) ન કરો, વચનથી કોઈપણ ઉચ્ચાર ન કરો, મનથી કોઈ પણ વિચાર ન કરો, તો તેથી સ્થિર થશો, આત્મા આમ આત્મામાં રમણતા કરે તો પરમધ્યાન થાય.
કાંઈ કરો ના ચેષ્ટા, વિચાર, ઉચ્ચાર; જેથી સ્થિર બનો;
અંતર આત્મ રમણતા તે તલ્લીનતા પરમધ્યાન ગણો. ૫૬
પરમકૃપાળુદેવની વીતરાગતા, આત્મચિરતાના દિવ્ય દર્શન કરી અપૂર્વ શાંતિ અનુભવી તે વખતની વીતરાગતા અને આત્મસ્થિરતા તથા દિવ્ય દર્શનીય સ્વરૂપદશા જોઈ અમે અપૂર્વ શાંતિ અનુભવી. તેનું અંતર આલેખન થઈ ગયું છે, તે વિસ્તૃત થાય તેમ નથી. ધ્યાન પૂરું થતાં પોતે અમને ‘વિચારશો’ એટલું જ કહી ચાલતા થયા.
અમને વિચાર આવ્યો કે લઘુશંકાદિ કરવા જતા હશે, પરંતુ તેઓ તો નિઃસ્પૃહપણે ચાલ્યા જ ગયા. અમે થોડીવારે એટલામાં તપાસ કરી, પરંતુ દર્શન થયા નહીં. તેથી પશ્ચાત્તાપ કરતાં ઉપાશ્રયમાં આવ્યા. આહાર આદિથી નિવૃત્ત થયા એટલે ઠાકરશી અમારી પાસે આવ્યા. અમે પૂછ્યું કે દેવકરણજીને પત્ર લખવા સંબંધે શું થયું?
ઠાકરશીએ કહ્યું કે પત્ર લખેલ છે, રવાના કર્યો નથી.
વીતરાગ પ્રતિમાજીના દર્શન કરવાની અહીં મળેલ પ્રથમ આજ્ઞા
તે જ સાંજના મુનિ દેવકરણજી પણ આવી ગયા. પછી ઠાકરશી સાથે ડુંગર ઉપર દર્શનાર્થે જવાની આજ્ઞા થવાથી, ઉપરના દેરાસરોની કૂંચીઓ મંગાવી, દિગંબર-ઘેતાંબરનાં બન્ને દેરાસરો ઉઘડાવી દર્શન ક્યાં. વીતરાગ મુદ્રા એટલે જિન પ્રતિમાનાં દર્શન કરવાની આજ્ઞા અમને પ્રથમ અહીં થઈ હતી. સદ્ગુરુની આજ્ઞાથી તે પહાડ ઉપરનાં વીતરાગ પ્રતિમાજીના દર્શન થતાં અમારા આત્મામાં જે ઉત્કૃષ્ટ ભાવની શ્રેણિ પ્રગટ થયેલી તે વચનાતીત છે.
પરમકૃપાળુદેવ વિચર્યા તે સ્થાનોના પણ દર્શન કરાવ્યા
ડુંગર ઉપર જ્યાં જ્યાં પરમકૃપાળુદેવ વિચર્યાં હતા, તે સર્વ સ્થળો ઠાકરશીએ બતાવ્યાથી તે તે ભૂમિને ધન્ય માની, પ્રશસ્ત ભાવના ભાવતા અમે ઉપાશ્રયમાં આવ્યા.