________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૨૪
ત્રીજો દિવસ પરમકૃપાળુ દેવ ચાલતા પુઢવી શિલા પર આવી બિરાજ્યા.
ત્રીજે દિવસે પ્રાતઃકાળમાં તે જ આંબાના વૃક્ષ નીચે આવવા અમને આજ્ઞા થઈ હતી, તે પ્રમાણે ત્યાં ગયા. પોતે પણ પધાર્યા. આ વખતે મુનિ દેવકરણજીનું શરીર કૃશ હોવાના કારણે ધ્રુજતું હતું. ઋતુ શિયાળાની હોવાથી ઠંડી ઘણી હતી. તેથી લખમીચંદજીએ કપડું ઓઢાડ્યું. તે જોઈ પરમકૃપાળુદેવ બોલ્યા કે “ટાઢ વાય છે?’ અને કહ્યું કે “ટાઢ ઉડાડવી છે?” એમ કહી પોતે ઊભા થઈ ચાલવા માંડ્યું. અમે સર્વ તેમની પાછળ ચાલવા લાગ્યા. તેઓશ્રી તો ઝડપભેર કાંટા, કાંકરા, જાળાં, ઘારવાળા પત્થરોમાં દેહની દરકાર કર્યા વિના આત્મોપયોગે ચાલતા હતા. અમે પણ પાછળ તેમના ચરણનું અવલંબન ગ્રહણ કરી ચાલતા હતા. એટલામાં એક વિશાળ શિલા આવી. તેના ઉપર પૂર્વાભિમુખ પોતે બિરાજ્યા. અમે સન્મુખ બેઠા. પછી પૂઢવી શિલા ઉપર ભગવાન બિરાજ્યાનું શાસ્ત્રમાં જે લખ્યું છે તેનો અર્થ કરી કહ્યું કે આ પૂઢવી શિલા.
મુનિઓનું પેટ જગતના કલ્યાણ અર્થે પછી એ શિલા સંબંધી કેટલુંક વર્ણન કર્યું અને તે જ શિલા પર “વૃદુ દ્રવ્ય સંગ્રદ” વાંચવાનું શરૂ કર્યું. તે “વૃદક્ દ્રવ્ય સંગ્રહ” ગ્રંથ ઈડરના દિગંબર જૈન પુસ્તક ભંડારમાંથી પોતે કઢાવ્યો હતો. તે ગ્રંથ લગભગ અર્થો વાંચ્યો હતો. તે વખતે સાધુ સમુદાયની અદ્ભુત વૈરાગ્ય દશાવડે સદ્ગુરુની ભક્તિ આત્મામાં ઉલ્લાસ પામી હતી. તીવ્ર વૈરાગ્યદશામાં આવી દેવકરણજી બોલ્યા કે “હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે?” પરમગુરુ બોલ્યા કે “તમને કોણ કહે છે કે ગામમાં જાઓ.' ત્યારે મુનિ દેવકરણજી બોલ્યા : “શું કરીએ? પેટ પડ્યું છે. કૃપાનાથે કહ્યું : “મુનિઓને પેટ છે તે જગતના કલ્યાણ અર્થે છે. મુનિને પેટ ન હોત તો ગામમાં નહીં જતાં પહાડની ગુફામાં વસી, કેવળ વીતરાગભાવે રહી જંગલમાં વિચરત. તેથી જગતના કલ્યાણરૂપ થઈ શકત નહીં. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે.
સર્વ વસ્તુને જાણનાર તે આત્મા છે પછી પરમગુરુએ સાથુમંડળને ઉદ્દેશીને પ્રશ્ન કર્યો કે “યોગના અભ્યાસીઓ ધ્યાનમાં પોતાને અમુક પ્રકાશ આદિ દેખતા હોવાનું જણાવે છે. તે શું હશે? આ પ્રશ્નનો ઉત્તર અમે કોઈ આપી શક્યા નહીં. ત્યારે પોતે તે પ્રશ્નનો ખુલાસો કર્યો કે “ધ્યાનની અંદર ચિંતવે તેવું તે યોગાભ્યાસીને દેખાય છે. દૃષ્ટાંત તરીકે ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવી આ પહાડ જેવડું પૂંછડું હોવાનું ચિંતવે તો તેને આત્મા તે રૂપે ભાસે છે. પણ વસ્તુતઃ તે આત્મા નથી. પણ તેને જાણનાર જે છે તે આત્મા છે.”
- સિદ્ધના પણ પર્યાય પલટાય છે આટલો ખુલાસો કર્યા પછી સિદ્ધ આત્માના પર્યાય સંબંધી પોતે જ સ્પષ્ટીકરણ કરી સમજાવ્યું હતું કે સિદ્ધ ભગવાનને જે કેવળજ્ઞાન છે, તે કેવળજ્ઞાનવડે આપણે અહીં આટલા બેઠા છીએ તે રૂપે જાણે છે, દેખે છે. પછી આપણે અહીંથી ઊઠી જઈએ ત્યારે તે રૂપે જાણે, દેખે એમ સિદ્ધના પર્યાય પલટાય છે.
રસ્તામાં દ્રાવ્ય સંગ્રહ'ની પહેલી ગાથાનું ઘેનમાં રટણ લગભગ એક વાગ્યાનો સમય થયો હોવાથી પરમકૃપાળુદેવ સહિત અમે મુનિમંડળે ગામ તરફ