________________
૧૨૫
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી
ગમન કર્યું. રસ્તામાં ચાલતાં ‘દ્રવ્ય સંગ્રહની પહેલી ગાથાનું ઘેનમાં રટણ કરતાં દિવ્ય ધ્વનિ પ્રસરી રહેતો. નાગ જેમ મોરલીના ધ્વનિ ઉપર એક તાર થઈ જાય તેમ પરમકૃપાળુદેવની ધ્વનિથી ઊઠતા આનંદમાં અમે એકતાર થઈ જતાં તે ગાથા :
“जीवमजीवं दव्वं, जिनवरवसहेण जेण णिदिलृ ।
વિંદ્ર વિવ વવું, વંદું તે સવ્વવા સિરસા ૧” દ્રવ્યસંગ્રહ જીવ અજીવ પદાર્થો, જિનવરરાજે જણાવીયા તેને;
દેવેન્દ્ર-વૃંદ-વંદિતને, વંદું શીર્ષ સદા નમાવીને.” ૧ અર્થ :- દેવોના ઇંદ્રોને પણ પૂજ્ય જે જિનવરોમાં ઉત્તમ એવા તીર્થંકર ભગવાને જીવ અને અજીવ દ્રવ્યનું નિરૂપણ કર્યું છે, તેને મસ્તક નમાવીને (સર્વદા=સર્વ પ્રકારે) સદા વંદન કરું છું.
ચોથો દિવસ શાસ્ત્રમાં મુહપત્તીનું વિધાન છે પણ ડોરો ચાલ્યો નથી મધ્યાહ્ન પછી ઠાકરશીને ઉપાશ્રયમાં મોકલી અમને સાતે મુનિઓને બોલાવ્યા. અમે તેની સાથે ગયા. ડુંગરની તળેટીમાં પરમકૃપાળુદેવના દર્શનનો લાભ થયો. ઉપર જતાં પહેલાં દેરાસરની કૂંચીઓ લેવા ઠાકરશીને મોકલ્યા. અને અમે ચરણ સમીપ બેસી રહ્યા. તે વખતે મોહનલાલજીએ વિનંતી કરી કે આહાર કરી રહ્યા પછી મુહપત્તી (મુખ-વસ્ત્રિકા) બાંઘતાં મને વાર થાય છે, તેથી મહારાજ મને દંડ આપે છે. ત્યારે પોતે આજ્ઞા કરી કે બઘા મુહપત્તી કાઢી નાખો અને ઈડરની આસપાસ ૨૦ ગાઉ સુઘી બાંઘશો નહીં. કોઈ આવી પૂછે તો શાંતિથી વાતચીત કરીને તેના મનનું સમાધાન કરવું.
ભુરાબાવાની ગુફા વગેરે સ્થાને જ્યાં કૃપાળુ દેવ વિચરેલા તે બતાવ્યા ઠાકરશી કૂંચીઓ લઈને હાજર થયા અને અમને બીજી વખત ઈડરના ગઢ ઉપર દર્શનાર્થે જવાની આજ્ઞા થઈ. પોતે શહેરમાં પધાર્યા. અમે ઠાકરશીને સાથે લઈ બન્ને દેરાસરોમાં દર્શન કરી, ભુરાબાવાની ગુફા તેમજ પહાડની ટોચે જ્યાં જ્યાં કપાળદેવ વિચરેલા, સમાધિ, ધ્યાન આદિ ક્રિયાઓ કરવામાં આવેલી છે તે સ્થાને જઈ નિરખી અમને આનંદ આવવાથી, તે તે ક્ષેત્રની આસપાસ ફરી સ્તુતિ ભક્તિ કરતા. પ્રત્યક્ષ સદ્ગુરુના પવિત્ર ચરણોનો સ્પર્શ જે ભૂમિને થયેલો તે જોઈ હૃદયમાં અમને થતું કે ઘન્ય આ ભૂમિ, જ્ઞાની વિના આવી ચર્ચા પણ કોની હોય? આમ પ્રશંસા કરતા અને સદ્ગમાં ભક્તિપૂર્ણ પદોનો ઉચ્ચાર કરતા અમે ઉપાશ્રયમાં આવ્યા.
પાંચમો દિવસ અમારા માટે કલ્પવૃક્ષ તુલ્ય આંબો થઈ પડ્યો આજે તે સાંકેતિક (નક્કી કરેલા) આમ્ર વૃક્ષ નીચે અમને સાતે મુનિઓને આવવા આજ્ઞા થયેલી. તે પ્રમાણે અમે ત્યાં ગયા.પરમકૃપાળુદેવ પણ ત્યાં પધાર્યા. તે આંબા નીચે અમને તો પરમ સદ્ગુરુનો સમાગમ થતો એટલે જાણે ત્રિલોકના સારરૂપ કલ્પવૃક્ષ તુલ્ય તે આંબો થઈ પડ્યો હતો.
નિર્વાણ માર્ગ બતાવનાર સાર્થવાહની જેમ આગળ ચાલતા હતા. પરમકૃપાળુદેવ સાથે અહીંથી કંટક આદિથી વિકટ પંથે અમે આજે ચાલ્યા; તો પણ તેઓશ્રી