________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૨૬
અમારા સર્વની આગળ નિર્વાણ-માર્ગ બતાવનાર સાર્થવાહની માફક ત્વરિત ગતિથી આગળ ચાલતા હતા. આ વખતે વેલશીરખ નામના વૃન્દ્રમુનિ બોલ્યા કે આજે મંડળમાંથી એકાદ જણને અહીં જ મૂકી જશે કે શું? કારણ કે ઉપર ચઢવાનો માર્ગ વિકટ છે તેથી આપણને અંતર પડે છે અને તેઓશ્રી નો પા ઉતાવળા ચાલે છે.
જુઓ આ સિદ્ધ શિલા અને આ બેઠા છે તે સિદ્ધ
પરમગુરુ ઉપર વેહલા પહોંચી ગયા અને એક વિશાળ શિલા ઉપર બિરાજ્યા. અમે પણ ત્યાં જઈ વિનય કરી બેઠા. આ વખતે તેઓશ્રી બોલ્યા કે અહીં નજીકમાં એક વાઘ રહે છે. પણ તમે સર્વે નિર્ભય રહેજો. જુઓ, આ સિદ્ધ શિલા અને આ બેઠા છીએ તે સિદ્ધ; એમ કહી અદ્ભુત રીતે દૃષ્ટિ પલટાવીને કહ્યું કે આ બઘી અદ્ભુત શક્તિઓ આત્મા જેમ જેમ ઊંચો આવે તેમ તેમ પ્રકટ થાય છે. એટલું કહી પ્રશ્ન કર્યો કે—આપણે આટલે ઊંચે બેઠેલા છીએ તેમને કોઈ નીચે રહેલો માણસ દેખી શકે?
મેં કહ્યું : ‘ના, ન દેખી શકે.’
નીચેની દશાવાળો જીવ ઊંચી દશાવાળા જ્ઞાનીને ઓળખી શકે નહીં
ત્યારે પરમગુરુએ કહ્યું કે ‘તેમજ નીચેની દશાવાળો જીવ તે ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જેમ છે તેમ જાણી શકતો નથી. પણ યોગ્યતા પ્રાપ્ત થાય અને ઉચ્ચ દશામાં આવે તો દેખી શકે.
આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર અને દૂર સુધી સઘળું જોઈ શકીએ છીએ. અને નીચે ભૂમિ ઉપર ઊભેલો માત્ર તેટલી ભૂમિને દેખી શકે છે; તેથી શાની ઉચ્ચ દશાએ રહી નીચેનાઓને કહે છે કે તું થોડે ઊંચે આવ, પછી જો તને ખબર પડશે.'
પરમકૃપાળુદેવ અલૌકિક દિવ્ય સુરથી, મોહક આલાપથી ગાયા બોલ્યા
એમ વાત થયા પછી, પોતે ‘ઉત્તરાયન' સૂત્રની ત્રીજા અઘ્યયનની પહેલી ગાથા કોઈ એવા અલૌકિક દિવ્ય સૂરથી અને મોહક આલાપથી બોલ્યા કે વનમાં ચોપાસ તેનો પ્રતિઘોષ (પડઘો) પ્રસરી રહ્યો. “વતારિ પરમંગળિ, વુન્નહાળીહ ખંતુળો |
માપુસ્કત મુદ્દે સદ્ધા, સંનમ્નિ ય વારિયે ।।” -ત્રીજું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર
(અનુષ્ટુપ)
“ચારે અંગો ય દુષ્પ્રાપ્ય, જીવોને જંગમાં બહુ; મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, સંયમે વીર્ય જાગવું.'
અર્થ :— આ સંસારમાં પ્રાણીને ધર્મના ચાર પ્રધાન અંગો, કારણો દુર્લભ છે. તે ચાર આ પ્રમાણે— (૧) માનવપણું, (૨) ધર્મનું શ્રવણ (શ્રુતિ), (૩) શ્રદ્ધા (સમ્યક્દર્શન) અને (૪) સંયમ (સર્વભાવથી વિરામ પામવારૂપ)માં વીર્ય ફોરવવું. આ ચારે અંગો ઉત્તરોત્તર અતિ દુર્લભ કારણો છે,
તમે બધા જિન મુદ્રાવત બની દ્વવ્યસંગ્રહની ગાથાઓ સાંભળો
પછી દેવકરણજી મુનિને કહ્યું કે તમે આ ગાથા બોલો જોઈએ. તેથી દેવકરણજીએ બે-ત્રણ વાર પ્રયત્ન કરવા છતાં તેવું આવડ્યું નહીં. પછી મને કહેવાથી હું બોલ્યો, પરંતુ મને પણ આવડ્યું નહીં; એટલે પોતે બોલ્યા કે ઠીક છે. લીંમડીવાળા, સાધુઓ બોલે છે તે કરતાં ઠીક બોલાય છે. પછી સર્વને કહ્યું : ‘તમે