________________
૧૨૭
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી
બધા પદ્માસન વાળી બેસી જાઓ અને જિનમુદ્રાવત બની આ દ્રવ્યસંગ્રહની ગાથાઓ સાંભળી તેનો અર્થ ઉપયોગમાં લ્યો. એ આજ્ઞા થવાથી અમે બધા આસનવાળી બેસી ગયા. પોતે અપૂર્વ ધ્વનિથી ગાથાનો ઉચ્ચાર કરે તેના પડઘાથી પહાડ ગાજી ઊઠતો. ગાથા બોલી રહ્યા પછી તેનો અર્થ કરતા અને સારરૂપ પરમાર્થ પણ કહેતા. એમ આખો “દ્રવ્ય સંગ્રહ” ગ્રંથ પરિપૂર્ણ સંભળાવ્યો. ત્યાં સુધી અમે તે જ આસને અચળપણે રહ્યા; પરમગુરુએ સમજાવેલો અપૂર્વ પરમાર્થ સૌ સૌના ક્ષયોપશમ (સમજ) પ્રમાણે અને પોતપોતાની દશા અનુસાર સમજાયો.
દેવાલયના શિખર ઉપર કલશ ચઢાવે તેવો આ સર્વોપરિ પ્રસંગ મુનિ દેવકરણજી તો આ સમાગમની ખુમારીમાં પ્રમોદ પ્રગટતાં, ઉલ્લાસપૂર્વક બોલી ઊઠ્યા કે અત્યાર સુધીમાં જે જે સમાગમ પરમગુરુનો થયો તેમાં આ સમાગમ સર્વોપરી થયો. દેવાલયના શિખર ઉપર કળશ ચઢાવે તેમ આ પ્રસંગ પરમ કલ્યાણકારી છે, સર્વોપરિ સમજાય છે.”
આત્માનુશાસન'માંથી આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન કરી બતાવ્યું પછી “આત્માનુશાસન' ગ્રંથના કર્તા ગુણભદ્ર આચાર્ય પાછળના ભાગમાં અતિ અદ્ભુત જ્ઞાનમાં રેલ્યા છે. તે આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટ બતાવે છે, એમ કહી વાંચી સંભળાવ્યું.
અંબાલાલભાઈનો પ્રમાદ દૂર થશે અને તે પરમપદને પામશે ઈડરના સમાગમમાં એક વખત તે જ આંબા તળે કૃપાળુદેવે કહ્યું હતું “મુનિઓ, જીવની વૃત્તિ તીવ્રપણામાંથી પણ નરમ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા, પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિના કારણે લબ્ધિ પ્રગટાવે તેવી હતી. તે એવી કે અમે ત્રણ ચાર કલાક બોઘ કર્યો હોય તે બીજે દિવસે કે ત્રીજે દિવસે તેને લખી લાવવા કહીએ તો તે બધું અમારા શબ્દોમાં જ લખી લાવતા. હાલ પ્રમાદ અને લોભાદિના કારણથી વૃત્તિ શિથિલ થઈ છે, અને તે દોષ તેનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાંથી જાણતા હતા. તે સાંભળી મારા મનમાં ખેદ થવાથી મેં જણાવ્યું કે “શું તે એમને એમ જ રહેશે?” ત્યારે પરમગુરુએ કહ્યું કે “મુનિ, ખેદ કરશો નહીં. જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું કોઈ એક જાળા આગળ અટકી જાય પણ ફરી પૂર-પ્રવાહના વહનમાં જાળાથી જુદું પડી છેક મહાસમુદ્ર જઈ મળે, તે પ્રમાણે તેનો પ્રમાદ અમારા બોઘથી દૂર થશે અને તે પરમપદને પામશે.'
અમે સનાતન જૈન છીએ, પાપથી નિવૃત્તવું એ અમારું પ્રતિક્રમણ એ વાત પૂર્ણ થયા પછી મુનિ મોહનલાલજીએ પ્રશ્ન કર્યો કે “અમને કોઈ પૂછે છે કે તમારો ગચ્છ કયો? અને પ્રતિક્રમણ કર્યું કરો છો? ત્યારે અમારે શું કહેવું?
પરમકૃપાળુદેવે ઉત્તર આપ્યો કે ‘તમારે કહેવું કે અમે સનાતન જૈન છીએ અને પાપથી નિવૃત્ત થવું એ અમારું પ્રતિક્રમણ છે.”
માન કષાયે મોટા મોટાને પણ મારી નાખ્યા. તે જ પ્રસંગે તેઓશ્રીએ કહ્યું કે–“મુનિઓ, જીવને અનંતકાળ પરિભ્રમણ કરાવનાર માન છે; માન એવું બળવાન છે કે તેણે મોટા મોટાને પણ મારી નાખ્યા છે. અમે એક વખત મોરબી પાસેના ગામમાં લીમડી સંધાડાના સાધુ મોટા જીવણજી પાસે ગયેલા, ત્યાં વાતના પ્રસંગે તેમની જન્મતિથિ, નક્ષત્ર અમુક