________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૨૮
હોવું ઘટે છે એમ અમે કહ્યું. તેથી તેણે કહ્યું કે આ વાત આપે શાથી જાણી? ત્યારે અમે કહ્યું કે આત્માની નિર્મળતાથી આ બધું જાણી શકાય છે. પણ આ વાત સમજવા તેને
વિશેષ ઉત્કંઠા રહી તેથી અમારા મોરબી જવા પછી તેઓ મોરબી આવ્યા અને રેવાશંકરભાઈને મળી અમને ઉપાશ્રયે લાવવા વારંવાર કહ્યા કરતા. આથી એક દિવસે રેવાશંકરભાઈએ અમને કહ્યું કે ઉપાશ્રયે ચાલો, મહારાજ આપને યાદ કરે છે.
ત્યારે અમે કહ્યું કે પરિણામ સારું નહીં આવે, તેમની ઇચ્છા આત્માર્થની નથી. છતાં રેવાશંકરભાઈના આગ્રહથી તેમની સાથે અમે ઉપાશ્રયમાં ગયા.
આ વખતે ઘણા માણસો એકઠા થયા અને ઉપાશ્રય ખીચોખીચ ભરાઈ ગયો. અમે બેઠા પછી મહારાજે પેલી વાત પડતી મૂકી પૂછ્યું કે શાસ્ત્રમાં પ્રતિમાનું વિધાન છે કે કેમ?
આપે જે શાસ્ત્રો વાંચ્યા તેમાં પ્રતિમાનું વિધાન છે કે કેમ? આ સાંભળી અમે મૌન રહ્યા. પરંતુ સાઘુએ જ્યારે એ જ પ્રશ્ન પુનઃ પુનઃ જારી રાખ્યો ત્યારે અમે ઊભા થઈ કહ્યું કે મહારાજ, તમને મહાવીરના સોગન છે, આપે જે શાસ્ત્રો વાંચ્યા છે તેમાં પ્રતિમાનું વિઘાન છે કે કેમ?
આથી સાઘુ નિરુત્તર થઈ રહ્યા. પછી તેમને રેવાશંકરભાઈએ ઠપકો આપી કહ્યું કે આવા સમુદાયમાં આ વાત કાઢવાની હતી? અને તમે આ વાત કરવા તેડાવ્યા હતા? પછી અમે બન્ને ચાલી આવ્યા.”
જો કોઈ જીવ માર્ગ ઉપર આવે તો તેને નમસ્કાર પણ કરીએ આટલી વાત કહ્યા પછી મને કહ્યું કે મુનિ, જો કોઈ જીવ માર્ગ ઉપર આવતો હોય, તો તેને અમે નમસ્કાર કરીને પણ માર્ગ ઉપર લાવીએ.
દ્રવ્યથી છઠ્ઠ અને ભાવથી ચોથું ગુણસ્થાનક પછી મેં પૂછ્યું કે અમને કોઈ અમારું ગુણસ્થાનક પૂછે તો અમારે શું કહેવું? પરમગુરુએ ઉત્તરમાં જણાવ્યું કે દ્રવ્યથી છઠું અને ભાવથી ચોથું કહેવું. પૂર્વે થયેલા દિગંબર સાધુઓની છત્રીઓમાં લખેલ ઉપાધ્યાય શ્રીમદ્ રાજચંદ્ર
પાંચમા દિવસની સાંજે અમને સાધુઓને આજ્ઞા થઈ કે પૂર્વે થયેલા દિગંબર સાધુઓના દેહાંત પછી સ્મરણાર્થે કરાવેલી ઘુમટાકારે છત્રીઓ છે, તેમાં તે તે સાધુઓની યોગમુદ્રાઓ છે તે સ્થળે જવું. તેથી અમે સાતે સાઘુઓ ત્યાં ગયા. આ જગ્યા સ્વાભાવિક વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવી, અને વૃત્તિઓ શાંત થાય તેવી નિર્જન ભૂમિકા છે. ઉદાસીનતા અને અસંગતાના વિચારો સ્ફરે, વૈરાગ્યની વૃદ્ધિ થાય એવો ત્યાંનો ક્ષેત્ર પ્રભાવ જણાયો. તેની સમીપ સ્મશાન ભૂમિ હતી.
પ્રાચીન ગુફામાં દોઢ માસ રહેલ પરમકૃપાળુદેવ એટલામાં જ એક પ્રાચીન ગુફા, પાસે કુંડ જળથી ભરેલો તથા એક છૂટો ઊંચો પત્થર ધ્યાનના આસન જેવો હતો તે જોતાં જોતાં ચાલ્યા. એ ગુફામાં પરમકૃપાળુદેવ દોઢ માસ રહેલા એવું ઈડર નિવાસી એક ભાઈએ કહેલું. આવી તેઓના આત્મવીર્યની અભૂતતા તથા નિર્ભયતા વિષે વિચાર કરતા અમે ઉપાશ્રયમાં આવ્યા.