________________
૨૨૪
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો જણાવ્યું કે મુંબઈમાં વેચશો તો રૂા.૪૪૦૦૦/- ઊપજશે અને વિલાયત વેચાણ કરવા મોકલશો તો પોણો લાખ રૂપિયા ઊપજશે એમ જણાવ્યું હતું.
તમારું અનુમાન સાચું છે. તે જ કારણથી અમોએ ના પાડેલ ત્યારબાદ સાહેબજીએ ભાઈશ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે અમોએ અમદાવાદ સ્ટેશન પર ચાહ તથા લીલો મેવો વાપરવા માટે ના જણાવી હતી જેથી તે સંબંધમાં તમોએ અમારા માટે શું વિચારો ઘડ્યા હતા? તે જણાવો. ત્યારે ભાઈશ્રી અંબાલાલભાઈએ જણાવ્યું કે સાહેબજી, આપનાથી કાંઈ અજાણ્યું નથી. પછી સાહેબજીએ જણાવ્યું કે તમારું અનુમાન સાચું છે, એ જ કારણથી અમોએ ના જણાવી હતી.
અંબાલાલભાઈ ભરૂચ સુઘી ગાડીમાં સાથે ગયા બાદ આણંદ સ્ટેશન આવ્યું. ત્યાં હું તથા સબુરભાઈ ઊતર્યા અને રોકાયા. ભાઈશ્રી અંબાલાલભાઈ ભરૂચ સુધી ગાડીમાં સાહેબજીની સાથે ગયા હતા. ત્યાંથી ભાઈશ્રી અંબાલાલભાઈ પાછા વળ્યા અને આણંદ સ્ટેશને આવ્યા. ત્યારબાદ અમો સર્વે ગાડામાં બેસી ખંભાત આવ્યા હતા.
અત્રે રસોડું છે. બીજે જવાની જરૂર નથી ફરી પરમકૃપાળુદેવનો સમાગમ અમદાવાદમાં થયો હતો. સાહેબજી અમદાવાદ પઘાર્યા તે સંબંધી સમાચાર ભાઈશ્રી અંબાલાલભાઈથી જાણ્યા હતા. જેથી હું, સબુરભાઈ, બાબરભાઈ તથા ભાઈશ્રી અંબાલાલભાઈ અમો ચારે ખંભાતથી અમદાવાદ ગયા. સાહેબજીનો ઉતારો હતો ત્યાં પહોંચ્યા. બાદ પ્રથમ ભાઈશ્રી અંબાલાલભાઈ સાહેબજીના દર્શનાર્થે ગયા હતા. ત્યાં વાતચીતના પ્રસંગે મેં જણાવ્યું હતું કે અમો જમવા માટે શહેરમાં જવાના છીએ. સાહેબજીએ જણાવ્યું કે અત્રે રસોડું છે. બીજે જવાની જરૂર નથી. જેથી અમોએ રસોડે જમવાનું રાખ્યું હતું.
| મુનિશ્રી પાસે સાહેબજી જતા હતા તે સમયે સાહેબજીની શરીર પ્રકૃતિ ઘણી જ નરમ રહ્યા કરતી. જેથી પરમકૃપાળુદેવના માતુશ્રી તથા ડૉક્ટર પ્રાણજીવનદાસ વગેરે ત્યાં જ હતા. અમો ત્યાં દસેક દિવસ રોકાયા હતા. મુનિશ્રી લલ્લુજી સ્વામી આદિ ચાર મુનિશ્રી અમદાવાદમાં કાંકરિયા તળાવ નજીક ઘર્મશાળામાં પઘારેલા હતા. ત્યાં મુનિશ્રીની પાસે સાહેબજી જતા હતા.
ગુરુ જે આજ્ઞા કરે તે વિચાર વિના ચોગ્ય માનવું સાહેબજીએ સર્વે ભાઈઓને જણાવ્યું કે ખંભાતમાં શ્રી સુબોઘક પુસ્તકાલય ખોલવાનો વિચાર ઘારેલ છે અને તે અર્થે ફંડ ઊભું કરવા વિચાર છે. આ વખતે ખંભાતના તથા અમદાવાદના તથા બીજા ગામોના ઘણા જ ભાઈઓ હતા. સર્વે ભાઈઓ સાહેબજીના સન્મુખે બે હસ્તો વડે અંજલિ જોડી ઊભા રહ્યા હતા. સાહેબજીએ તે વખતે ભાઈશ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે ગાંડાભાઈને બોલાવો. સાહેબજીના કહેવાથી તેમણે મને બોલાવ્યો, જેથી હું તુરત જ સાહેબજીના સમીપે જઈ બે હાથ વડે અંજલિ જોડી ઊભો રહ્યો.
સાહેબજીએ મને જણાવ્યું કે ખંભાતમાં સુબોઘક પુસ્તકાલય સ્થાપન કરવાનું છે અને તે સ્થાપના પ્રથમ તમારા હાથે જ કરાવવા વિચાર ઘારેલ છે જેથી પ્રથમ પહેલા તમે પોતે જ રૂપિયા ૨૦૧/- આ