SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ શ્રીમદ્ અને ગાંડાભાઈ ભાઈજીભાઈ એક દિવસ કામકાજ બંધ રાખો તે નુકસાન થાય તથા આવવા જવામાં ખર્ચો લાગે; તે સઘળું સહન કરીને પણ આટલા જ વખતના સમાગમ અર્થે આવવા ઉત્સાહ જણાવો છો તો તેમ કરવામાં તમોએ મોટો લાભ શું માન્યો છે? તે તમારા વિચારમાં આવતું હોય તેમ જણાવો. જો કે તેમ કરવામાં મોટો લાભ સમજાયો ન હોય ત્યાં સુધી આમ કરવામાં ઉત્સાહ જાગવો એ પ્રાયે અસંભવિત છે એમ મારી પોતાની માન્યતા છે, છતાં પણ તમારા વિચારમાં શું આવે છે તે જાણવાર્થે આ પ્રમાણે પૂછવું થયેલ છે. ત્યારે મેં એમ જણાવ્યું હતું કે સત્પુરુષોના સમાગમમાં અપૂર્વ વાતો સાંભળવામાં આવે છે જેથી ઘણો જ આનંદ થાય છે એમ જણાવ્યું હતું. ત્યારબાદ ભાઈશ્રી અંબાલાલભાઈએ તે વિષે વિસ્તારપૂર્વક વર્ણન કર્યું હતું કે સત્પુરુષોનો ક્ષણવારનો સમાગમ પણ અત્યંત હિતકારક હોય છે વગેરે જણાવ્યું હતું. ચા હોટલની તથા લીલામેવામાં બગાડ બીજે દિવસે સવા૨માં અમો ત્રણે ગાડામાં બેસી આણંદ સુઘી ગયા અને ત્યાંથી રેલગાડીમાં બેસી અમદાવાદ સ્ટેશને ગયા. અમો અમદાવાદ સ્ટેશન પર ઊતર્યા બાદ થોડા જ વખત પછી કલોલ તરફથી રેલ્વે ટ્રેન આવી તેમાં સાહેબજી પધાર્યા હતા. સાહેબજીને માટે સ્ટેશન પરથી ચાહ તથા લીલો મેવો લાવ્યા હતા અને તે વાપરવા માટે સાહેબજી પાસે ઘર્યું હતું. ત્યારે સાહેબજીએ જણાવ્યું હતું કે અમારે આ વાપરવા મરજી નથી. એમ જણાવ્યું અને કાંઈપણ વાપર્યું નહોતું. સાહેબજીએ કાંઈપણ વાપર્યું નહીં તે સંબંધમાં ભાઈશ્રી અંબાલાલભાઈ વિચાર કરવા લાગ્યા શું કારણથી વાપરવાનું ના જણાવ્યું હશે? તે સંબંધમાં ઘણા પ્રકારોથી વિચાર કરતાં સ્મૃતિમાં આવ્યું કે ચાહ હોટલની લાવેલા હોવાથી તે અભક્ષપણામાં ગણી વાપરી નહીં અને લીલો મેવો બારીકીથી તપાસ કરતાં જણાયું કે તેમાં બગાડનો ભાગ હતો તથા ચાખવા પરથી જણાયું હતું કે તે મેવો ખટાશ પર હતો જેથી તે પણ વાપર્યો નહીં એમ ભાઈશ્રી અંબાલાલભાઈએ મને જણાવ્યું હતું તથા આ પરથી તેમણે વિસ્તારપૂર્વક જણાવ્યું કે અહો! સાહેબજીનો કેવો ઉત્કૃષ્ટ ત્યાગ છે? વળી ઉપયોગની જાગૃતિ પણ કેવી ઉત્કૃષ્ટપણે વર્તે છે? તથા તેઓશ્રીના જ્ઞાનનું પણ કેટલું બધું ઉત્કૃષ્ટપણું વર્તે છે? તે આપણને તાદૃશ્ય અનુભવ કરાવે છે છતાં સત્પુરુષોની ઉત્તમ દશાનું યથાતથ્યપણું સમજાતું નથી અર્થાત્ તેમની ઓળખાણ થઈ શકતી નથી, તે માત્ર હીનપુણ્યને લઈને આવરણનો દોષ છે. જે વખતે સાહેબજીની પાસે ચાહ તથા લીલો મેવો ઘરવામાં આવ્યો તે વખતે સાહેબજીએ કોઈને એમ પૂછ્યું નથી કે આ ચાહ ક્યાંથી લાવ્યા છો? તેમજ તે સંબંધી કોઈએ પણ જણાવ્યું નહોતું. વળી લીલો મેવો સાહેબજીએ ચાખ્યો પણ નહોતો અને સહજ દૂરથી જ સાહેબજીએ સૃષ્ટિ કરી વાપરવા માટે તુરત જ ના જણાવી હતી. આ પ્રમાણે ભાઈશ્રી અંબાલાલભાઈ સાથે વાતચીત થઈ હતી જેથી અત્રે જણાવી છે. એક મોતી દાણાના રૂપિયા પોણો લાખ થોડા જ વખત પછી ભાઈશ્રી મનસુખભાઈ ૨વજીભાઈ પોતાના દેશથી આવી પહોંચ્યા અને અમદાવાદ સ્ટેશન પર ઊતર્યા. ત્યારબાદ થોડાં વખત પછી મુંબઈ તરફ જવાની ટ્રેનમાં સાહેબજી બિરાજમાન થયા હતા. અમો સર્વે પણ સાથે બેઠા હતા. રેલ્વે ટ્રેન ઊપડ્યા બાદ ભાઈશ્રી મનસુખભાઈએ પોતાની પાસેથી એક મોતીનો દાણો કાઢ્યો અને સાહેબજીને બતાવ્યો અને સાહેબજી પ્રત્યે જણાવ્યું કે ભાઈ, આ દાણો મુંબઈમાંથી રૂા.૨૨૦૦૦/-માં ખરીદ કર્યો છે તેનું શું ઊપજશે? ત્યારે સાહેબજીએ
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy