________________
૨૨૨
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો એમ જણાવ્યું હતું. અને તે સંબંધી માર્મિક હેતુઓ પણ સાહેબજીએ જણાવ્યા હતા. સર્વે ભાઈઓને જમવા માટે એક રસોડામાંહે રસોઈ થતી હતી અને સાહેબજીને માટે અલાયદા સ્થાને અલાયદી રસોઈ બનાવવામાં આવતી હતી.)
પૈસાના લાલચથી ખોટું કહેવું નહીં બપોરે જમીને હમેશાં સાહેબજી કેટલેક દૂર ઉપવનો તરફ પઘારતા હતા. એક વખતે એક ભંગીઓ રસ્તા પર ઊભો હતો. સાહેબજીને જતાં દેખી તે ભંગીયાના મનમાં સહેજે એવો જ ભાસ થયો કે આ તો ભગવાન છે. તેવા વિચારોથી તે ભંગીઓ સાહેબજી સન્મુખે આવી બે હાથ જોડી નમસ્કાર કરી, સાહેબજીના પૂંઠે પૂંઠે ચાલતો હતો. સાહેબજી જ્યારે કોઈ એક સ્થાને બિરાજમાન થયા ત્યારે તે ભંગીઓ સાહેબજીના સન્મુખે બે હાથ જોડી ઊભો રહ્યો અને સાહેબજી પ્રત્યે કહેતો હતો કે આપ ભગવાન છો તેવું ઘારી હું એક વાત પૂછવા માટે તમારી પાછળ પાછળ આવ્યો છું, માટે આપ કહેતા હોય તો પૂછું. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ભલે પૂછ. પછી તે ભંગીઆએ સાહેબજી પ્રત્યે જણાવ્યું કે મને અમારા લોકો ગુરુ તરીકે માને છે અને હું અમારા લોકો પાસેથી અરઘો રૂપિયો લઈ કંઠીઓ બાંધું છું, તે કામ હું સારું કરું છું કે કેમ? તે કહો. ત્યારે સાહેબજીએ તે ભંગીઓને જણાવ્યું કે પૈસાની લાલચથી કોઈને પણ ખોટું કહેવું નહીં, તેમજ ખોટું બતાવવું નહીં. જેવું જાણતા હોઈએ તેવું જ કહેવું.
ગાંડો માણસ સાહેબજી સમીપ આવતા તદ્દન શાંત એક દિવસ સાહેબજી કેટલેક દૂર ગામ બહાર પઘાર્યા. ત્યાં એક વૃક્ષ નીચે બિરાજમાન થયા હતા. સર્વે મુમુક્ષુભાઈઓ સાહેબજીના સન્મુખે બેઠા હતા. સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશ ધ્વનિ ચાલતી હતી. ત્યાગ વૈરાગ્ય સંબંઘમાં ઘણો જ અનુપમ ઉપદેશ ચાલતો હતો, તે સાંભળી સર્વે મુમુક્ષુભાઈઓના નેત્રો માંહેથી ચોથારાએ અશ્રુ વહેતા હતા. તે સમયે એક ગાંડા જેવો માણસ કેટલેક દૂરથી બીભત્સ શબ્દોમાં બકવાદ કરતો આવતો હતો, જે સાંભળી કેટલાક ભાઈઓનો ઉપયોગ તે તરફ ગયો હતો. પણ તે માણસ જ્યારે સાહેબજીના સમીપમાં આવી પહોંચ્યો કે તદ્દન શાંત થઈ ગયો હતો.
સપુરુષોનો ક્ષણવારનો સમાગમ પણ અત્યંત હિતકારક અવારનવાર અમો ભાઈશ્રી અંબાલાલભાઈના મકાને સમાગમમાં જતા હતા ત્યારે એક દિવસને વિષે ભાઈશ્રી અંબાલાલભાઈએ જણાવ્યું કે સાહેબજી ક્લોલ મુકામેથી મુંબઈ તરફ પઘારવાના છે તેવા સમાચાર આજ રોજે મળ્યા છે. જેથી અમદાવાદ સ્ટેશન પર સાહેબજીના દર્શનનો લાભ મળી શકે તેમ છે, તે કારણથી મારે આવતી કાલે અમદાવાદ જવાની મરજી છે, તો તમારે પણ આવવા મરજી હોય તો તૈયાર થજો. ત્યારે મેં તથા ભાઈશ્રી સબુરભાઈએ જણાવ્યું કે અમારે પણ આવવા મરજી છે. તે વખતે ભાઈશ્રી અંબાલાલભાઈએ સહજ હસમુખે અમોને જણાવ્યું કે તમો આટલો બધો પરિશ્રમ વેઠીને પણ આવવાનું કેમ જણાવો છો? પ્રથમ તો ખંભાતથી આણંદ સુઘી ગાડામાં બેસી જવું પડે છે. ત્યારબાદ આણંદથી અમદાવાદ સુઘી રેલગાડીમાં બેસી જવાનું છે અને વળી ત્યાં ગયા બાદ તુરત જ આ તરફ પાછું વળવાનું છે. માત્ર અમદાવાદ સ્ટેશનેથી આણંદ સ્ટેશન સુધી રેલગાડીમાં સમાગમનો લાભ મળી શકે તેમ છે. તેટલા જ વખતને માટે આવવા જવાનો પરિશ્રમ વેઠવો, વળી તેટલા જ વખતના સમાગમ માટે