________________
૨૨૧
શ્રીમદ્દ અને ગાંડાભાઈ ભાઈજીભાઈ તમારા મનમાં પણ તેઓના સંબંઘમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ રાખશો નહીં. તેઓ | અમારા સંબંઘમાં કષાયના આવેશમાં બોલ્યા હતા, તેને માટે તેઓને ઘણો જ પશ્ચાત્તાપ થશે; એમ સાહેબજીએ જણાવ્યું હતું. એવું ભાઈશ્રી અંબાલાલભાઈએ મને જણાવ્યું હતું.
મુનિશ્રી દેવકરણજીના વ્યાખ્યાનથી ગટોરભાઈને ઘણો પશ્ચાત્તાપ ત્યારબાદ પોષ અથવા માહ માસમાં મુનિશ્રી દેવકરણજીસ્વામી વગેરે ખંભાતમાં ઉપાશ્રયમાં પઘાર્યા હતા. મુનિશ્રી દેવકરણજીસ્વામી વ્યાખ્યાન વાંચતા હતા જેથી ઘણા જ લોકો વ્યાખ્યાનમાં આવતા હતા. જ્યારે મુનિશ્રી ખંભાતથી વિહાર કરવાના હતા ત્યારે ગવારા દરવાજા બહાર કણબીની ઘર્મશાળામાં એકાદ-બે દિવસને માટે ઉતારો કર્યો હતો. ત્યાં મુનિશ્રી વ્યાખ્યાન વાંચતા હતા ત્યારે ઘણા જ લોકો સાંભળવા આવતા હતા તે વખતે જ્ઞાનાવરણીય કર્મ સંબંઘી વિસ્તારથી ઘણો જ બોઘ કર્યો કે જ્ઞાનાવરણીય કર્મથી કેવું ફળ ભોગવવું પડે છે. તે વખતે ગટોરચંદ મોતીચંદ કે જેણે પરમકૃપાળુદેવ પ્રત્યે આક્ષેપો કર્યા હતા અને નિંદા કરી હતી, તે તેમને સ્મૃતિમાં આવી જવાથી ઘણું જ રોવા લાગ્યા અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે અહો! મારી તો ઘણી જ ભૂલ થઈ છે. તેવા વિચારથી તેઓએ મુનિશ્રી પ્રત્યે જણાવ્યું કે મેં તો સાહેબજીની ઘણી જ નિંદા કરી છે તો હવે તેથી કેવા પ્રકારે છૂટી શકાય? ત્યારે મુનિશ્રીએ જણાવ્યું કે તેનો પશ્ચાત્તાપ કરવો અને ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરે ભાઈઓના સમાગમમાં જવાનું રાખશો. ત્યારપછી તેઓ ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરે ભાઈઓના સમાગમમાં હમેશાં આવતા હતા, પરંતુ તેઓના બૈરાંઓ વગેરે ક્લેશ કરતા હતા જેથી તેઓ ગુપ્તપણે આવતા હતા.
સર્વેને એક જ વખત જમવાની આજ્ઞા ત્યારપછી ફરી પરમકૃપાળુદેવનો સમાગમ મને કાવિઠા મુકામે થયો હતો. તે સમયે ખંભાતથી તથા બીજા જુદા જુદા સ્થળોથી આશરે પચાસ ભાઈઓ પઘાર્યા હતા. તે સમયે મારી સ્મૃતિ પ્રમાણે કાવિઠા મુકામે પરમકૃપાળુદેવની સ્થિતિ આશરે દશ દિવસની થઈ હતી. તેની જાણ થતાં અમો તથા ખંભાતથી બીજા ઘણા ભાઈઓ તે તરફ જવાને તૈયાર થયા અને ગાડામાં બેસીને ગયા હતા. ત્યાં હું આઠેક દિવસ રોકાયો હતો. બોરસદથી હમેશાં સાહેબજીના સમાગમમાં ઘણા જ ભાઈઓ આવતા હતા. કાવિઠામાં શેઠ ઝવેરભાઈના મકાનમાં ઉતારો હતો, રસોડું ત્યાં જ રાખવામાં આવ્યું હતું. ત્યાં સર્વેને એક જ વખત જમવાની આજ્ઞા હતી.
દરેક મુમુક્ષુ સામે જોઈ તેના પ્રશ્નોનું સમાધાન એક વખતે શ્રી બોરસદવાળા કેટલાક ભાઈઓ પ્રશ્નો પૂછવાનું ઘારીને સાહેબજી પાસે આવ્યા હતા. તેનું સમાઘાન તેઓના વગર પૂછ્યું સાહેબજીએ કર્યું હતું. સાહેબજીએ તેઓને જણાવ્યું હતું કે તમોએ અમુક વિષય પૂછવા ઘારેલ છે તેનું સમાઘાન આ પ્રમાણે છે. એમ દરેકના સામી દ્રષ્ટિ કરી જુદા જુદા પ્રશ્નોનું જુદા જુદા પ્રકારે સમાઘાન કર્યું હતું.
સર્વ મુમુક્ષુઓ સાથે બેસી જમવાની ઇચ્છા એક દિવસને વિષે સાહેબજીએ ભાઈશ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે અમોને તો સર્વમુમુક્ષુભાઈઓના મંડળ સાથે બેસીને જમવાની ઇચ્છા રહ્યા કરે છે, પરંતુ અમારાથી સાથે બેસીને જમવાનું બની શકે નહીં