________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૨૦ જવાની ઇચ્છા થઈ હોય તેને જ પોતાનું સ્વરૂપ બતાવે છે–વગેરે સાહેબજીની ઘણી જ સ્તુતિ કરતા હતા. ત્યારપછી મેં કીધું કે તે લોકોમાં શા ગટોરચંદ મોતીચંદ હતા, તેઓએ
સાહેબજીની ઘણી જ નિંદા કરી છે અને ખોટા આક્ષેપો આરોપણ કરતા હતા, જેથી તેમણે ઘણું જ માઠું કર્મ ઉપાર્જન કર્યું હશે–વગેરે વાતચીત કરતા હતા.
પરમકૃપાળુદેવની કૃપાએ તદ્દન આરામ રસ્તામાં ચાલતાં એક વખતે મેં બૈરાઓને જણાવ્યું કે આ જગો પર થોડો વખત વિશ્રાંતિ લેવા માટે બેસો. ત્યારે બૈરાઓએ જણાવ્યું કે હવે મને તદ્દન આરામ થઈ ગયો હોય એમ જણાય છે. અને બિલકુલ થાક લાગ્યો નથી. કદાચ આ કરતાં પણ વધારે ચાલવાનું હોય તો પણ ચાલી શકાય તેવી શક્તિ છે, માટે બેસવું નથી એમ કહી બેઠા નહીં અને મુકામે પહોંચી ગયા હતા અને ત્યાર પછીથી કાંઈ પણ વ્યાધિ યા દરદ રહ્યું નહોતું.
પરમકૃપાળુદેવની સઘળી વાણીનો ઉતારો સાહેબજીના મુખારવિંદ માંહેથી જ્યારે ઉપદેશધ્વનિ ચાલતી હતી તે સમયે ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરે કેટલાક ભાઈઓ ઉતારા કરતા હતા. ત્યારબાદ ભાઈશ્રી અંબાલાલભાઈ સઘળાઓના ઉતારા પોતાની પાસે એકત્ર કરતા. તે સઘળા ઉતારા વાંચી જઈ કોઈ ઉતારામાં કોઈ બાબત લખવામાં આવી હોય અને કોઈ ઉતારામાં કોઈ બાબત લખવા રહી ગયેલ હોય તે સઘળું લક્ષમાં લઈ ત્યારબાદ અનુક્રમ ગોઠવણીથી સુધારો કરી ફરીથી ઘવલપત્ર પર ઉતારો કરતા હતા. પછી સાહેબજી જ્યારે બીજા સ્થાને પઘાર્યા હોય તે સમયમાં બંગલી પર સાહેબજીના બેઠકની ગાદી પર તે ઉતારાના કાગળો મૂકીને ચાલ્યા આવતા. સાહેબજી જ્યારે તે સ્થાને પઘારે ત્યારે તે ઉતારા દૃષ્ટિગોચર કરી લેતા. કદાચ ઉતારાં થવામાં કોઈ સ્થાને ભૂલ થયેલ જણાય તો ત્યાં સાહેબજી પોતે સ્વહસ્તે સુઘારો કરતા હતા. તે પ્રમાણે હમેશાં સંગ્રહ કરી ગ્રંથરૂપે પોતાના હાથે ઉતારો કરતા હતા. ભાઈશ્રી અંબાલાલભાઈનો એવો તીક્ષ્ણ ઉપયોગ વર્તતો હતો કે ઉતારો કરવામાં બનતાં સુઘી કાંઈપણ ભૂલ થતી નહોતી. એ વાત કોઈ એક સમયે સાહેબજીએ જણાવી હતી.
આ હકીકતમાં કેટલીક હકીકત મારી નજરે જોવામાં આવેલ તે પરથી તથા કેટલીક હકીક્ત ભાઈશ્રી અંબાલાલભાઈના મુખથી સાંભળવામાં આવેલ તે પરથી અત્રે જણાવેલ છે.
પરમકૃપાળુદેવે કહ્યું-ગોરભાઈને પશ્ચાત્તાપ થશે શા.ગટોરચંદ મોતીચંદે શ્રી વડવા મુકામે પરમકૃપાળુદેવ પ્રત્યે મુહપત્તિી સંબંધી ખોટા આક્ષેપો આરોપ કરી નિંદા કરી હતી, તે સંબંધમાં મેં ભાઈશ્રી અંબાલાલભાઈને પૂછ્યું હતું ત્યારે તેઓએ જણાવ્યું કે તમો સર્વે પોતપોતાના મુકામ તરફ ગયા બાદ પરમકૃપાળુદેવ દરિયા તરફ ફરવા માટે પઘાર્યા હતા. ત્યાંથી પાછા આવતી વખતે મેં (ભાઈશ્રી અંબાલાલભાઈએ) જણાવ્યું કે અત્રે ઢંઢક મતના જે લોકો મુહપત્તિી સંબંઘમાં પૂછવા આવ્યા હતા, તે લોકો આપશ્રીના અવર્ણવાદ બોલતા હતા, તેમાં પણ જે ગટોરચંદ મોતીચંદ હતા તે તો ઘણું જ બોલતા હતા ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ગટોરચંદ થોડા વખતમાં આ સત્ય માર્ગ પામી શકશે, માટે તમે સૌ કોઈ તેમની નિંદા કરશો નહીં, તેમનો અવર્ણવાદ બોલશો નહીં.