________________
૨૧૯
શ્રીમદ્દ અને ગાંડાભાઈ ભાઈજીભાઈ બાકી રહી જાય છે? હોય તો જણાવી ઘો. જેથી સઘળાનું સમાઘાન થઈ જાય. ત્યારે તે | લોકોએ કાંઈપણ ઉચ્ચાર કર્યો નહીં. ત્યારબાદ સાહેબજીએ તેઓને જણાવ્યું કે તમો . આમ આકરા શાને માટે બની જાઓ છો? ઘીરજથી પૂછવું જોઈએ. તમો જે વખતે અત્રે આવતા હતા તે જ વખતે તમારી તરફ અમારી દૂરથી નજર થતાં જ અમારા જાણવામાં આવ્યું હતું કે તમો અમોને મુહપત્તી સંબંધી બોઘ દેવા આવ્યા છો અને એ જ કારણથી અમોએ આ વસ્ત્ર જમીન પર મૂકી દીધેલ છે. જો કદાચ અમારા હાથમાં રાખેલ હોત તો તમો જે ઘારણાથી અત્રે આવ્યા હતા તે ધારણાઓ નિષ્ફળ થાત અને તેમ બને તો તમારા મનની અંદર તે સંબંઘી મૂંઝવણ રહ્યા કરત; તે હેતુથી જ અમોએ આ વસ્ત્ર જમીન પર મૂકી તમોને પૂછવાનો અવકાશ આપેલ છે.
બંઘનથી મુક્ત થવાના સ્થાને બંઘાય તો છૂટશે ક્યાં? જે પૂછવાથી વિશેષપણે તમારા મનનું સમાધાન થઈ શકે તે હેતુએ અમોએ આમ કરેલ છે, છતાં તમો આક્રોશપણામાં આવી જવાથી ગમે તે પ્રકારમાં બોલો તો તેને માટે અમારા એક રૂંવાડે પણ ખેદ થનાર નથી. ખેદ માત્ર એ જ રહ્યા કરે છે કે જે સ્થાને જવાથી બંઘનથી મુક્ત થવાય છે તે જ સ્થાને બંધન થાય તો પછી બીજા કયે સ્થાને વિશ્રાંતિ લઈ શકાશે? આ પ્રમાણે જણાવ્યા બાદ તે લોકોએ મુહપત્તી સંબંઘમાં સાહેબજી પ્રત્યે પ્રથમ જણાવી ગયા છીએ તે પ્રમાણેના ઉદ્ગારો કર્યા હતા. તેનું સમાઘાન કરવાર્થે સાહેબજીએ ઉપદેશ કર્યો હતો તે હાલમાં મને સંપૂર્ણપણે સ્મૃતિમાં રહેલ નથી જેથી અત્રે જણાવી શકતો નથી. પરંતુ મુખ્યત્વે આગ્રહદુરાગ્રહનો છેદન કરવા સંબંધી ઉપદેશ ચાલતો હતો, જેથી ત્યાં બેઠેલાઓ ઘણો જ આશ્ચર્ય પામી ગયા હતા અને કેટલાક લોકો ઘન્યવાદના ઉદ્ગારો કરતા હતા કે અહો સાહેબજી! આપને ઘન્ય છે. આપે અમારા મનના મનોગત ભાવ જાણી અમારા ઘારેલા પ્રશ્નોનું સમાધાન કર્યું. આપને ઘન્ય છે. એ પ્રમાણેના ઉદ્ગારો કરતા હતા. આ પ્રમાણેના થતાં ઉદ્ગારો સાંભળી સહન નહીં થઈ શકવાથી તે લોકો ત્યાંથી સહજ સહજ પાછા ખસતા ગયા અને થોડે દૂર ગયા બાદ એકદમ ઊભા થઈ ચાલ્યા ગયા હતા. પછી કેટલાક વખત સુધી ઉપદેશ ચાલ્યો હતો. પછી ઉપદેશ દેતાં મૌન થયા હતા. ત્યારબાદ સાહેબજી ત્યાંથી પઘારી ગયા હતા અને સર્વ લોકો પોતપોતાના મુકામે ચાલતા થયા હતા. અમો ત્રણે પણ તેઓની સાથે ચાલતા થયા હતા.
ભગવાને અવતાર ઘારણ કર્યા પણ લોકો ઓળખી શકતા નથી ઘેર આવતાં રસ્તામાં ચાલતાં મેં સબુરભાઈને તથા અમારા બૈરાઓ (પત્ની)ને પૂછ્યું કે કેમ? કેવો આનંદ વરતાય છે? ત્યારે સબુરભાઈએ જણાવ્યું કે આ આનંદની તો શી વાત કરવી? ઘીનો સ્વાદ કેવો હોય છે એમ કોઈ પૂછે તો આપણે કેવા પ્રકારનો કહી શકીએ? તેને માટે તો પ્રકાર બતાવી શકાતો જ નથી. પરંતુ એમ જ કહી શકાય કે તેનો સ્વાદ તે વાપરવાથી અનુભવ થઈ શકે. વાણી દ્વારા એ તેનો પ્રકાર બતાવી શકાતો નથી; તેમ આ પુરુષની વાણી સાંભળી ઘણો જ આનંદ અનુભવાય છે. પરંતુ તે આનંદનો પ્રકાર વાણી દ્વારાએ અકથ્ય છે. વગેરે ઉત્સાહ જણાવતા હતા. ત્યારબાદ બૈરાઓએ જણાવ્યું કે આ કળિયુગમાં લોકોનું કલ્યાણ કરવા માટે ભગવાને અવતાર ઘારણ કર્યો છે પણ લોકો ભગવાનને ઓળખી શકતા નથી. જેને ઓળખાણ થશે તેને વૈકુંઠે લઈ જશે. જુઓ પેલા લોકો ભગવાનની પાસે આવ્યા, પણ ઓળખાણ થઈ નહીં, ઉલટા નિંદા કરીને ભારે કર્મી થઈને ચાલ્યા ગયા. એ તો જેઓને વૈકુંઠે