________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૧૮
સ્વરે માંહોમાંહે વાત કરતા હતા કે લોકો આપણને વાત કરતા હતા કે કવિરાજ (સાહેબજી) ઘણા જ ચમત્કારિક પુરુષ છે અને અભુત જ્ઞાનશક્તિ ઘરાવે છે, તેવું સાંભળવાથી
આપણે અહીં આવ્યા તો આ ચમત્કારો નજરોનજર જોવામાં આવ્યા–વગેરે આ સંબંધી વાતો કરતા હતા તે હું લક્ષ દઈ સાંભળતો હતો જેથી અત્રે જણાવેલ છે.
વક્રભાવે વાદવિવાદ કરવાવાળાનું વર્તન વળી જેઓ વક્રભાવે વાદવિવાદ કરવાર્થે આવ્યા હતા તેઓના સંબંઘમાં બનેલા બનાવો મારી સ્મૃતિ પ્રમાણે નીચે વિદિત કરું છું –
સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતી હતી તેવા સમયને વિષે પાછળથી કેટલાંક ભાઈઓ આવ્યા હતા અને તેઓ એક પડખે બેઠા હતા. તેઓને કેટલેક દૂરથી આવતા દેખી સાહેબજીએ તેઓના તરફ નજર કરી. સાહેબજીએ હાથમાં ઘારણ કરી રાખેલ વસ્ત્ર, તે જમીન પર મૂકી દીધું અને ઉપદેશધ્વનિ ચાલુ જ હતી.
ઉપર જણાવ્યા પ્રમાણે સાહેબજીએ તે વસ્ત્ર જમીન પર મૂકી દીધેલ હોવાથી તેઓ માંહોમાંહે કહેવા લાગ્યા કે આપણે કહેવાનું છે તે કહોને. ત્યારે તે કહે કે તમે કહો, અમે બઘાયે તમારી પાસે જ બેઠેલા છીએ, અને ગભરાઓ છો શું કામ? તમે સહજ બોલો એટલે અમો તે વાતને ઉપાડી લઈશું. ત્યારે તે ભાઈએ વળી બીજાને કીધું કે મને તો નહીં ફાવી શકે, માટે તમે બોલો. તમે તો શાસ્ત્રના જાણકાર છો માટે તમે બોલો. તમે હમેશાં આપણા મહારાજ પાસે શાસ્ત્રની વાતો કરો છો અને અહીં બોલવામાં ગભરાઈ જાઓ છો? રસ્તામાં તો છાતી ઠોકીને બઘા બોલતા હતા કે આમ કહીશું ને આમ પૂછીશું અને અહીં તો બોલતા જ નથી એમ જણાવ્યું. ત્યારે વળી તે ભાઈએ બીજાને કીધું કે બોલોને, શું બેસી રહ્યા છો? આ પ્રમાણે માંહોમાંહે ઉતાવળા સ્વરે બોલતા હતા ત્યારે તે માંહેના એક ભાઈ બોલ્યા કે હું બોલું છું, મારા બોલ્યા પછી તમો બઘાએ બોલી ઊઠજો અને મારી વાતને ટેકો મળે તેમ બોલજો. ત્યારે તે ભાઈને તે લોકોએ કીધું કે તેમાં અમો પાછા નહીં પડીએ, માટે તમારે ગભરાવવું નહીં. ત્યારપછી ગટોરભાઈ સાહેબજી પ્રત્યે આક્રોશવચનથી ઉતાવળા સ્વરે બોલ્યા કે શાસ્ત્રમાં મુહપત્તી રાખવાનું કીધું છે તે શું ખોટું કીધું છે? ઉઘાડા મોંઢે બોલવાથી વાયુકાયના જીવો હણાય એવું ભગવાને ભાખ્યું છે તે શું ખોટું છે? તમે ભગવાન કરતાં બહુ મોટા થઈ ગયા? વગેરે આક્રોશ શબ્દોમાં બોલતા હતા. અને જેઓ બોલતા હતા તેની વચમાં બીજા તેઓની સાથેના ભાઈઓ પણ બોલતા હતા કે હા, ખરી વાત છે. ભગવાને ઉઘાડે મોંઢે બોલવાનું ના કીધું છે, લાવો ફલાણા શાસ્ત્રમાં બતાવું, ફલાણા શાસ્ત્રમાં બતાવું એમ બઘાયે આક્રોશ વચનથી બોલતા હતા.
જે ભાઈ સાહેબજી પ્રત્યે બોલતા હતા તે ભાઈ આડું મોઢું રાખીને બોલતા હતા અને બન્ને હાથ લંબાવી લંબાવીને બોલતા હતા અને બોલતી વખતે હાથ, પગ અને મોટું થ્રજ્યા કરતું હતું.
તેઓ બોલતા હતા તે વખતે સાહેબજીએ સહજ ભાઈશ્રી અંબાલાલભાઈ તરફ દ્રષ્ટિ કરી જણાવ્યું કે જુઓ, આ અનંતાનુબંધી ધ્રુજે છે–એમ ઘીમા સ્વરે જણાવ્યું હતું.
જે કાંઈ પૂછવું તે ઘીરજથી પૂછવું જોઈએ તેઓ જ્યારે બોલતા બંઘ થયા ત્યાર પછી સાહેબજીએ તેઓને જણાવ્યું કે કેમ, હવે કાંઈ પૂછવાનું