________________
૨૧૭
શ્રીમદ્દ અને ગાંડાભાઈ ભાઈજીભાઈ દોષ લાગે ખરો? ત્યારે સાહેબજીએ જણાવ્યું કે યથાવસરે તમોને સમજાશે. પછી તે સાહેબજી જ્યારે ઉપદેશ દેતાં મૌન થયા ત્યારે હું ઊભો થયો અને બે હસ્ત જોડી ) સાહેબજી પ્રત્યે વિનંતિપૂર્વક જણાવ્યું કે સાહેબજી નીચે પઘારશો? ત્યારે સાહેબજી તુરત જ ઊભા થયા અને નીચે પઘાર્યા. વડના વૃક્ષ નીચે જ્યાં બઘા ભાઈઓ-બહેનો બેઠા હતા ત્યાં પઘાર્યા અને મુનિશ્રી ખંભાત તરફ પધાર્યા.
જુદા જુદા આશયવાળા લોકોનું આગમન આ સમયે ખંભાતના ઘણા જ ભાઈઓ બહેનો આવેલા હતા. કેટલાંક સાહેબજીના દર્શનનો લાભ મેળવવા અને ઉપદેશ શ્રવણ કરવાર્થે જ આવ્યા હતા. વળી કેટલાંક સરળભાવે પ્રશ્નોના સમાધાન કરાવવા અર્થે પૂછવાનું ઘારીને આવ્યા હતા. વળી કેટલાક એવા વિચારથી જ આવ્યા હતા કે લોકો વાતો કરે છે ત્યારે તે કેવા હશે તે તો જોઈએ. તેવા વિચારોથી કૌતુક જોવાર્થે આવ્યા હતા. વળી કેટલાક વક્રભાવે વાદવિવાદ કરવાર્થે આવ્યા હતા. આ પ્રમાણેના જુદા જુદા વિચારો ઘારીને અત્રે આવ્યા હતા.
કુલાગ્રહ-દુરાગ્રહનો ત્યાગ કરવાનો ઉપદેશ આ સમયે સાહેબજીના મુખારવિંદ માંહેથી કલાગ્રહ–દુરાગ્રહનો ત્યાગ કરવા સંબંધીનો ઉપદેશ ચાલતો હતો અને દાખલા દ્રષ્ટાંતોથી વિસ્તારપૂર્વક વર્ણન કરતા હતા.
જેઓ સાહેબજીના દર્શનાર્થે અને ઉપદેશ શ્રવણ કરવાની ઇચ્છાએ આવ્યા હતા તેઓ તો એકાગ્ર ચિત્તે શ્રવણ કરતાં ઘણો જ આનંદ પામતા હતા. એમ તેમની મુખાકૃતિ ઉપરથી અને કેટલાકોના મુખથી ઉત્સાહપૂર્વકના ઉદ્ગારો સાંભળવા પરથી જણાતું હતું.
સાહેબજી જ્યારે ઉપદેશ દેતા હતા તે દરમ્યાનમાં સાહેબજીને જેઓ પ્રશ્નો પૂછવા ઘારીને આવેલા હતા તેઓના સામું દ્રષ્ટિ ફેરવી દરેકને જણાવતા હતા કે તમારે હવે કાંઈપણ પૂછવા ઇચ્છા છે? હોય તો જણાવો. એમ દરેકના સામી દ્રષ્ટિ કરીને જણાવ્યું હતું, ત્યારે તેઓ જવાબમાં ફક્ત એમ જણાવતા હતા કે અમુક વિષયથી અમારા પ્રશ્નોનું સમાઘાન થઈ ગયું છે.
પ્રશ્નોનું વગર પૂછ્યું સમાધાન વળી જેઓ સરળભાવે પ્રશ્નોનું સમાઘાન કરવા અર્થે આવ્યા હતા તેઓના ઘારેલા પ્રશ્નોનું સમાધાન તેઓના વગર કીધે, વગર જણાવ્યું સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતી હતી તે માંહે થઈ જવાથી તેઓ ઘણું જ આશ્ચર્ય પામી સાહેબજી પ્રત્યે ઘન્યવાદના ઉદ્ગારો કરતાં હતા. જ્યારે સઘળા લોકો પોતાના ઘર તરફ જતા હતા ત્યારે અમો પણ ઘર તરફ જતા હતા. ત્યારે રસ્તામાં ચાલતા ત્રણ ભાઈઓ માંહોમાંહે વાત કરતા હતા કે મેં અમુક અમુક પ્રશ્નો પૂછવા ધાર્યા હતા તે અમુક અમુક વિષયોથી અમારું સમાઘાન થઈ ગયું. એમ ઉત્સાહપૂર્વક ઘન્યવાદના ઉદ્ગારો કરતા હતા અને ઘણું જ આશ્ચર્ય પામતા હતા. અમો સહજ સ્વભાવે તેઓની પૂંઠે ચાલતા હતા, જેથી સાંભળવામાં આવ્યું હતું તેથી અત્રે જણાવ્યું છે.
અભુત જ્ઞાનશક્તિના ચમત્કારો નજરોનજર જોયા વળી જેઓ કૌતુક જોવાર્થે આવ્યા હતા તેઓ ઉપદેશધ્વનિ સાંભળી તેમજ પ્રશ્નોનું સમાઘાન વગર જણાવ્યું થતાં સાંભળી આશ્ચર્ય પામી સ્તબ્ધ બની ગયા અને ત્યાં બેઠા બેઠા તેઓ માંહેના કેટલાક ઘીમા