________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૧૬ અનુસરીશું. પછી સાહેબજીએ ત્યાગ-વૈરાગ્ય સંબંધી ઘણો જ બોઘ કર્યો હતો. છેવટમાં આ અમોને પરમકૃપાળુદેવે ભલામણ કરી કે તમો “હમેશાં અંબાલાલભાઈ તથા ત્રિભોવનભાઈ
આદિ મુમુક્ષભાઈઓના સમાગમમાં જજો.” અમોએ જણાવ્યું કે હાજી, તેમ વર્તીશું. મને સ્મૃતિમાં આવે છે કે તે સમયે પર્યુષણ પર્વ હતા. ત્યાર પછી બીજે દિવસે પરમકૃપાળુદેવ રાળજથી શુભસ્થળ શ્રી વડવા મુકામે પઘાર્યા હતા.
ભાવ ત્યાં ભગવાન હાજર છે હું જ્યારે રાળજથી પાછો અમારા મુકામે આવ્યો ત્યારે અમારા બૈરાઓએ અમોને પૂછ્યું કે તમોએ ત્યાં ઘર્મ સંબંઘી શું સાંભળ્યું? તે તો જણાવો. ત્યારે મેં ઉપર જણાવ્યા પ્રમાણે સઘળી સ્મૃતિમાં રહેલા હકીકત કહી સંભળાવી હતી. તે પરથી તેઓ ઘણા જ ઉત્સાહથી બોલ્યા કે મારે પણ સાહેબજીનાં દર્શન કરવા આવવું છે. ત્યારે મેં જણાવ્યું કે તમારાથી શી રીતે આવી શકાશે? હા તો તમારાથી ઘરમાં જ ફરી શકાય તેટલી પણ શક્તિ નથી. અને હજુ પથારીવશ રહો છો, તો પછી ત્યાં સુઘી શી રીતે આવી શકાય? વળી આવતી કાલે ગાડીનો જોગ આવી શકે તેમ નથી, માટે તમો ત્યાં આવવાનો વિચાર માંડી વાળો અને અત્રે બેઠાં ભાવનાઓ ભાવજો. ત્યારે તેઓએ જણાવ્યું કે હું ત્યાં આવીશ, ગાડીમાં બેસવાની જરૂર નથી. ઘીમે ઘીમે ચાલીને સાહેબજીનું સ્મરણ કરતાં કરતાં પહોંચી શકાશે. માટે હું તો આવીશ જ. આવો જોગ ફરીને ક્યાંથી આવી શકે? માટે આ વખતે તો હું ચૂકવાની નથી. સાહેબજીના પ્રતાપે કરી કાંઈ પણ અડચણ નહીં આવે. આ પ્રમાણે ઉત્સાહપૂર્વક આવવાનું જણાવ્યાથી મેં જણાવ્યું કે ભલે આવજો. ત્યારપછી અમો બન્ને તથા સબુરભાઈ બીજે દિવસે સવારે ચાલીને વડવા મુકામે ગયા હતા. રસ્તે ચાલતાં કોઈ કોઈ સ્થાને વિશ્રાંતિ લેવા માટે બૈરાંઓને બેસવા માટે જણાવતો હતો ત્યારે તેઓ જણાવતા કે મને થાક લાગ્યો નથી, માટે બેસવાની જરૂર નથી. કોઈ પણ સ્થાને વિશ્રાંતિ લીઘા વિના શ્રી વડવા મુકામે પહોંચ્યા હતા.
આ બનાવથી મને ઘણું જ આશ્ચર્ય લાગ્યું કે આ શું? તદ્દન આખર સ્થિતિની માંદગી હજુ તો ફક્ત ગઈ કાલથી જ સહજ સાજ સુઘરતી આવેલ છે અને વળી શરીર તો હજુ સાવ સુકાઈ ગયેલ છે, પથારીમાંથી ઊભા થવાની તો શક્તિ રહેલ નથી. આ પ્રકારની સ્થિતિ છતાં અહીં સુધી ચાલીને આવી શકાયું તેવી પ્રબળ શક્તિ ક્યાંથી ઉત્પન્ન થઈ હશે? આ પ્રમાણેના વિચારો થવા લાગ્યા અને ઘણું જ આશ્ચર્ય થયું હતું.
પરમકૃપાળુદેવનો મુનિઓને ઘણો જ ઉપદેશ અમો જ્યારે શ્રી વડવા મુકામે આવ્યા તે સમયે આશરે દશ વાગતાનો સુમાર હતો. તે સમયે વડની છાયા નીચે તમામ ભાઈઓ હારબંધ ગોઠવાઈને બેઠા હતા. એક બાજુએ બહેનો બેઠેલા હતા. પરમકૃપાળુદેવ બંગલીમાં બિરાજેલા હતા. ત્યાં હું તથા સબુરભાઈ સાહેબજીના દર્શનાર્થે ઉપર જવા માટે ભાઈશ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે ઉપર જવાની આજ્ઞા મેળવી આપો. ત્યારે ભાઈશ્રી અંબાલાલભાઈ સાહેબજી પાસે ગયા અને આજ્ઞા મેળવી આવ્યા. જેથી અમો બન્ને ઉપર ગયા અને સાહેબજીનાં દર્શન કર્યા. ત્યાં મુનિશ્રી દેવકરણજી સ્વામી તથા મુનિ શ્રી લલ્લુજી સ્વામી તથા મુનિશ્રી મોહનલાલજી એમ ત્રણ મુનિશ્રી હતા. તેઓના દર્શન કરી બેઠા. ત્યાં ઘણો જ ઉપદેશ ચાલતો હતો. ત્યાં શા.છોટાલાલ વર્ધમાનદાસ બેઠા હતા. તેઓએ સાહેબજી પ્રત્યે જણાવ્યું કે હું હમેશાં દેરાસરે પૂજા કરી પુષ્પ ચડાવું છું, તો પુષ્પ ચડાવાથી