________________
શ્રીમદ્ અને ગાંડાભાઈ ભાઈજીભાઈ
સંવત્ ૧૯૫૨ની સાલમાં પરમકૃપાળુદેવ શ્રી ખંભાતથી આશરે ત્રણ ગાઉ દૂર ગામ ૨ાળજ છે ત્યાં પધાર્યા. તેના સમાચાર મને માણેકલાલે કહ્યા. જેથી ત્યાં જવાની મારી તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થઈ. સવારે વેળાસર રાળજ જવું, આ પ્રમાણે દૃઢ નિશ્ચય કરી હું સબુરભાઈ પાસે ગયો.
૨૧૫
સાહેબજીના અદ્ભુત ચમત્કારો
પ્રથમ જ્યારે માણેકલાલે પરમકૃપાળુદેવ સંબંધી અદ્ભુત વર્ણન કરેલું તે હકીકત મેં સબુરભાઈને જણાવી હતી. તે સાંભળતાં તેમને સાહેબજીના દર્શન કરવાની તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી અને મને જણાવ્યું કે હવે જો કદાચિત્ ફરીથી આ તરફ સાહેબજીનું આગમન થાય તો જરૂર ખબર આપજો. તેથી હું ખબર આપવા ગયો હતો. ત્યાં જઈને મેં સબુરભાઈને જણાવ્યું કે સાહેબજી રાળજ મુકામે પધાર્યા છે, હું આવતી કાલે સવારમાં પહેલા પ્રહરે જવાનો છું. ત્યારે તેમણે જણાવ્યું કે હું તો તૈયાર જ છું. રસ્તામાં જતાં ગાંઘી દલસુખભાઈ ડાહ્યાભાઈ મળ્યા હતા. તેઓને મેં સાહેબજીનું આગમન થયા સંબંધી તથા સાહેબજીના અદ્ભુત ચમત્કારો વિષે વર્ણન કરતાં તેઓએ પણ મારી સાથે આવવાની ઇચ્છા જણાવી. અમો ત્રણે જણા રાળજ મુકામે આશરે નવ વાગતાં પહોંચ્યા.
છત્રપલંગ પર શયન છતાં ગાથાઓની ધૂનમાં મગ્ન
સાહેબજીનો ઉતારો ઈનામદાર બાપુજી ખરસેદજી શેઠના બંગલામાં હતો. અમો જે વખતે પહોંચ્યા હતા તે સમયે સાહેબજી ઉપર મેડા પર વચલા હૉલમાં છત્ર પલંગ પર શયન થયા હતા. અને ગાથાઓની ધૂનમાં વારંવાર ઉદ્ગારો થતા હતા. ભાઈશ્રી અંબાલાલભાઈ પાસે અમોએ સાહેબજીના દર્શનાર્થે મેડા પર જવાની આજ્ઞા મંગાવી ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ‘‘ભલે આવવા દ્યો.’’ તેથી અમો સાહેબજી પાસે ગયા અને નમસ્કાર કરી સાહેબજી સમીપે બેઠા.
સાહેબજીના છત્ર પલંગ પાસે જમીન પર એક શેત્રંજી બિછાવેલ હતી તે પર અમો બન્નેને બેસવા સાહેબજીએ જણાવ્યું જેથી અમો એ શેત્રંજી પર સાહેબજીના સન્મુખે બેઠા અને સાહેબજી પલંગ પરથી ઊભા થયા અને શેત્રંજી પર બિરાજમાન થયા.
જિંદગીપર્યંત રાત્રિભોજનનો ત્યાગ
ત્યાર પછી વાતચીતના પ્રસંગે અમોને સાહેબજીએ જણાવ્યું કે ‘તમો શું ધર્મ પાળો છો?’’ ત્યારે મેં સાહેબજીને જણાવ્યું કે અમારે ત્યાં શ્રી રણછોડજીની મૂર્તિ છે તે સ્થાનકે હમેશાં સવારમાં નાહીને સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરું છું અને પછી પાંચ માળા ગણું છું. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “તમો રાત્રિભોજન કરો છો?’’ મેં કીધું કે હાજી. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ‘તમો હંમેશને માટે રાત્રિભોજનનો ત્યાગ કરી શકતા હો તો તે શ્રેયસ્કર છે, તથાપિ તેમ હંમેશને માટે વર્તવા અશક્ત હો તો છેવટમાં અમે જણાવીએ છીએ કે દર સાલના ચોમાસામાં ચાર માસ પર્યંત તે ક્રમને અનુસરીને વર્તીશું. તે ક્રમ અનુસાર પરમકૃપાળુદેવની કૃપા વડે આજ દિન પર્યંત રાત્રિભોજન કરશો નહીં.’’ ત્યારે અમો બન્ને જણા સાહેબજી સન્મુખ બે હસ્તવડે અંજલિ જોડી સાહેબજી પ્રત્યે બોલ્યા કે આપશ્રીની કૃપાવડે અમો આજ દિનથી રાત્રિભોજનનો ત્યાગ કરી જિંદગી પર્યંત તે ક્રમને અનુસરીને વર્તીશું. તે ક્રમ અનુસાર પરમકૃપાળુદેવની કૃપાવડે આજ દિન પર્યંત અખંડિતપણે વર્તી શક્યા છીએ. અને હવે પછીથી પણ જિંદગીપર્યંત તે નિયમને