________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૧૪
ભાઈજીભાઈ પટેલ આવેલા તે પ્રસંગે જે કાંઈ શ્રવણ કરેલું અથવા મનન કરેલું યા જે કાંઈ જોવામાં જાણવામાં આવેલ તે હાલમાં તેઓશ્રીએ પોતાની સ્મૃતિમાં રહેલ તે મુજબ
અત્રે ઉતારો કરાવેલ છે. પરમકૃપાળુ દેવની આજ્ઞાથી શ્રી સુબોઘક પુસ્તકાલયની સ્થાપના શ્રી સ્તંભતીર્થ માંહે શ્રી સુબોઘક પુસ્તકાલય સ્થાપિત કરવામાં પરમકૃપાળુદેવે પૂજ્ય ભાઈશ્રી ગાંડાભાઈ ભાઈજીભાઈના મુબારક હસ્તે સ્થાપિત કરવા માટે પૂજ્ય ભાઈ શ્રી અંબાલાલભાઈને ભલામણ કરેલ અને તે ભલામણ પ્રત્યે તેઓશ્રીના પવિત્ર હસ્તોવડે સ્થાપનાક્રિયા થયેલ છે. સ્થાપન કરવામાં આવેલ તે સમયે સમ્યત્વરૂપી બીજ રોપાયેલ, તેનું સિંચન કરવાથું પરમકૃપાળુદેવ શ્રીમાન રાજચંદ્રદેવના મુખારવિંદ માંહેથી ઝરતાં ઝરણોને ઘારણ કરી રાખેલ તેને આઘારે સિંચન થતાં હાલમાં એક મોટા વૃક્ષરૂપે ઉત્પન્ન થઈ સાંસારિક તાપથી થાક પામેલા પુરુષોને વિશ્રાંતિનું સ્થાન બનેલ છે. જે થવામાં મૂળ
સ્થાપિત પૂજ્ય ભાઈશ્રી ગાંડાભાઈ ભાઈજીભાઈનો મહતું ઉપકાર થયેલ છે. તે ઉપકારનું સ્મરણ કરી હવે તેઓશ્રીને પરમકૃપાળુદેવના પ્રત્યક્ષપણામાં સમાગમ થયેલ તે સંબંધી ટૂંકમાં ઉતારો કરાવેલ વૃત્તાંત અત્રે જણાવું છું.
મંગલાચરણ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત; પરમપુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમશાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
મહાજ્ઞાની મહાત્મા પુરષા ભાઈશ્રી ગાંડાભાઈ જણાવે છે કે સંવત્ ૧૯૪૭ના કારતક માસમાં પરમકૃપાળુદેવ શ્રી ખંભાત મુકામે ભાઈશ્રી છોટાલાલ માણેકચંદના મકાને પધાર્યા હતા. એક દિવસ બજારમાં ભાઈશ્રી મગનલાલ હેમચંદના મુનિમ માણેકલાલ મને મળ્યા. તેમણે વાતચીતના પ્રસંગે જણાવ્યું કે અત્રે ભાઈશ્રી છોટાલાલ માણેકચંદના મકાને એક મહાત્મા પુરુષ પઘારેલા છે, તેઓશ્રી મહાજ્ઞાની પુરુષ છે. લોકો કોઈપણ પ્રકારનો સંદેહ સમાઘાન કરવા અર્થે મનમાં ઘારીને ત્યાં જાય છે, તે પ્રશ્નોનાં ખુલાસા તેઓના વગર કીધે, વગર પૂછ્યું તે જ્ઞાની પુરુષ દરેકના મનોગત ભાવ જાણી કહી સંભળાવે છે. જેથી લોકો ઘણું જ આશ્ચર્ય પામે છે. તમારી ઇચ્છા હોય તો તે મહાત્મા પુરુષના દર્શન કરવાર્થે આપણે બન્ને જઈએ. ત્યારે મેં ઘણા જ ઉત્સાહથી જણાવ્યું કે ચાલો ત્યારે હમણાં જ જઈએ. એમ કહી અમો બન્ને ભાઈશ્રી છોટાભાઈના મકાન પાસે આવી પહોંચ્યા. પણ પરમકૃપાળુદેવ તો નાગેશ્વર પઘાર્યા છે અને આવતી કાલે બીજા ક્ષેત્રે પથારવાના છે એમ જાણવા મળ્યું. તેથી અમો બન્ને ત્યાંથી પાછા વળ્યા. રસ્તામાં ચાલતાં મેં માણેકલાલને કીધું કે હવે ફરીથી તે મહાત્મા પુરુષ આ તરફ પઘારે ત્યારે જરૂર મને ખબર આપજો. એમ વાતચીત કરી અમો બન્ને પોતપોતાના ઘરે ગયા.