SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને ગાંડાભાઈ ભાઈજીભાઈ (અર્થ :—પ્રભુ પ્રત્યે મન વચન કાયાના યોગની ધૂન જાગી છે. તે વરસાદના બુંદથી પણ બમણી વરસે છે. તે લાકડા નિકટ એટલે પાસે ન હોય તો, તાપ લાગે નહીં. પણ સંન્યાસી તો દૂરથી જ દાઝે છે, કેમકે એણે તો પ્રભુ પ્રત્યેના પ્રેમનો પ્યાલો પીઘો છે; માટે પ્રભુના વિરહમાં દાઝ્યા કરે છે. તેને સંસારની માયા લાગી નથી.) આ પદ વારંવાર ઘોર શબ્દે પરમકૃપાળુદેવ બોલતા હતા. તે વખતે મારી ઉંમર તેર વર્ષની હતી તેથી બીજી કાંઈ મને સમજણ પડતી નહોતી. તેમની વાણી સાંભળવામાં અને મુખમુદ્રા જોવામાં અત્યંત પ્રીતિ હતી. રાતના પરમકૃપાળુદેવ ઓરડીમાં પલંગ પર સૂતા, ત્યારે હું તેમની ભક્તિ કરવા જતો. પલંગ પર પરમકૃપાળુદેવના પગ-માથું વગેરે દાબતો હતો. પરમકૃપાળુદેવ મને વારંવાર નીચે પ્રમાણે પૂછતા હતા. કેમ સાહેબ, મોક્ષ જોઈએ છે? ૨૧૩ સાહેબજી—કેમ સાહેબ, મોક્ષ જોઈએ છે? લખનાર—હા. એમ વારંવાર પરમકૃપાળુદેવ મને પૂછતા હતા. ત્યાં બીજો બોઘ ઘણો થતો, પણ મારી સ્મરણશક્તિ તે વખતે બિલકુલ નહીં હોવાથી હું બીજું કાંઈ સમજ્યો નહીં. ભાઈ અંબાલાલભાઈ મને રસોડાનું કામ બતાવતા હતા. તે સીધું સામાન વગેરે આપવા કરવામાં હું વધુ રોકાતો હતો અને નવરો પડું ત્યારે પરમકૃપાળુદેવના સામે ભાગે બેસતો હતો. પરમકૃપાળુ શ્રી સોભાગભાઈ સાહેબની મારા ઉપર તે વખતે બહુ જ કૃપા થઈ હતી. તે વારંવાર મને બોલાવતા હતા અને પરમકૃપાળુદેવ બહાર ફરવા જતા ત્યારે હું સાથે ફરવા જતો. પૂર્વ સંસ્કારથી પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ હું રાળજથી ખંભાત આવતો ત્યારે મારા કુટુંબી મને જવાને ના પાડતા અને કહેતા કે ગામડે (રાળજ) શું કામ છે? પર્યુષણ પર્વમાં ખાવા-પીવાનું મૂકીને ત્યાં શું કામ છે? એમ કહેતા હતા. પણ મને ત્યાં સિવાય બીજે પ્રીતિ થતી નહોતી. તેથી ખંભાત આપું તો તરત રાળજ ચાલ્યો જતો હતો. સ્વાભાવિક ખાવા-પીવામાં તથા જોવા-પહેરવામાં મને પ્રીતિ જરાપણ થતી નહોતી, અને એમના દર્શન થયા ત્યારથી પરમકૃપાળુદેવનું સ્વાભાવિક કોઈના વગર બતાવ્યું સ્મરણ ઊગ્યું હતું. તેથી આખો દિવસ અને રાતના મને તેમનું સ્મરણ થતું. તેથી બીજા પદાર્થો ઉપરથી મને પ્રીતિ ઊઠી ગઈ હતી, અને બહુ જ આનંદ થતો હતો અને સત્પુરુષ ઉપર બહુ પ્રેમ વધતો જતો હતો. કેટલાંક ઠુંઢિયાના શ્રાવકો કહેતા કે તું ત્યાં (પરમકૃપાળુદેવ પાસે) ના જઈશ, પણ મને તેમના પ્રત્યે બહુ પ્રેમ હોવાથી તેમને કહેતો કે હું તો જવાનો. એ તો સત્પુરુષ છે એમ કહેતો. તે લોકો બહુ નિંદા કરતા હતા. આ વખતે મારી સમજણશક્તિ બિલકુલ નહોતી, નહીં તો મને અપૂર્વ લાભ થાત, કારણ કે તે વખતે મને સ્મરણ અહર્નિશ રહ્યા કરતું હતું. જેથી બીજે ક્યાંય મને ગમતું નહોતું. અને તેથી આ સત્પુરુષ છે એમ વધારે અનુભવ થયો હતો. શ્રી ગાંડાભાઈ ભાઈજીભાઈ ખંભાત પરમકૃપાળુદેવ શ્રીમાન રાજચંદ્રદેવના સમાગમમાં શ્રી સ્તંભતીર્થ નિવાસી પૂજ્ય ભાઈશ્રી ગાંડાભાઈ
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy