________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૧૨
સાહેબજી–ના, અમે ત્યાં આવ્યા નહોતા. અને ત્યાં જોયો નથી.
લખનાર–ત્યારે હું સંવત્ ૧૯૪૫ની સાલમાં ઘોલેરા પાસે “ભડિયાદ”જાનમાં
ગયો હતો ત્યાં જોયો હતો? સાહેબજી—ના, અમે ત્યાં જોયો નથી. લખનાર–ત્યારે સાહેબજી, ક્યાં જોયો છે? આ સિવાય હું બીજે ક્યાંય ગયો નથી અને આ ફેણાયની ભાગોળ પણ આજે જ દીઠી છે.
તારો જન્મ જેઠ સુદમાં છે સાહેબજી–અમે તને જોયો છે અને તારો જન્મ જેઠ સુદમાં છે. લખનાર–સાહેબજી, મને જન્મની ખબર નથી. સાહેબજી—તારી માને પૂછી જોજે. લખનાર–સારું સાહેબ, પૂછી જોઈશ.
આ પછી અમે બઘા જમીને ઊઠ્યા એટલે ગાડીઓ જોડાવી ખંભાત તરફ આવ્યા. ખંભાત આવી ઘેર જઈ મેં મારી માને પૂછ્યું કે મારો જન્મ કયા મહિનામાં છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે જેઠ મહિનાના અજવાળિયામાં છે. આ ઉપરથી નક્કી મને ખાતરી થઈ કે “એમને સન્મુરુષ કહે છે તે નક્કી છે.”
તેમની મુખમુદ્રા સામું જ હું તો જોયા કરતો ખંભાતમાં અંબાલાલભાઈને ત્યાં પરમકૃપાળુદેવ પઘાર્યા હતા. હું અંબાલાલભાઈને ઘેર જતો હતો. પણ મારી ઉંમર તે વખતે બારેક વર્ષની હતી તેથી તેઓ વાતચીત કરતા, તેમાં હું કાંઈ સમજતો નહીં. પણ સ્વાભાવિક તે પુરુષની મુખમુદ્રા અને શરીર જોવામાં મને વધુ પ્રીતિ આવતી હતી. તેથી જ્યારે જઉં ત્યારે તેમના સામું જોયા કરતો હતો. ૪-૫ દિવસ રહી પરમકૃપાળુદેવ મુંબઈ પઘાર્યા હતા.
રાળજ સત્પરુષ પઘાર્યા છે, આવવું છે? સંવત્ ૧૯૪૭ની સાલ શ્રાવણ વદ-૧ને સુંદરલાલે કહ્યું કે રાળજ સત્પરુષ પઘાર્યા છે, તારે આવવું છે? મેં કહ્યું–હા, મને જરૂર તેડી જજો. સવારના આઠેક વાગ્યે હું સુંદરલાલની જોડે રાળજ ગયો. ત્યાં પરમકૃપાળુદેવ બંગલામાં બેઠા હતા. ત્યાં જઈ નમસ્કાર કરી અમો બેઠા. સાથે સૌભાગ્યભાઈ સાહેબ પણ બેઠા હતા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ ભાગવત વાંચતા હતા અને શ્રી કૃષ્ણ ભગવાનની લીલાના પદો મુખેથી વારંવાર બોલતા હતા, તેમાં આ પદ વારંવાર કહેતા
“વળવળે વૈકુંઠનાથ ગોપી, મને મારશે મારી માત; મને જાવા દે આણી વાર ગોપી, તારી બહુ માનીશ ઉપકાર, ગોપી.” (અર્થ – વૃત્તિરૂપી ગોપી વિભાવરૂપ સંસારમાં રાચી રહે છે તેને શ્રી કૃષ્ણરૂપ આત્મા કહે છે કે મને તું સ્વભાવમાં જાવા દે, તારો ઉપકાર માનીશ. નહીં તો મને વારંવાર સંસારના દુઃખો ભોગવવા પડશે.)
ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાઘાર' વળી રાતના પરમકૃપાળુદેવ પણ નીચેનું પદ વાતમાં બોલતા હતા.
“જાગી હૈ જોગ કી ઘુની, બરસત બંદર્ભે દૂની, બીના લકરે નિકટસે, તાપના લાગે, સંન્યાસી દૂરસેં દાઝે, પ્યાલા પ્રેમકા પિયા, ઉનોને માય ના લિયા.”