________________
૨૧૧
શ્રીમદ્ અને નગીનભાઈ તારે આવવું છે? ત્યારે મેં કહ્યું કે ક્યાં જવાનું છે? ત્યારે તે બોલ્યા કે ફેણાય સુધી જવાનું છે છે. ત્યાં એક સપુરુષ પઘારવાના છે. તેમના સામા હું તથા ત્રિભોવન જવાના છીએ. ત્યારે મેં કહ્યું કે હું જરૂર આવીશ, મને જરૂર તેડી જજો. ત્યારે તેમણે કહ્યું કે જઈશ ત્યારે બોલાવીશ, તું ઘેર રહેજે. પછી બપોર પહેલાં ખંભાતથી નીકળી સુંદરલાલ તથા ત્રિભોવનદાસ તથા હું ત્રણ જણા એક ગાડીમાં ફેણાય તરત રવાના થયા. (આ સુંદરલાલ મારા પરમ ઉપકારી છે અને સપુરુષના પ્રથમ દર્શન અને પ્રથમ મેળાપ કરાવનાર હોવાથી મારા પર તેમનો અનિવાર્ય ઉપકાર થયો છે.)
સપુરુષ અને આપણામાં શું ફરક હશે? હવે ફેણાયને રસ્તે જતાં મનમાં એમ વિચાર આવ્યો કે સપુરુષ એટલે તે કેવા હોતા હશે? અને તેમને બીજાં માણસો કરતાં વઘારે શું હશે કે જેથી સત્પરુષ કહેવાતા હશે? અને તેમના શરીરની આકૃતિમાં આપણા શરીરની આકૃતિમાં શું ફેર હશે? અથવા માથે કાંઈ હોતું હશે? અથવા આંખોમાં કંઈ ફેરફાર હશે? વગેરે ઘણા વિકલ્પ થયેલા. એમ કરતાં અમો ફેણાય પહોંચ્યા. ત્યાં શા છોટાલાલ કપૂરચંદ કે જે અંબાલાલભાઈના ભાગમાં વેપાર કરે છે તેમણે અમને ફેણાવની ભાગોળે જોયા. એટલે તેમણે કહ્યું કે ક્યાં જાઓ છો? ત્યારે એકભાઈએ જવાબ આપ્યો કે અંબાલાલભાઈ સપુરુષ આવવાના છે તેમની સામા પેટલાદ ગયા છે. અને અમો સામા અહીં આવ્યા છીએ, તે થોડે સુધી સામા જઈશું. હવે તે આવવાનો વખત થયો છે. ત્યારે તેમણે કહ્યું કે અંબાલાલભાઈને અમો રોકીશું. અને તમો પણ અહીં રોકાઓ. જમ્યા પછી બઘાને જવાનું થશે. ઘણો આગ્રહ કરવાથી ત્યાં ગાડી છોડી અને ભાગોળે જે ગાડીનો રસ્તો હતો ત્યાં અમે બેઠા.
સાહેબજી બોલ્યા-કેમ નગીના થોડીવાર થઈ કે ત્યાં નજીક ગાડી આવતી દીઠી, એટલે અમો ઊઠી સામા ગયા. ગાડી લસણ ફેણાવની ભાગોળ કે જ્યાં બાવળના ઘણા જ ઝાડ છે ત્યાં ઊભી રાખી અને અંબાલાલભાઈ તથા પરમકૃપાળુદેવ તથા મણિલાલ (સૌભાગ્યભાઈના પુત્ર) ગાડીમાંથી ઊતરી એક બે ડગલાં ચાલતાં સાહેબજી બોલ્યા–કેમ નગીન? મેં કહ્યું-સારું. એમ કહી સાહેબજી માટે ત્યાં ઝાડ તળે બિસ્તર પાથરેલું હતું ત્યાં પધાર્યા. થોડો વખત ત્યાં બેસી પછી છોટાલાલનો ઘણો આગ્રહ હોવાથી તેમને ત્યાં જમવા પઘાર્યા.
અમે તને જોયો છે મને એકદમ ગાડીમાંથી ઊતરતાં નામ દઈને બોલાવવાથી હું ઘણો ઝંખવાણો અને આભો બની ગયો; અને મનમાં વિચાર કર્યા કરું કે એમણે મને નામ દઈ શાથી બોલાવ્યો? મનમાં ઘણા ઘણા વિચાર આવવા માંડ્યા. હવે ત્યાંથી જમવા ભાણા ઉપર બેઠા. ત્યાં મેં સાહેબજીને પૂછ્યું કે–સાહેબજી, તમે મને નામ દઈને શાથી બોલાવ્યો?
સાહેબજી–અમે તને જોયો છે.
લખનાર–સાહેબજી, તમે મને ક્યાં જોયો છે? હું તો કંઈ બહારગામ ઝાઝું જતો નથી. હું એક ફેરા સંવત્ ૧૯૪૨ની સાલમાં બરવાળા પાસે નાવડા ગામ છે ત્યાં જાનમાં ગયો હતો. ત્યાં આપ આવ્યા હતા? અને ત્યાં મને જોયો હતો?