________________
૨૧૦
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો દોઢ મહિનો રોકાયા હતા. મેં ત્યાં વેપાર કરેલો, તેને માટે મેં અવેજ દશ-બાર હજાર ઉપરાંત ખંભાતથી બીડ્યા હતા. આટલો બઘો અવેજ બીડવામાં આવેલો જેથી હું
મુંઝાયો હતો. તેથી મેં મારા ભાઈ નગીનદાસ પર એક પોસ્ટ કવરમાં બીડી ખાનગી પત્ર લખ્યો હતો. તેના સંબંઘમાં મારા ભાઈ નગીનદાસે અત્રે આવ્યા બાદ મને જણાવ્યું હતું કે ઉપર જણાવેલ તમારો પત્ર આવેલ, તે પત્ર મેં ફોડ્યો પણ નહોતો તે પહેલાં જ પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે એકદમ આટલો બધો અવેજ મંગાવેલો જેથી પોપટ મુંઝાયો છે. એકદમ આટલો બઘો અવેજ બીડવાનું શું કારણ હતું? હુંડી લખવાનું લખો એમ જણાવ્યું હતું.
સુબોઘક પુસ્તકાલયની તુરંત સ્થાપના કરશે પરમકૃપાળુદેવ મુંબઈમાં શિવમાં હતા. ત્યાં મને સમાગમ થયો હતો. તે સમાગમમાં શ્રી લીંબડીવાળા ભાઈશ્રી મનસુખભાઈ દેવશીભાઈ પરમકૃપાળુદેવની સેવામાં કાયમ હાજર હતા. તેમજ ડૉક્ટર પ્રાણજીવનદાસ પણ કાયમ હાજર રહેતા હતા. તેવા સમયમાં શરીર એટલું બધું સુકાઈ ગયેલ હતું કે શરીરનું વજન આશરે ૭૦ રતલ હશે. તે વખતે ખંભાત સુબોધક પુસ્તકાલય સ્થાપના કરવા માટે કેટલાંક પુસ્તકો ખરીદ કરી મારી સાથે મોકલ્યા હતા. મને વારંવાર જતી વખતે જણાવ્યું હતું કે ખંભાત જઈને તુરત જ ગમે તે મકાન ભાડે લઈ પુસ્તકશાળા સ્થાપન કરજો. ત્યાં ભાઈશ્રી દામજીભાઈ કેશવજી પણ હમેશાં પરમકૃપાળુદેવના સમાગમમાં પઘારતા હતા.
મોક્ષમાળા વાંચવા વિચારવાની આજ્ઞા. શ્રી વડવા મુકામે પરમકૃપાળુદેવની સ્થિરતા દશ બાર દિવસ થઈ હતી, તેટલો વખત હમેશાં દર્શનનો લાભ મેળવી શકતો હતો. શ્રી આણંદ મુકામે પાંચ-છ દિવસ દર્શનનો લાભ મળ્યો હતો. મુંબઈમાં ચાર પાંચ વખત દર્શનનો લાભ મળ્યો હતો. દરેક વખતે આઠ-દસ દિવસ રોકાતો હતો અને તેમને ત્યાં જ ઊતરતો હતો. શ્રી આનંદઘનજીત ચોવીશીમાંથી અમુક સ્તવનો મુખપાઠ કરવા આજ્ઞા થઈ હતી. શ્રી મોક્ષમાળા વાંચવા-વિચારવાની આજ્ઞા થઈ હતી. તે સિવાય પુસ્તકોના નામ લખાવેલ તે હાલમાં યાદ નથી.
હું જ્યારે મુંબઈથી ખંભાત આવ્યો ત્યારે પરમકૃપાળુદેવે એક પત્ર અંબાલાલભાઈ ઉપરનો લખી આપ્યો હતો. જેમાં શ્રી અંબાલાલભાઈને શ્રી સાયેલા મુકામે શ્રી સોભાગભાઈ પાસે જવાની આજ્ઞા ફિરમાવેલ હતી.
આ માર્ગ દશ હજાર જીવો પામશે એક વખત પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે આ માર્ગ દશ હજાર જીવો પામશે એવું રૂબરુમાં જણાવ્યું હતું. ઉપર પ્રમાણેનો ઉતારો પોતાની સ્મૃતિ પ્રમાણે કરાવેલ છે. સંવત્ ૧૯૬૯, ચૈત્ર વદ ૧૦.
શ્રી નગીનભાઈ ગુલાબચંદ
ખંભાત
એક સપુરુષ પઘારવાના છે સંવત્ ૧૯૪૬ના આસોવદ ૧૨ના દિવસે મને સુંદરલાલ માણેકચંદે કહ્યું કે આજે ગામ જવાનું છે,