________________
૨૦૯
શ્રીમદ્ અને પોપટભાઈ ગુલાબચંદ લાવ્યા હતા. તે પ્રશ્નોનો ઉતારો તેઓની પાઘડીમાં ખોસેલો હતો. તે વખતે તે ઘણીએ પ્રશ્નો પૂછ્યા નહોતા પણ પરમકૃપાળુદેવ બોઘ દેતા હતા તેમાં તેઓના ચૌદ પ્રશ્નોનો ખુલાસો કર્યો હતો, જેથી તેઓના મનનું સારી રીતે સમાઘાન થયું હતું. તેથી તે માણસ ઊભા થઈને પરમકૃપાળુદેવ પ્રત્યે હાથ જોડી બોલ્યા કે આપ પ્રભુ છો વગેરે ઘણી જ સ્તવના કરી હતી. ત્યારબાદ તેઓ બેઠા હતા, પણ તેઓના મનમાં એમ આવ્યું કે આ પુરુષ ગૃહસ્થાવાસમાં છે માટે નમસ્કાર કેમ થાય? એવું એમના મનમાં આવતાં જ પરમકૃપાળુદેવે તેઓને જણાવ્યું કે તમારા નમસ્કાર અમારે જોઈતા નથી. તેનો કાંઈપણ પૈસો ઊપજતો નથી, તેમ અમારે કાંઈ પુજાવું-મનાવું નથી. તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાખવાના છે વગેરે ઘણો બોઘ કર્યો હતો. તે પરથી તે માણસને એવો દ્રઢ વિચાર થયો કે આ પુરુષ મહાત્મા પુરુષ છે એ નિસંશય છે, કારણ કે મારા મનમાં ઊગેલા વિચારો પણ જણાવી દીઘા, તેમજ પ્રશ્નો પૂછવાની વાત પણ મારા મનમાં જ હતી તેનું પણ સમાઘાન કર્યું તે પરથી એવો દૃઢ વિશ્વાસ થયો કે આ પુરુષ અવધિજ્ઞાની પુરુષ છે એમ લાગ્યું હતું. આ મોતીભાઈએ શ્રી આત્મસિદ્ધિ છપાવવા રૂા.૩૦૦- અર્પણ કર્યા હતા.
આણંદ મુકામે શ્રી કાવિઠાવાળા ઝવેરભાઈ વગેરે તેઓના કુટુંબી સઘળાં પરમકૃપાળુદેવના દર્શન કરવા માટે પધાર્યા હતા. આણંદ મુકામે હું થોડો વખત રોકાઈ ખંભાત આવ્યો હતો.
કાવિઠામાં દર્શનાર્થે ઘણા ભાઈઓનું આગમન પરમકૃપાળુદેવ સં.૧૯૫૪ની સાલમાં શ્રી કાવિઠા મુકામે પઘાર્યા હતા. ત્યારે હું દર્શન કરવા માટે ગયો હતો. પરમકૃપાળુદેવ શ્રી કાવિઠામાં શેઠ ઝવેરભાઈના મકાનમાં ઊતર્યા હતા. ત્યાં ઘણા ભાઈઓ દર્શન અર્થે પઘાર્યા હતા. અમદાવાદવાળા ભાઈશ્રી પોપટલાલભાઈ મોહકમચંદભાઈ તથા ગોઘાવીવાળા ભાઈશ્રી વનમાળીદાસ વગેરે વગેરે સ્થાનોએથી ઘણા જ ભાઈઓ પઘારતા હતા. રાત્રિએ ઘણા ભાગે ભાઈશ્રી પોપટલાલભાઈ પાસે શ્રી આનંદઘનજી મહારાજનું બનાવેલું એક સ્તવન બોલાવરાવ્યું હતું. કાવિઠા ગામમાં સઘળે ઠેકાણે એવી વાત ચાલી રહી હતી કે કોઈ અદ્ભુત મહાત્મા પઘાર્યા છે.
વ્રત નિયમો અપાવવા મુનિશ્રી લલ્લુજી પાસે સઘળાઓને મોકલતા શ્રી કાવિઠામાં શ્રી પર્યુષણ પર્વ કરી શ્રી વસો મુકામે પઘાર્યા હતા. હું ખંભાત આવ્યો અને ત્યાંથી વસો મુકામે દર્શનાર્થે ગયો હતો. ત્યાં કોઈ એક ગૃહસ્થના બંગલામાં ઊતર્યા હતા. મુનિશ્રી લલ્લુજી
સ્વામીનું ચાતુર્માસ ત્યાં જ હતું. ત્યાં પરમકૃપાળુદેવના મુખથી અપૂર્વ બોઘ થયો હતો. જેનો લાભ ત્યાં હમેશાં હું લેતો. ત્યાં યોગાનુયોગ દરેકને વ્રત-નિયમો લેવા માટે પરમકૃપાળુદેવ આજ્ઞા કરતા હતા, અને વ્રતનિયમોના પચખાણ કરાવવા માટે મુનિશ્રી લલ્લુજી સ્વામી પાસે સઘળાઓને મોકલતા હતા. સાત વ્યસન સંબંધી ઘણો જ બોઘ કરતા હતા અને દરેકને તેનો ત્યાગ કરાવ્યો હતો. વસો મુકામે પંદર દિવસ પરમકૃપાળુદેવના સમાગમમાં હું રહ્યો હતો.
આટલો બધો અવેજ મોકલવાથી પોપટ મુંઝાયો છે સંવત્ ૧૯૫૬ની સાલમાં ભાઈશ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસની કંપનીમાં ચોખાનો વેપાર ચાલતો હતો. તે વખતમાં મારા ભાઈ નગીનદાસ પણ ત્યાં જ હતા. પરમકૃપાળુદેવના સમાગમમાં મહિનો