________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૦૮ તુચ્છ કિંમતનો લોટો તે રૂપ આત્મા થઈ ગયો પરમકૃપાળુદેવ મુંબઈમાં જ્યારે બોઘ દેતા હતા તે વખતે એક માણસનો પીત્તળનો
લોટો મારી પાસે રહી ગયેલ હોવાથી તે ઘણી મારી પાસે લેવા આવ્યો હતો. મારી પાસે આવી કાનમાં ઘીમા સ્વરે જણાવ્યું કે લોટો આપો. તે વખતે મારું ધ્યાન પરમકૃપાળુદેવના બોઘ સાંભળવા તરફ હતું જેથી તે વાત મેં ધ્યાનમાં લીધી નહોતી; તેથી તે ઘણી લોટા માટે ઊંચો નીચો થયા કરતો હતો. તે વખતે પરમકૃપાળુદેવે લોટા સંબંધી બોઘ કર્યો કે અહો! એક તુચ્છ કિંમતનો લોટો તે રૂપ આત્મા કરી મૂક્યો છે. તે વિષે ઘણો જ બોધ આપ્યો હતો.
પરમકૃપાળુદેવના પરિશ્રમે એકસો આઠ પાડા મારતા બંઘ થયા હું મુંબઈમાં પરમકૃપાળુદેવના સમાગમમાં હતો તે વખતે ત્યાં એક એવા સમાચાર આવ્યા કે આસો સુદ ૧૦ દશેરાના દિને શ્રી ઘરમપુરમાં એકસો આઠ પાડાનો વઘ થાય છે. ત્યારે તેના બચાવ માટે પરમકૃપાળુદેવે વ્યાખ્યા કરી હતી કે ઘરમપુરમાં સભા મેળવવી અને ત્યાં ભાઈ શ્રી માણેકલાલભાઈ ઘેલાભાઈને મોકલવા. તથા તે અંગે મુંબઈના શાસ્ત્રીઓ પાસે તેઓના વેદના આઘારો પણ કઢાવતા હતા. અર્થનો અનર્થ થતો હતો તેને માટે પરમકૃપાળુદેવ બોઘ કરતા હતા. કેટલાક પૈસાના લોભી હોય તેઓને પૈસા આપીને પણ ભાષણો કરવાનું કામ જારી રાખ્યું હતું. પરમકૃપાળુદેવ તે બચાવને માટે રાતદિવસ પરિશ્રમ લેતા હતા. જેથી તેનું છેવટનું પરિણામ એ આવ્યું કે તે પાડા મારવાનું બંઘ થયું હતું.
દુઃખી માણસની સારવાર કરવાની આજ્ઞા કરી. પરમકૃપાળુ જ્યારે આણંદ મુકામે પઘારેલા ત્યાં પ્રેમચંદ રાયચંદની ઘર્મશાળામાં ઉતારો હતો. તે સમયે હું મુંબઈથી આવતો હતો અને ત્યાં દર્શન અર્થે ગયો હતો. તેવા સમયમાં મુંબઈમાં મરકીનો રોગ ચાલુ થયો અને આણંદમાં પણ એક માણસને તે રોગ લાગુ થવાથી તે માણસને કાઢી નાખી તે જ ઘર્મશાળાની નજીકમાં નાખી મૂકેલ હતો. પરમકૃપાળુદેવ ત્યાંથી જતા હતા અને તે માણસ નજરે પડ્યો જેથી અંબાલાલભાઈ વગેરેને જણાવ્યું કે આ માણસને ઘર્મશાળામાં લઈ જાઓ અને તેની સારવાર કરો, દવા વગેરે સાઘનો લાવો. તેથી અંબાલાલભાઈએ ડૉક્ટરને બોલાવ્યો અને દવા કરાવી અને એની બરદાસ સારી કરી હતી. પરંતુ તે માણસ બીજે દિવસે ગુજરી ગયો હતો.
- ભગવાનનો મૂળ માર્ગ આ પ્રમાણે ત્યાં આણંદ મુકામે મારા ભાઈશ્રી નગીનદાસ પણ હાજર હતા. મારા ભાઈએ પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું હતું કે મારા મામા બહુ નિંદા કરે છે. તે વખતે પરમકૃપાળુદેવે કાગળ તથા ખડીયો કલમ મંગાવ્યા અને “મૂળ મારગ સાંભળો જિનનો રે” એ પદ રચ્યું. પછી નગીનદાસને પરમકૃપાળુદેવે જણાવ્યું કેલો, આ તમારા મામાને ભાર દઈ કહેજો કે જૈનનો મારગ આ પ્રમાણે છે, એમ કહી પરમકૃપાળુદેવે તેના વિસ્તારથી અર્થ પ્રકાશ્યા હતા.
- તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાખવાના છે ત્યાં આણંદવાળા એક ભાઈ જેનું નામ મોતીભાઈ હતું તેઓ પરમકૃપાળુદેવના દર્શન કરવા આવ્યા હતા. તે વખતે સવારે પરમકૃપાળુદેવ બોઘ દેતા હતા. તે માણસ ચૌદ પ્રશ્નો પૂછવા ઘારીને ઉતારો કરીને