________________
જ
હોય અને તમોને માર્ગે જ
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૫૬ - કે તમારા એક હાથમાં છાસનો ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો
હોય અને તમોને માર્ગે જતાં કોઈનો ઘક્કો લાગે તો તે વખતે તમે કયા હાથના લોટાને
જાળવશો? ગિરઘરભાઈ નામનો છોકરો બોલ્યો કે ઘીનો લોટો સાચવીશું. કૃપાળુદેવ કહે, “કેમ? ઘી અને ખાસ તો એકમાંથી ઉત્પન્ન થાય છે ને?”
છોકરાએ કહ્યું, “છાશ ઢળી જાય તો ઘણાયે ફેરા કોઈ ભરી આપે. પણ ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં.” એટલે કૃપાળુદેવે તે પરથી સાર સમજાવ્યો કે છાસના જેવો આ દેહ છે, તેને આ જીવ સાચવે છે; અને ઘીની માફક આત્મા છે, તેને જતો કરે છે. એવી અવળી સમજણવાળો આ જીવ છે, પણ જો આત્માને ઘીની તુલ્ય મૂલ્યવાન જાણે તો આત્માને પણ સાચવે. અને આંચ આવે ત્યારે છાસની માફક દેહને જતો કરે. કારણ દેહ તો એની મેળે જ મળવાનો છે. કર્મ ઉપાર્જન થયાં એટલે તે ભોગવવારૂપે દેહ તો મફતનો જ મળવાનો છે. તે ઉપર કૃપાળુદેવે ઘણી વાત કરી હતી.
શ્રી વજભાઈ ગંગાદાસ પટેલ
કાવિઠા શ્રી કાવિઠા નિવાસી ભાઈશ્રી વ્રજદાસ ગંગાદાસ પરમકૃપાળુદેવ “શ્રીમાન્ રાજચંદ્ર દેવના સમાગમમાં આવેલા. તે વખતે જે કાંઈ વાતચીત ખુલાસા થયેલા તે સંબંધી હાલમાં જે કાંઈ સ્મૃતિમાં રહેલા તે પ્રમાણે ઉતારો કરાવેલ છે.
પ્રતીતિ થવાથી માનેલ સદ્ગુરુ ભગવાન સંવત્ ૧૯૫૨ની સાલમાં શ્રી પરમકૃપાળુદેવ કાવિઠા પઘાર્યા ત્યારે કોઈ વખત મારે જવા આવવાનું બનતું. પણ તે વખતે કંઈ લક્ષ નહીં. પણ સંવત્ ૧૯૫૪ની સાલમાં શ્રી પરમકૃપાળુદેવ પઘાર્યા ત્યારે પ્રતીતિ થઈ અને તે વખતથી શ્રી ગુરુ ભગવાન માનેલ છે.
આ મહાત્મા ઉત્તમ જ્ઞાની પુરુષ છે. એક વખત સુણાવવાળા પૂ.મુનદાસ ઉપાશ્રયે આવ્યા હતા. તે વખતે સાહેબજીના સંબંઘમાં કેટલીક વાતચીત કર્યા પછી પરમકૃપાળુદેવનો ચિત્રપટ દેખાડી કહ્યું કે આ મહાત્મા ઉત્તમ જ્ઞાની પુરુષ છે, ચિત્રપટના દર્શન કર્યા પછી અંતરમાં એવું રહેતું કે આ મહાત્માના દર્શન થાય તો ઠીક.
અગાસ સ્ટેશન ઉપર પ્રથમ દર્શનનો લાભ સંવત્ ૧૯૫૪માં સાહેબજી કાવિઠા પઘારતાં અગાસ સ્ટેશન ઉપર તેમના દર્શનનો લાભ થયો. પછી કાવિઠા પઘારેલ ત્યાં દર્શન સમાગમથી ત્રણ દિવસ એકની એક જ વૃત્તિ રહેલ, અને તેમના દર્શન થાય તો જ આનંદ થાય. તે વખતે સાહેબજીની કાવિઠામાં એક માસ સ્થિરતા થવાથી હંમેશ દર્શન અને બોઘ સાંભળવાનો લાભ મળતો હતો.
સહજ કારણમાં આટલા બધા ફૂલ ન તોડીએ એકવાર સાહેબજી ગામ બહાર વનમાં આંબાના ઝાડ નીચે મુમુક્ષુઓ સાથે બિરાજ્યા હતા. ત્યારે હું પણ હાજર હતો. ત્યાંથી સાહેબજી દિશાએ પઘાર્યા હતા. ત્યાં આંબાની બાજુમાં જ એક પાટીદાર