________________
૨૫૫
શ્રીમદ્ અને શંકરભાઈ ભગત
તેની ખબર રાખવા લલ્લુભાઈ કરીને એક બારૈયાને શેઠે રાખેલો. તેને દાદર આગળ સુવાડતા. પણ કૃપાળુદેવ તો રાતના એક બે વાગે જંગલમાં ચાલ્યા જતા. પેલો માણસ જાગીને જુએ ત્યાં કૃપાળુદેવ મેડા ઉપર ન મળે એટલે શેઠ ઝવેરચંદ, રતનચંદ, વેણીચંદ વગેરે ફાનસ લઈ રાત્રે શોધવા જાય ત્યારે મીઠુજીને કૂવે ઘ્યાનમાં બેઠા હોય.
કૃપાળુદેવ મીરાંબાઈ, નરસિંહ મહેતા, કબીરના ભજનો ગવડાવે
કાવિઠામાં મહીજી ભગત નામે એક ભંગીઓ હતો. દિવસે જ્યારે કૃપાળુદેવ વગડામાં જવા નીકળે ત્યારે તેમની જોડે બીજા માણસો ઘણા હોય, તે વખતે મહીજી ભગત હાથમાં તંબૂરો લઈને પોતાના આંગણામાં ઊભો હોય. તે કૃપાળુદેવની આગળ ચાલે ને જુદે જુદે સ્થળે લઈ જાય. કૃપાળુદેવ રેતીમાં કે ઝાડ નીચે બેસે ત્યાંથી તે થોડે દૂર બેસે, પછી કૃપાળુદેવ તેની પાસે મીરાંબાઈ, નરસિંહ મહેતા, ઘીરો, કબીર આદિ ભક્તોના ભજનો ખૂબ ગવડાવતા. મહીજી દ૨૨ોજ કૃપાળુદેવ સાથે વગડે જતો ને ભક્તિ કરતો. મુમુક્ષુઓ કૃપાળુદેવને ગુરુ અથવા ભગવાન તરીકે માનતા
કાવિઠામાં ચારે બાજુ ઘણી તલાવડીઓ આવેલી છે. પરમકૃપાળુદેવ બે વખત શ્રાવણ મહિને પધારેલા ત્યારે તલાવડીઓ ભરેલી હોવાથી ગામ બહાર રળિયામણું લાગતું. કૃપાળુદેવ ચાલતા ત્યારે શરીર ઉપર મોહ રહેતો નહીં અને જીવના રક્ષણ માટે બહુ ઉપયોગ રાખતા. આથમણી બાજુ ભૈડવાના કૂવે ચરામાં મહુડા તળે વિશેષ બેસતા, અને ઉત્તર બાજી વજી ગોરાણીના ચરામાં નવો કૂવો ખોદેલ તેની રેતી પથરાયેલી તેથી જીવજંતુ વનસ્પતિ થાય નહીં ત્યાં બેસતા. વળી બળાનપીર અને ઘોડાં કોઠી આગળ અથવા ખેતરોમાં આંબા નીચે બેસતા. ત્યાં દિવસે મુમુક્ષુ ભાઈઓ ઘણા ભેગા થતા અને કૃપાળુદેવને ગુરુ અથવા ભગવાન તરીકે માનતા.
કુગુરુનું વચન સાંભળશો નહીં
એક વખત ઐણિયા તળાવડીએ કૃપાળુદેવ બેઠા હતા, ત્યારે એક પટેલ ગોપાળ સુણાવે કહ્યું, “હું આપની કથા સાંભળવા શેઠને મેડે રોજ આવું છું.” કૃપાળુદેવે પૂછ્યું, “તમારું ઘર ક્યાં છે?”” તેમણે જવાબ આપ્યો, ‘ઝવેરશેઠના ઘરની સામે છે.’’ ‘‘તમે શાની ભક્તિ કરો છો.’” પટેલે કહ્યું, “હું ઘણા વર્ષોથી ડાકોર દર પૂનમે જાઉં છું.’” ‘તમે પ્રેમી છો એટલે ગોપાળદાસ, અમારે કંઈ બે વાત તમને કહેવી છે. તમારા ગુરુ કોણ છે?'' ગોપાળદાસે જવાબ આપ્યો કે આખા ગામના જે...ગુરુ છે તે અમારા પણ ગુરુ છે. કૃપાળુદેવે કહ્યું કે તેઓને તમે જમાડજો, રિવાજ પ્રમાણે દક્ષિણા આપવી હોય તો આપજો, પણ તેમનું વચન એકે સાંભળશો નહીં. જો એમ કરો તો એક વચન અમો તમને કહીએ. ગોપાળદાસ કહે ; ‘એ તો કેમ ચાલે? અમોને તો તે મહારાજ આવે એટલે પહેલા બોલાવે અને સભાને મોખરે પોતાની પાસે બેસાડે. એટલે અમારે ત્યાં ગયા વગર કેમ ચાલે ?’ ‘‘તો તો તમે જાણો,’’ એમ કહી કૃપાળુદેવ કંઈ પણ બોલ્યા નહીં.
છાસ જેવો દેહ અને ઘી જેવો આત્મા
એક વખતે કાવિઠાના નિશાળિયા વગડામાં બોધ સાંભળવા આવેલા. તેઓને કૃપાળુદેવે પૂછ્યું, “છોકરાઓ, એક પ્રશ્ન પૂછું છું તેનો જવાબ તમે આપશો?’' છોકરાઓએ કહ્યું, ‘“પૂછો.’” કૃપાળુદેવ કહે