________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૫૪
પારસમણિ મેળવી લીઘો. આ પ્રમાણેનું દ્રષ્ટાંત આપી દશ ઇન્દ્રિયો શી રીતે વશ થઈ શકે તેનો વિસ્તારથી ખુલાસો કર્યો હતો.
સાહેબજીની દરેક વાર્તામાં અપૂર્વ પરમાર્થ તે સમયમાં અમો નાની ઉંમરના હોવાથી સાહેબજીએ અમારી સાથે, અમોને સમજવામાં આવી શકે તેવા જ રૂપમાં વાર્તાઓ કરી હતી. એ વાર્તાઓ કહેતા તેની છેવટમાં દરેક વખતે અમોને એમ સૂચવન કરતા હતા કે આ વાત ખ્યાલમાં રાખજો. તે સઘળી વાતો હાલમાં સ્મૃતિમાં આવતાં સમજાય છે કે સાહેબજીએ દરેક વાર્તાઓ માંહે અપૂર્વ પરમાર્થ આશય સમાવેલ છે, તેથી સઘળી વાર્તાઓમાં ખ્યાલ રાખવા સુચન કર્યું હતું.
ઉપર જણાવ્યા પ્રમાણેનો સઘળો વૃત્તાંત પૂજ્ય ભાઈશ્રી પોપટલાલભાઈ તથા તેઓશ્રીની સાથે અમદાવાદના તથા ખંભાતના કેટલાક ભાઈઓ શ્રી કાવિઠા મુકામે સંવત્ ૧૯૭૩ના બીજા ભાદરવા વદી ૧૦, મંગળવારે પઘારેલા, તે વખતે પૂજ્ય ભાઈશ્રી પોપટલાલભાઈએ મને જણાવ્યું કે તમારે સાહેબજીના સમાગમમાં જે જે વાતચીત થઈ હોય યા જે કાંઈ તમોએ શ્રવણ કર્યું હોય તે સંબંધી તમારી સ્મૃતિમાં રહેલા હોય તે પ્રમાણે જણાવો. તે પરથી ઉપર જણાવ્યા પ્રમાણેનો અત્રે ઉતારો કરાવેલ છે. શ્રીમદ્ રાજચંદ્ર અર્થ શતાબ્દી ગ્રંથમાંથી ઉદ્ભૂત તે નીચે પ્રમાણે –
પરમકૃપાળુ દેવના પ્રથમ દર્શન પરમકૃપાળુદેવના દર્શન સં.૧૯૫૨ની સાલમાં પ્રથમ કાવિઠા શ્રી ઝવેરશેઠને મેડે થયા હતા. ત્યાં ઉપદેશ સાંભળવા જતો; ત્યારે મારી ઉંમર આશરે ૧૫ વર્ષની હતી. તેઓશ્રી કાવિઠે બે વખત પધાર્યા તે વિષેની હકીકત નીચે મુજબ છે.
કપાળદેવ ૧૯૫૨ની સાલમાં પેટલાદ સ્ટેશને ઊતર્યા. ત્યાં ખંભાતના મુમુક્ષુઓ તેમને લેવા આવેલા ત્યારે કાવિઠા જવા જણાવ્યું અને કાવિઠા પઘાર્યા.
- જીવને ભક્તિ કરવી નથી માટે પેટને આગળ ઘારે છે એકવાર ઝવેરશેઠને મેડે પ્રાગજીભાઈ જેઠાભાઈએ બોઘ સાંભળીને કહ્યું કે ભક્તિ તો ઘણીયે કરવી છે પણ પેટ ભગવાને આપ્યું છે તે ખાવાનું માગે છે, તેથી શું કરીએ? કૃપાળુદેવે કહ્યું: “તમારા પેટને અમે જવાબ દઈએ તો?” એમ કહી ઝવેરશેઠને કહ્યું કે તમો જે ભોજન કરતા હો, તે તેમને બે વખત આપજો ને પાણીની મટકી આપજો અને આ અપાસરાના મેડા ઉપર બેઠા બેઠા ભક્તિ કરે, પણ શરત એટલી કે નીચે કોઈનો વરઘોડો જતો હોય અથવા બૈરાં ગીત ગાતાં જતાં હોય તો પણ બહાર જોવું નહીં. સંસારની વાતો ન કરવી, કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ બીજી કંઈ વાતચીત કરવી નહીં, તેમ સાંભળાવી નહીં. પ્રાગજીભાઈ બોલ્યા કે એ પ્રમાણે તો અમારાથી રહેવાય નહીં. એટલે કૃપાળુદેવે કહ્યું કે આ જીવને ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ઘરે છે. ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયો? જીવ આમ છેતરાય છે.
અડધી રાત્રે જંગલમાં ધ્યાન ઝવેરશેઠના મેડા ઉપરથી કૃપાળુદેવ રાત્રે કોઈને કહ્યા વગર એકલા જંગલમાં ચાલ્યા જતા હતા.