SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને શંકરભાઈ ભગત મહેતાને ભગવાન મળ્યા હતા ત્યારે ભગવાને નરસિંહ મહેતાને કેવું કેવું આપ્યું હતું, આપણને પણ તેવું મળશે તેવી લાલચોથી સાહેબજીની પછવાડે પછવાડે ફરતો હતો. ઔત્પત્તિક બુદ્ધિવાળો વિદ્યાભ્યાસ સારો કરી શકે ૨૫૩ એક વખત સાહેબજીએ જણાવ્યું હતું કે જેઓને માતુશ્રીનું ધાવણ સ્મૃતિમાં રહ્યું હોય તેઓમાં ઔત્પત્તિક બુદ્ધિનો ગુણ હોય છે, વિદ્યાભ્યાસ સારો કરી શકે છે. કર્મ આવવાના દ્વારોને પ્રથમ બંધ કરવા એક વખત મહીજી ભંગીઆએ સાહેબજીને પૂછ્યું હતું કે મહારાજ, આ દશ ઇન્દ્રિયો શી રીતે વશ થઈ શકે? (વેદાંતન શાસ્ત્રોમાં દશ ઇન્દ્રિયો કહી છે. તે રીતિએ દશ ઇન્દ્રિયો વશ કરવા સંબંઘી મહીજી ભંગીઆએ સાહેબજી પ્રત્યે પ્રશ્ન પૂછેલ છે.) ત્યારે સાહેબજીએ તે ભંગીઆને જણાવ્યું કે એક શેઠ હતા. તેમની પાસે પારસમણિ હતો. તે પારસમણિનું રક્ષણ કરવાથૅ શેઠ પોતાની પાસે જ રાખતા હતા. એક દિવસને વિષે શેઠ તળાવે ન્હાવા ગયા હતા ત્યારે પોતાની પાસે રાખેલો પારસમણિ તેણે આંટીમાં ખોસી રાખ્યો. પછી શેઠ નાહી રહ્યા બાદ ધોતીયું બદલી આવ્યા. હવે પારસમણિ આંટીમાં ખોસી રાખેલો તે વિસ્મરણ થઈ જવાથી ઘોતીયું બદલતી વખતે નીકળી પડ્યો અને તળાવમાં પડી ગયો. બહાર આવ્યા બાદ તે પારસમણિની સ્મૃતિ આવી. હવે તે પારસમણિની શી રીતે શોધ કરવી તેનો વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં એવો વિચાર થયો કે તળાવમાંથી સઘળું પાણી ખાલી કરી નાખવું અને ખાલી થયેથી તે પારસમણિની શોધ થઈ શકશે, તેવા વિચારથી ખાલી કરાવવાથૅ મજૂરોને કામે વળગાડ્યા. લગભગ અડઘો ભાગ ખાલી થઈ ગયો અને ચોમાસાનો વખત આવ્યો અને વરસાદથી પાછું તળાવ ભરાઈ ગયું. ચોમાસું વીત્યા બાદ ખાલી કરાવવાનું કામ ફરી શરૂ કર્યું. કેટલોક ભાગ ખાલી થયો અને વળી ચોમાસાનો વખત આવી પહોંચ્યો. જેથી ચોમાસાના વરસાદથી તળાવ ભરાઈ ગયું. આ પ્રમાણે દરેક વખતે તમામ શ્રમ નિષ્ફળ નીવડતો હતો. એક દિવસને વિષે એક ડાહ્યો પુરુષ તે તળાવના રસ્તા પર થઈ પસાર થતો હતો. તે વખતે તળાવનું પાણી ખાલી કરવાનું કામ ચાલતું હતું. તે જોવા અર્થે તે પુરુષ સહજ થોભ્યો. તે પુરુષને વિચાર થયો કે પાણી ખાલી કરવાનું શું પ્રયોજન હશે? આ વિચારથી તે પુરુષે તળાવમાં કામ કરનાર માણસોને સહજ પૂછ્યું કે ભાઈ, આ તળાવનું પાણી ખાલી કરવા માંડ્યું છે તે શું કારણથી? ત્યારે તેઓએ જણાવ્યું કે અમારા શેઠનો પારસમણિ આ તળાવમાં ખોવાયો છે, તેની શોઘ કરવાથૅ ખાલી કરવામાં આવે છે. ઘણા વર્ષોથી ખાલી કરવાનો પ્રયાસ ચાલે છે, પણ કેટલોક ભાગ ખાલી થયો હોય છે ને વળી ચોમાસાના વરસાદથી તળાવ પાછું ભરાઈ જાય છે, જેથી અત્યાર સુધીનો તમામ શ્રમ નિષ્ફળ નીવડ્યો છે. ત્યારે તે પુરુષે જણાવ્યું કે તમો આ પ્રમાણે કામ કર્યા કરશો તો તે હજી પણ નિષ્ફળ જ નીવડશે. ત્યારે મજૂરોએ પૂછ્યું કે કેમ ? ત્યારે તે પુરુષે જણાવ્યું કે તળાવમાં પાણી આવવાના દશ દ્વાર છે, તે દ્વારો પ્રથમ બંધ કરવા કે જેથી આ તળાવમાં નવું પાણી પ્રવેશ કરી શકે નહીં. (ભંગીઆએ દશ ઇન્દ્રિયો વશ કરવાનો પ્રશ્ન પૂછેલ છે જેથી દશ ઇન્દ્રિયોરૂપી તળાવના દશ દ્વારો પ્રથમ બંધ કરવા સાહેબજીએ જણાવ્યું.) અને ત્યારબાદ તળાવમાં રહેલું પાણી ખાલી કરવાનું કામ યોજવામાં આવે તો તે કાર્ય થોડા જ વખતમાં સફળ નીવડી શકે. આ પ્રમાણેની તે પુરુષે યોગ્ય સલાહ આપી જેથી તે પુરુષના કહેવા પ્રમાણે કામ શરૂ કર્યું.થોડા જ વખતમાં તે તળાવ તદ્દન ખાલી થઈ ગયો અને તે માંહેથી શોઘ કરીને
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy