________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૫૨
કપાસ તો કાલે પણ વીણાય, પણ ભજન ક્યારે ગવાશે? આ પ્રમાણે જણાવ્યું હતું. સાહેબજી જે ૨સ્તે થઈને જતા હતા તે રસ્તાને અને હું જે ખેતરમાં કપાસ વીણતો હતો તે ખેતરને ઘણું જ અંતર હતું. વળી તે રસ્તો પણ ઘણો દૂર હતો. છતાં પણ હું ખેતરમાં કપાસ વીણતો હતો તે સાહેબજીએ જણાવ્યું હતું.
પરમેશ્વર થવાનો માર્ગ દેખાડે છે
કાવિઠા ગામમાં સઘળા લોકો એમ વાતો કરતા હતા કે કોઈ એક મહાત્મા પુરુષ આવ્યા છે. તે મહાત્મા પુરુષની પાસે જે લોકો જાય છે તે લોકોને પરમેશ્વર દેખાડે છે અને ઘણી જ ચમત્કારી વાતો કરે છે. એવી વાતો લોકો કર્યા કરતા જેથી હું ઘણીવાર સાહેબજીની પછવાડે પછવાડે જતો હતો. સાહેબજીનો બોધ સાંભળવાની પિપાસા
સાહેબજી કોઈપણ સ્થાને એકાંતમાં બેસવા માટે પધારી ગયા હોય તો પણ કેટલાંક ભાઈઓ ગુપ્તપણે શોધ મેળવી લાવતા કે સાહેબજી અમુક સ્થાને ધ્યાનાવસ્થામાં બિરાજમાન થયા છે. આ ખબર અન્યોન્ય સઘળાઓને મળતી હતી. જેથી સઘળાઓ સાહેબજીની પાસે આવીને બેસતા હતા અને થોડા વખતમાં તો ઘણા ભાઈઓ આવીને ભરાતા હતા.
મચ્છર પરિષહનું સમભાવે વેદન
એક દિવસને વિષે રાત્રિના વખતે સાહેબજી બહાર ગયા હતા. અને એક ખેતરમાં બિરાજમાન થયા હતા. સાથે ભાઈશ્રી લહેરાભાઈ વગેરે ગયા હતા. ત્યાં સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતી હતી. તે વખતે ત્યાં ઘણા જ મચ્છરો તથા જીવાતો કરડી ખાતી હતી, જેથી બેઠેલા સર્વ ભાઈઓ વારંવાર ઊંચા-નીચા થયા કરતા હતા, પણ સાહેબજી તો પ્રતિમારૂપે અડગપણે બેઠા હતા. કિંચિત્માત્ર પણ ચલાયમાન થયા નહોતા. અને એકધારા એ ઉપદેશ દેતા હતા. પછી ભાઈ કલ્યાણજીભાઈએ ઝવેરશેઠને વાત કરી કે શું મહારાજને (સાહેબજીને) નહીં જ કરડતું હોય, કે મહારાજને તેની ખબર નહીં રહેતી હોય આ તો મને બહુ જબરું કામ લાગ્યું. અમે બધા તો આમતેમ વારંવાર ખણ્યા કરતા હતા અને ઊંચાનીચા થઈ ગયા હતા અને સાહેબજીને અડગપણે બેઠેલા જોઈ અમો મનમાં વિચારવા લાગ્યા કે આ શું? પછી ઝવેરભાઈ શેઠે જણાવ્યું કે જે જે પુરુષોને દેહાધ્યાસ મટે છે તે પુરુષો દેહનું ભાન ભૂલી જાય છે તેથી સ્થિરપણે, અચળપણે રહી શકે છે. અને એ જીવોને કિંચિત્ માત્ર પણ દુઃખ ઉત્પન્ન ન થાય, હાનિ ન થાય તે કારણથી મોટા પુરુષો સહનશીલતાથી વેદન કરે છે. તેઓશ્રીને ખબર ન પડે તેવું સમજવું નહીં. તેઓશ્રીનો ઉપયોગ તો જાગૃતપણે જ વર્તે છે. એમ જણાવ્યા બાદ નીચે પ્રમાણેની એક ગાથા કહી સંભળાવી હતી :–
“જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય;
શાની વેઠે ધૈર્યથી, અજ્ઞાની વેઠે રોય.”
ત્યારપછી આ ગાથાનો અર્થ કહી સંભળાવ્યો હતો. આ હકીકતનો ઉતારો ભાઈ કલ્યાણભાઈએ કરાવ્યો હતો.
આપણને પણ ભગવાન કંઈ આપશે
હું સાહેબજીની પછવાડે પછવાડે હમેશાં ફરતો હતો તે એવી લાલચોથી ફરતો હતો કે નરસિંહ