________________
' ૨૫૧
શ્રીમદ્ અને શંકરભાઈ ભગત
જીવ પોતાને ભૂલી ગયો છે, પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ પામે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર
(“આપ આપકું ભુલ ગયે, ઈનસે કયા અંઘેર;
સમર સમર અબ હસત હૈ, નહી ભૂલેંગે ફેર.”
પ્રભુને મળવાનો મૂળમાર્ગ સાવ જુદો. એક વખત સાહેબજી ફરવા માટે પઘાર્યા હતા ત્યારે મોટી રાયણવાળા ખેતરમાં બિરાજમાન થયા હતા. તે વખતે સાહેબજીએ ભાઈ તળશીભાઈને જણાવ્યું કે તમોને ભજન ગાતાં આવડે છે? ત્યારે ભાઈ તળશીભાઈએ જણાવ્યું કે નથી આવડતું મહારાજ, પણ કબીરદાસનું એક ભજન જેવું તેવું આવડે છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે એ ભજન બોલો. ત્યારે ભાઈ તળશીભાઈ બોલ્યા હતા. તે ભજન એ હતું કેએ મારગડા જુદા કબીર કહે એ મારગડા જુદા'
(સાખી) એ જી રાજા, ચારણ, વાણિયો ને ચોથી નાની નાર; એટલાને ભક્તિ ઊપજે નહિ, અને ઊપજે તો બેડો પાર. રામને મળવાના મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા; પ્રભુને મળવાના મારગડા જુદા; કબીર કહે એ મારગડા જુદા. એક એક ભગત દો દો ભગત, ભગત અઢાર લાખ યુવા; આદિ ભજનની ખબર ન પાઈ, એ તો તંબુરા તોડી તોડી મુવા. કબીર કહે ૧ એક એક પંડિત દો દો પંડિત, પંડિત અઢાર લાખ હુઆ; આદિ પુરુષની ખબર ન પાઈ, એ તો પોથીયું ફાડી ફાડી મુવા. કબીર કહેર એક એક ભુવા દો દો ભુવા, ભુવા અઢાર લાખ યુવા; આદિ માતાની ખબર ન પાઈ, એ તો ડાકલા ફોડી ફોડી મુવા. કબીર કહે૦૩ એક એક મુલ્લાં દો દો મુલ્લાં, મુલ્લાં અઢાર લાખ યુવા; આદિ પીરમની ખબર ન પાઈ, એ તો અલ્લા અલ્લા કરી મુવા. કબીર કહે ૪ હિન્દુ કહે રામ હમારા, મુસલમાન કહે ખુદા; કહત કબીરા સુનો ભાઈ સાથો, હવે પકડ લે એક મુદ્દા. કબીર કહે૫
અવસર મળે ભગવદ્ ભક્તિનો લાભ લઈ લેવો એક દિવસને વિષે હું પેટલાદના રસ્તા પર ખેતરમાં કપાસ વીણતો હતો. તે દિવસે સાહેબજી પેટલાદના રસ્તા પર થઈને પધારતા હતા. સાહેબજીની સાથે કેટલાંક ભાઈઓ હતા. સાહેબજી કેટલેક દૂર ગયા બાદ ખેતરમાંથી મારી દ્રષ્ટિ એ તરફ ગઈ. જેથી કપાસ વીણવાનું કામ પડતું મૂકી ઝાડના થડ પર ચઢી ગયો અને વાડની બહાર કૂદકો મારીને ઊતરી પડ્યો અને દોડતો દોડતો સાહેબજીની પાસે જઈ પહોંચ્યો અને ચાલતા ચાલતા વિજળીમાતાનો વડ આવ્યો ત્યાં સાહેબજી બિરાજમાન થયા અને સર્વે ભાઈઓ સાહેબજીની સન્મુખે બેઠા. થોડા વખત પછી સાહેબજીએ મારા સામી દ્રષ્ટિ કરી મને જણાવ્યું કે