________________
૩૯૭
શ્રીમદ્ અને છૂટક પ્રસંગો
પડ્યો. હજારો માણસો-પશુઓ મૃત્યુ પામ્યા, દેશમાં હાહાકાર મચી ગયો. તે વખતે પરમકૃપાળુદેવે દુષ્કાળમાં માણસોને તથા પશુઓને રાહત થાય તે માટે રંગૂનથી ઘાસ લાવવાના પ્રયત્ન કર્યા હતા, જે અપ્રગટ પત્ર છે, જેમાં પરમકૃપાળુદેવની અંતરવ્યથા અને દયા-કરુણા સાથે પરમાર્થની ભાવના અને દિવ્ય બોઘના દર્શન થાય છે.
ભૂલો બતાવી સમાઘાના પરમકૃપાળુદેવ કહે “જ્ઞાની સદા જાગૃત રહે એ ઉપરથી એક ભાઈ પરમકૃપાળુદેવ જ્યારે ઊંઘી ગયા હતા ત્યારે થોડે દૂર પુસ્તક લઈ વાંચવા બેઠા, જાણી જોઈને ભૂલો કરી કાગળમાં નોંઘવા લાગ્યા. પછી એક દિવસ પરમકૃપાળુદેવને એ ભાઈએ કહ્યું કે–“જ્ઞાની સદા જાગૃત રહે.” તો આપ ઊંઘી ગયા હતા ત્યારે મેં શું ભૂલો કરી તે કહો. પરમકૃપાળુદેવ કહે–કાગળ કાઢ, તે તેં નોંધેલી છે, અને નહીં નોંધેલી તે આટલી ભૂલો છે.
ગોસળીયાનું પોટલું તર્યું ઉંદેલ ગામના પાદરે ભાગોળે) ઘર્મશાળા અને તળાવ હતા. ત્યાં પરમકૃપાળુદેવ, પૂ.સોભાગ્યભાઈ, પૂ.ડુંગરશીભાઈ ગોસળીયા તથા કેટલાક મુમુક્ષુઓ બેઠા હતા. ત્યાં એક યોગનો અભ્યાસી આવ્યો. એ ભાઈએ પરમકૃપાળુદેવને કહ્યું કે આપણે યોગ વિષે ચર્ચા કરીશું. પરમકૃપાળુદેવ કહે “પેલા રહ્યા.” એમ કહી ગોસળીયા પાસે મોકલ્યો. ગોસળીયાએ તે ભાઈને પૂછ્યું કે ચર્ચા કરવી છે કે પ્રયોગ કરવો છે? એ ભાઈ કહે મને પ્રયોગ ન આવડે. એટલે એ ચાલ્યો ગયો. પછી મુમુક્ષુઓએ પરમકૃપાળુદેવને પૂછ્યું કે ગોસળીયાએ પ્રયોગની ચેલેન્જ ફેંકી, તો શું તે કરી શકત? એટલે પરમકૃપાળુદેવે હા કહી. પછી એક પછેડીમાં શ્રી ગોસળીયાને બેસાડ્યા અને પોટલું બાંધ્યું, તે તળાવમાં ફેંક્યું. એ પોટલું તરતું તરતું સામે કિનારે ગયું. પછી શ્રી ગોસળીયા ખભે કોરી પછેડી નાખી પાછા આવ્યા.
. ગાડી મોડી થઈ. પરમકૃપાળુદેવે કરેલ અગાઉથી આગાહી પરમકૃપાળુદેવ બહારગામ જવાના હતા. ત્યારે તેમણે જેમના ઘેર જવાનું હતું તેમને પરમકૃપાળુદેવે પત્રમાં લખ્યું હતું કે હું ૧૨ વાગે ગાડીમાં ઊતરીશ. પણ જેમના ઘરે જવાનું હતું તે ભાઈને એમ થયું કે પરમકૃપાળુદેવને ગાડીનો સમય બરાબર ખબર નથી. પરંતુ તે દિવસે પરમકૃપાળુદેવ ૧૨ વાગે જ ત્યાં ઊતર્યા. ગાડી ૧૨ વાગે જ આવી.
અમે ફેરા ફરતા નથી પણ ટાળીએ છીએ શ્રીમદ્ રાજચંદ્ર લગ્ન વખતે ત્રીજો ફેરો ફરતા હતા ત્યારે બેનામાંથી કોઈ બોલ્યું કે આ ત્રીજો ફેરો ફરે છે. ત્યારે શ્રીમદે કહ્યું –અમે ફેરા ફરતા નથી; ફેરા ટાળીએ છીએ.
વાઘ પાણી પીવા આવશે ગભરાશો નહીં મારા ફુવા શ્રી ટોકરશી મહેતા અને છગનભાઈ બન્નેને શ્રી પરમકૃપાળુદેવ શ્રી ઈડરના પહાડ ઉપર લઈ ગયેલા. ત્યાં એક શિલા પર બન્નેને બેસાડી કહ્યું કે–આ સામે રસ્તેથી એક વાઘ પાણી પીવા નીકળશે. તમો ગભરાશો નહીં ને અહીં બેસી રહેજો. ‘સામી ગુફામાં હું જઉં તે એક કલાક પછી