________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૯૬
પણ જતી અને મોક્ષમાળાના પાઠ મુખપાઠ કર્યા હતા. શ્રી વચનામૃતજી છપાયા બાદ તે પણ વાંચી શકતી હતી. સત્સંગ સંજીવનીમાંથી
શ્રી અનુપચંદભાઈ મલકચંદ
ભરૂચ
સંઘમાં કોઈ નજરે ન દેખાતાં પરમકૃપાળુદેવને સમાધિમરણ માટે વિનંતી કરી
ભરૂચના એક અનુપચંદજી નામના વણિક ઘર્માત્મા જીવને પરમકૃપાળુદેવનો પ્રત્યક્ષ યોગ થયેલો. તેમને ત્યાં સાંસારિક વ્યાપારિક કારણે પરમકૃપાળુદેવને જવું થયેલું. તે વખતે તેમને આત્મહિતમાં પ્રેરવા તેઓશ્રીને વૃત્તિ ઉદ્ભવેલી, પણ તેમનું પ્રવર્તન મતમતાંતરના આગ્રહવાળું જાણી, હાલ સૂચનોથી તેમને જોઈએ તેવો લાભ નહીં થઈ શકે એમ જાણી, વૃત્તિ સંક્ષેપી લીધેલી. પછી તેમને કોઈ ભારે મંદવાડ આવ્યો અને સમાધિમરણની ભાવના જાગી ત્યારે કોણ મને સમાધિમરણ કરાવશે એ વિચારે તેમણે બધે નજર નાખી પણ કોઈ સાધુ, સાધ્વી કે શ્રાવક તેવાં નજરે તેમના ગચ્છમાં જણાયાં નહીં પરંતુ પરમકૃપાળુદેવની અદ્ભુત શક્તિનો કંઈક પરિચય તેમને થયેલો તેથી તેમને સમાધિમરણ માટે વિનંતી કરી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ એક પત્ર લખ્યો છે તે પત્રાંક ૭૦૨ તેમજ પત્રાંક ૭૦૬ એ બન્ને પત્રો વારંવાર વાંચી બને તો મુખપાઠ કરવા ભલામણ છેજ. - બોઘામૃત ભાગ-૩ (પૃ.૫૭૧)
પ.પૂ.પ્રભુશ્રીજીના હાથે તેમની સમાધિમણની ભાવના ફળી શ્રી અનુપચંદભાઈ પાલીતાણાના ગઢ ઉપર ચઢતા હતા. તે વખતે પ.પૂ.પ્રભુશ્રીજીનું ચોમાસું પાલીતાણામાં હતું. તેઓશ્રી ગઢ ઉપરથી દર્શન કરી નીચે ઊતરતા હતા ત્યારે રસ્તામાં અનુપચંદભાઈને ચક્કર આવવાથી બેઠેલા દીઠા. તેમની તબિયત અસ્વસ્થ જાણી પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું કે–પરમકૃપાળુદેવે જણાવેલ વીસ દોહરા યાદ છે? ત્યારે તેમણે હા કહી. ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું કે તે બોલો. અનુપચંદભાઈ બોલ્યા. ફરી બોલો, ફરી બોલો એમ ત્રણ વાર બોલતા બોલતા જ તેમનો દેહ છૂટી ગયો. એમ પરમકૃપાળુદેવ પ્રત્યે કરેલ સમાધિમરણની ભાવના પ.પૂ.પ્રભુશ્રીજીના હાથે ફળી.
છૂટક પ્રસંગો
શ્રીમદ્ પ્રત્યે અતૂટ શ્રદ્ધા એક વખત અંબાલાલભાઈને કૃપાળુદેવે પૂછ્યું કે આ તળાવમાં પાણી કેટલું ઊંડુ છે? એમ પૂછ્યું કે તરત જ અંબાલાલભાઈએ એકદમ કુદીને તળાવમાં પડવા માંડ્યું કે તરત જ કૃપાળુદેવે હાથ ઝાલ્યો ને પકડી રાખ્યા. તેવી આશાવશ વૃત્તિ તેમની હતી. સત્સંગ સંજીવનીમાંથી
દુષ્કાળની આગાહી પરમકૃપાળુદેવ મોરબીમાં બિરાજતા હતા. ત્યારે મકાનની બારીમાંથી આકાશમાં એક વાદળી જતી જોઈને પરમકૃપાળુદેવે કહ્યું કે “ઋતુને સનિપાત થયો છે. એ વર્ષમાં છપ્પનીઓ ભયંકર દુષ્કાળ દેશમાં