________________
૩૯૫
શ્રી દિવાળીબેન
થનારા
ગામ ઘનારામાં પરમકૃપાળુદેવના બનેવી શ્રી ચત્રભુજ બેચરના પુત્રી દિવાળીબેન રહેતા હતા. પરમકૃપાળુદેવે તેઓને નીચેના ૧૩ બોધ વચનો કહેલ તે રોજ યાદ કરતા હતા.
૧૩ બોધ વચનો
(૧) હે જીવ તું કોણ છું? (૨) શા માટે ભમે છે? (૩) તારી પાસે જ છે. (૪) ઇચ્છારહિત થા. (૫) આકૃતિમાં ભાન ન ભૂલ. (૬) અંતરદૃષ્ટિ ખોલ. (૭) સત્સંગમાં રહે. (૮) દેહદૃષ્ટિ મૂકી દે. (૯) આત્મસ્વરૂપ જો. (૧૦) અહં મમને માર. (૧૧) જ્યાં લઘુતા ત્યાં પ્રભુતા. (૧૨) કોઈને નિરાશ ન કર. (૧૩) અભેદ સ્વરૂપ અખંડ પ્રવાહ.
પરમકૃપાળુદેવે ઉપરના વાક્યો ત્રણવાર બોલાવ્યા અને યાદ રહી ગયા
દિવાળીબેન પોતે કહે છે કે હું ફક્ત છ વર્ષની હતી. મારા પૂજ્ય મામા (પરમકૃપાળુદેવ) મોરબી પધાર્યા હતા ને હું ત્યાં હતી ત્યારે ઉપરના વચનામૃતો મને ત્રણવાર બોલાવ્યા. તે એમની કૃપાથી મને મુખપાઠે રહી ગયા છે. તે એમ બન્યું કે એકવાર કોઈનો તાર આવ્યો તેથી મને નીચેથી ઉપર મામાને બોલાવા મોકલી. ત્યાં ઘણા ભાઈઓ બેઠા હતા. હું દાદરાના પગથિઆ ચઢીને દાદરમાં જ ઊભી રહી ત્યાં મામા નીચે ઊતર્યા અને મારો હાથ પકડી મને ઊભી રાખી પછી ઉપરના વાક્યો મને ત્રણ વખત બોલાવ્યા હતા. તે મને ચોક્કસ સાંભરે છે. તે મને તરત જ યાદ રહી ગયા. અને હજી સુધી ૭૦ વર્ષ થયા છતાં ભુલાઈ ગયા નથી. -સત્સંગ સંજીવનીમાંથી
શ્રી જલુબેન કીલાભાઈ
ખંભાત
પરમકૃપાળુદેવની વચનલબ્ધિના પ્રતાપે મને વાંચતા આવડી ગયું
શ્રી જલુબા (શ્રી કીલાભાઈના ધર્મપત્ની) જણાવે છે કે શ્રી પરમકૃપાળુદેવ ખંભાત પધાર્યા ત્યારે અમો બેનો શ્રી પરમકૃપાળુદેવના દર્શન કરવા ગયા. તે વખતે શાંતમુદ્રામાં બિરાજ્યા હતા. અમો નમસ્કાર કરીને બેઠા. અમને પ્રશ્ન પૂછવો હતો પણ કાંઈ બોલી શક્યા નહીં. એવો એમનો પ્રતાપ પડ્યો. થોડીવાર બાદ શ્રી પરમકૃપાળુદેવે પૂછ્યું કે તમોને વાંચતા આવડે છે? ત્યાં મેજ પર ભાવનાબોધ ગ્રંથ પડેલ હતો તે અમને આપી કહ્યું કે ‘વાંચો.’ ત્યારે અમે એકબીજાની સામું જોયા કરીએ, કેમકે અમો ભણેલા નહીં જેથી અમને વાંચતા આવડતું ન હતું. ફરીથી કૃપાળુદેવે કહ્યું, ખોલીને વાંચો, આવડશે. એટલે મેં (શ્રી જલુબાએ) હિંમત કરી પ્રભુ પર વિશ્વાસ રાખી પુસ્તક લઈને ખોલ્યું—ભિખારીનો ખેદ એ પાઠ નીકળ્યો. પછી હું તો કૃપાળુદેવની સામું જોઈને અક્ષર ઉપર આંગળી મૂકી મૂકીને વાંચતી હતી કે એ-કભિ-ખારી હતો. પછી પરમકૃપાળુદેવે કહ્યું કે બસ, જાવ ‘આવડશે-વાંચજો.' તેમની વચનલબ્ધિના પ્રતાપે તેમની વાણીનો અતિશય પ્રભાવ પડ્યો અને પછીથી મને ભાવનાબોધ, મોક્ષમાળા વિ.વાંચતા આવડી ગયું. શાળામાં
ન