________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૯૮
આવીશ, તમો ભય ન પામતા. એમ કહી હાથવડે લક્ષ્મણરેખા તેઓ બંનેના ફરતી કરી ચાલ્યા ગયા. પછી થોડીવારે વાઘને જતા જોયો પણ પરમગુરુના પ્રતાપે ભય પામ્યા વિના બેસી રહ્યા. વાઘ પાણી પીને શાંતિથી ચાલ્યો ગયો. - (પૂ.જવલબાએ લખાવેલ પ્રસંગ)
શ્રી કીલાભાઈ એમ જણાવતા હતા કે મને લીમડીવાળા ઠાકરશીભાઈ લહેરચંદભાઈ એમ કહેતા હતા કે જ્યારે પરમકૃપાળુદેવની સાથે ઈડરગઢ ગયેલ ત્યારે પહેલી ટુંકે ચડ્યા બાદ ત્યાં વાઘ, સિંહ, રીંછ વગેરેની વસ્તી જણાઈ અને જનાવરોના હાડપીંજરો પડેલા નજરે જોયા. જેથી મને ભય થયો. આગળ જતાં અચકાયો અને મેં પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું કે સાહેબજી? હું તો આગળ નહીં આવી શકું મને તો ભય લાગે છે. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમને જોખમ થાય તેનો અમે વીમો ઉતારીએ છીએ. તો પણ ભયનો માર્યો હું જઈ શક્યો નહીં. જ્યારે પરમકૃપાળુદેવ તમામ કપડાં ઉતારી ફક્ત પંચીયું પહેરી આગળ ચાલ્યા. આગળ ગયા બાદ એક ગુફામાં પ્રવેશ કર્યો, અને ત્યાં કયોત્સર્ગ દશાએ બિરાજમાન થયા એમ સામેથી જોયું હતું. પછીથી હું જ્યારે સાહેબજી પાસે ગયો ત્યારે મને જણાવ્યું કે તમોએ એવી માન્યતા કરી કે મારું છે તે જતું રહેશે અને અમોએ એમ ચોક્કસ નિર્ણય કરેલ છે કે અમારું છે તે અમારી પાસે જ રહેવાનું છે તે કદી જવાનું નથી. દેહ તો પર વસ્તુ છે તે જ્યારે ત્યારે પણ પડવાનો છે. વિગેરે બોઘ કરી ભય ટાળ્યો હતો. સત્સંગ સંજીવનીમાંથી
કૃપાળુદેવ નડિયાદમાં હતા ત્યારે એક વખતે પોતાનો કોટ ઉતારીને એક ભાઈને આપ્યો અને કહ્યું કે જેવી રીતે અમે આ કોટ આપીએ છીએ, તેવી રીતે આ દેહ છોડીને જવાના છીએ. આત્મા દેહથી ભિન્ન છે, એવું જેને થયું છે તેને દેહ છોડતાં કોટ ઉતાર્યા જેવું લાગે છે. - બોથામૃત ભાગ-૧ પૃ.૯૦
કૃપાળુદેવે આગલા ભવમાં દિગંબર દીક્ષા પાળી હતી એમ કહેવાય છે. તે ભાવમાં પણ એમનું નામ રાજચંદ્ર હતું. આ ભવમાં પહેલાં તો કૃપાળુદેવનું નામ બીજું આપ્યું હતું (લક્ષ્મીચંદ કે અભેચંદ), પણ પોતે જ ત્રણ ચાર વર્ષના થયા ત્યારથી પોતાનું નામ “રાયચંદ' રખાવ્યું, અને લેખ વગેરેમાં “રાજચંદ્ર લખતા તેથી “શ્રીમદ્ રાજચંદ્ર' નામ કાયમ થયું. - બોઘામૃત ભાગ ૧ (પૃ.૨૮૩)
જવલબેન–પરમકૃપાળુદેવના થઈ ગયા પછી પચાસ વર્ષ ઘર્મની ઉન્નતિ કોણ કરનાર છે? અને તેમને પ્રગટમાં કોણ લાવનાર છે?
પૂજ્યશ્રી–જે પરમકૃપાળુદેવને ઈશ્વરતુલ્ય માની તેમની ભક્તિમાં જોડાયા છે. બાકીના બઘા તો તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, પણ ઢાંકનાર કહેવાય. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે અમે મહાવીર સ્વામીનું હૃદય શું હતું તે જાણીએ છીએ, તેમ કૃપાળુદેવનાં વચનો ઉપરથી ગમે તે અર્થ કરી વાત થતી હોય, પણ કૃપાળુદેવનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે. બો.ભા.૧ (પૃ:૨૧)