________________
૧૪૩
શ્રીમદ્ અને ગાંઘીજી
“તેમના જીવનમાંથી ચાર વાતોની આપણને શિક્ષા મળે છે -
(૧) શાશ્વત વસ્તુ (આત્મા)માં તન્મયતા, (૨) જીવનની સરળતા, (૩) સમસ્ત વિશ્વ સાથે એક સરખી વૃત્તિથી વ્યવહાર અને (૪) સત્ય અને અહિંસામય જીવન.
શ્રીમદ્ભા વચનો વાંચનારને મોક્ષ સુલભ “શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમના લખાણો એ તેમના અનુભવના બિંદુ સમા છે. તે વાંચનાર વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય, તેના કષાયો મોળા પડે, તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહનો મોહ છોડી આત્માર્થી બને.”
આત્માનો વિચાર કરી સિંહ જેવા સમર્થ બનીએ શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાંથી તેમની અનંત તપશ્ચર્યા શીખીએ, અને જે અનંત તપશ્ચર્યાને પરિણામે તેઓ ચૈતન્યની આરાધના કરતાં શીખ્યા તે સમજીએ, અને આપણી અલ્પતા વિચારી બકરી જેવા રાંક બની આપણામાં વિરાજતા ચૈતન્યને વિચારી સિંહ જેવા સમર્થ બનીએ તો જ જીવનનું સાર્થક્ય છે.”
અત્યારે એની વાત કરું છું ત્યારે એ બધું મારી સામે પ્રત્યક્ષ ઊભું રહે છે. અને એ વિષે હું કહું છું તો બહુ સહેલાઈથી, પણ એમ કરવાની શક્તિ એક ભારે વાત છે.”
પતિપત્નીના પ્રેમમાં સ્વાર્થ હોય તેમની સાથેનો એક સંવાદ મને યાદ છે. એક વેળા હું મિસિસ ગ્લેડસ્ટનની ગ્લેડસ્ટન પ્રત્યેના પ્રેમની સ્તુતિ કરતો હતો. આમ સભામાં પણ મિસિસ ગ્લેડસ્ટન પોતાના પતિને ચા બનાવીને પાતા. આ વસ્તુનું પાલન આ નિયમબદ્ધ દંપતીના જીવનનો એક નિયમ થઈ પડ્યો હતો, એ મેં ક્યાંક વાંચેલું. તે મેં કવિને વાંચી સંભળાવ્યું ને તેને અંગે મેં દંપતી પ્રેમની સ્તુતિ કરી.
રાયચંદભાઈ બોલ્યા, ‘એમાં તમને મહત્વનું શું લાગે છે? મિસિસ ગ્લેડસ્ટનનું પત્નીપણું કે તેનો સેવાભાવ? જો તે બાઈ ગ્લેડસ્ટનના બેન હોત તો? અથવા તેની વફાદાર નોકર હોત ને તેટલા જ પ્રેમથી ચા આપત તો? એવી બહેનો, એવા નોકરોના દ્રષ્ટાંતો આપણને આજે નહીં મળે? અને નારી જાતિને બદલે એવો પ્રેમ નરજાતિમાં જોયો હોત તો તમને સાનંદાશ્ચર્ય થાત? હું કહું છું તે વિચારજો.
રાયચંદભાઈ પોતે વિવાહિત હતા. તે વેળા તો તેમનું વચન કઠોર લાગેલું એવું સ્મરણ છે, પણ તે વચને મને લોહચુંબકની જેમ પકડ્યો. પુરુષ ચાકરની એવી વફાદારીની કિંમત પત્નીની વફાદારી કરતાં તો હજાર ગણી ચઢે. પતિ-પત્ની વચ્ચે ઐક્ય હોય તેમને વચ્ચે પ્રેમ હોય એમાં આશ્ચર્ય નથી. નોકર શેઠ વચ્ચે તેવો પ્રેમ કેળવવો પડે.
મારે પત્ની સાથે કેવો સંબંઘ રાખવો? પત્નીને વિષયભોગનું વાહન બનાવવી એમાં પત્ની પ્રત્યે ક્યાં વફાદારી આવે છે? હું જ્યાં લગી વિષયવાસનાને આધીન રહું ત્યાં લગી મારી વફાદારીની પ્રાકૃત કિંમત જ ગણાય.”
બ્રહ્મચર્ય પાલનના શ્રીમદ્ભી અસર “સ્વ સ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં જ સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉદ્ભવ્યો એ અત્યારે મને ચોખ્ખું યાદ નથી