________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૪૨
પર તેવો પ્રભાવ પાડ્યો નથી. મેં બીજે સ્થળે કહ્યું છે કે મારું આંતરિક જીવન ઘડવામાં
કવિ સાથે રસ્કિન અને ટોલ્સટૉયનો ફાળો છે; પણ કવિની અસર મારા ઉપર વઘુ પડી
જ છે. કારણ કે હું કવિના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યો હતો. ઘણી બાબતમાં કવિ (શ્રીમ)નો નિર્ણય-તુલના, મારા અંતરાત્માને-મારી નૈતિક ભાવનાને ખૂબ સમાઘાનકારક થતો. શ્રીમન્ના સિદ્ધાંતનો મૂળ પાયો નિઃસંદેહ “અહિંસા” હતો. કવિની અહિંસાના ક્ષેત્રમાં ઝીણામાં ઝીણા જંતુથી માંડીને આખી મનુષ્ય જાતિનો સમાવેશ થતો હતો.” (ગાંઘીજી. મોર્ડન રીવ્યુ : જૂન, ૧૯૩૦)
એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા. અને અહિંસાએ તો તે જૈન હતા અને તે એમના સ્વભાવથી એમની પાસે જ હતી.”
ખૂન કરનાર પ્રત્યે પણ પ્રેમ અને દયાઘર્મનું કૂંડા ભરીને પાના “ઘણી વાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી શ્રીમદ્ભા જીવનમાંથી છે. દયાઘર્મ પણ હું તેમના જીવનમાંથી જ શીખ્યો છું.....ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયાઘર્મ મને કવિશ્રીએ શિખવ્યો છે. એ ઘર્મનું મેં કૂંડા ભરીને પાન કર્યું છે.” (જીવનકળામાંથી)
શ્રીમન્ના લખાણમાં “સ'નીતરી રહ્યું છે શ્રીમનું લખાણ અધિકારીને સારું છે, બઘા વાંચનાર તેમાં રસ નહીં લઈ શકે, ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે, પણ શ્રદ્ધાવાન તો તેમાંથી રસ જ લૂંટશે. તેમના લખાણમાં ‘સત્” નીતરી રહ્યું છે, એવો મને હમેશાં ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારું એક પણ અક્ષર નથી લખ્યો. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો.
જેને આત્મફ્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે; તેને શ્રીમદ્ભા લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિન્દુ હોય કે અન્યથર્મી”.
શ્રીમદ્ કોઈ ગચ્છમાં નહીં પણ આત્મામાં આ મહાપુરુષના જીવનલેખોનું આપ અવકાશના સમયે અભ્યાસ કરશો તો આપ પર તેની બહુ સારી છાપ પડશે. તેઓ પ્રાયઃ કહ્યા કરતા હતા કે હું કોઈ વાડાનો નથી અને કોઈ વાડામાં રહેવા ચાહતો નથી. એ બઘા ઉપઘર્મ મર્યાદિત છે, અને ઘર્મ તો અમર્યાદિત છે, જેની વ્યાખ્યા પણ પૂરી કહી શકાતી નથી.”
સૌ સાથે સમાનભાવ “તેઓ વિતંડાવાદ કરતા નહીં. દલીલથી કોઈને મા'ત કરવામાં રસ ન લેતા. સામાન્ય માણસ મળવા ગયા હોય ત્યારે હું બહુ જાણનારો છું એવા અભિમાનથી તે એમનો અનાદર નહી કરતાં સૌને સરખા ભાવથી મળતા.”
મોટાની ખુશામત ને છોટાનો તિરસ્કાર, એવી જાતનો એમનો વહેવાર ન હતો. સૌ સાથે સમાન સમભાવથી રહેતા....વિરક્તિનો ગુણ એમના જીવનમાં પહેલેથી જ જોવામાં આવતો. એમનું જીવન વૈરાગ્યમય હતું અને એ જ જીવન યથાર્થ જીવન હતું.”