________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૪૪
આવતું. પણ એટલું સ્મરણ છે કે એમાં રાયચંદભાઈ (શ્રીમ)ની અસરનું પ્રાધાન્ય હતું.
વાતને વર્તનમાં મૂકે તો કલ્યાણ
શ્રીમદ્ પ્રત્યે જેઓ પૂજ્યભાવ ઘરાવતા હોય તેમણે પૂજ્યશ્રીના વિચારોનું અનુકરણ કરીને તે ભાવ વર્તનમાં બતાવી આપવો જોઈએ. દવાનું ચિંતવન માત્ર કરવાથી રોગ કદાપિ નાબૂદ થતો
નથી.”
ઉત્તમ આચારની સમાજ ઉપર સચોટ અસર શ્રીમના ગ્રંથો વાંચી બેસી રહેવું એમાં જ સંપૂર્ણ કર્તવ્ય પૂરું થયું એમ માની લેવાનું નથી. ઘર્મનો આઘાર આચાર ઉપર છે. તમે જો તમારો આચાર સુઘારશો તો સમાજને સુધારી શકશો. અનુયાયીઓ જો પોતાનું સારું વર્તન બતાવી આપશે તો સમાજ ઉપર તેની બહુ સચોટ અસર થશે.”
“તમારે મૂળ પુરુષના આચાર વિચારોનું નિર્દોષ અનુકરણ કરવું જોઈએ.”
(ઉપરોક્ત સર્વ લખાણ મહાત્મા ગાંધીજીની સ્વયં લખેલ પોતાની “આત્મકથા અને યુરોડા જેલમાં “રાયચંદભાઈના કેટલાક સંસ્મરણો'માંથી તથા શ્રીમદ્ રાજચંદ્રની જન્મજયંતી ઊજવવા પ્રસંગે ગાંધીજીએ વર્ણવેલ જીવનપ્રસંગોમાંથી લેવામાં આવેલ છે.)
શ્રી પદમશીભાઈ ઠાકરશીભાઈ
કચ્છ બેરાજા શ્રીમદ્ રાજચંદ્રજીના સમાગમમાં ભાઈ શ્રી પદમશીભાઈ ઠાકરશીભાઈ આવેલા અને તે પ્રસંગમાં જે જે બીના બનેલી, વાતચીતો થયેલી વગેરેનો ઉતારો કર્યો છે.
પૂજ્યશ્રી પરમ ઉપકારી શ્રી સદ્ગુરુ ભગવાન શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ શ્રી વવાણિયા બંદરે જન્મતિથિ ગુજરાતી સંવત્ ૧૯૨૪ કાર્તિક સુદ પૂર્ણિમાએ; દેહોત્સર્ગ શ્રી રાજકોટ ક્ષેત્રે ગુજરાતી સંવત્ ૧૯૫૭ના ચૈત્ર કૃષ્ણ પંચમીએ. આ ચરિત્ર લખનારે સં.૧૯૬૩ના પોષ સુદ પૂનમથી લખવું શરૂ કર્યું.
મને સાહેબજીના દર્શન સંવત ૧૯૪૨ની સાલમાં શ્રી મુંબઈ મધ્યે પ્રથમ થયા હતા. તે પછી ફરી સંવત્ ૧૯૫૫-૫૬ની સાલમાં ઘણી વખત થયા હતા.
સાહેબજીમાં અલૌકિક શક્તિઓ સાહેબજીને જાતિસ્મરણજ્ઞાન નવસો ભવનું હતું. તેમ મેં કોઈને મોઢેથી વાત સાંભળી હતી. તે ઉપરાંત સાહેબજીમાં અલૌકિક શક્તિઓ હતી. સાહેબજી રહેણી-કહેણીમાં ઘણા જ ઉત્તમ હતા. તેઓશ્રીની યાદશક્તિ સામા જીવને ચકિત કરી નાખે તેવી હતી. હું તથા બીજા ભાઈઓ સાહેબજીને પંચાંગ દંડવત્ નમસ્કાર કરતા હતા. તેમના વિષેની વિશેષ હકીકત “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથનું વાંચન થયે અનુભવ થશે.
સં.૧૯૫૫ની સાલમાં ખીમચંદભાઈ દેવચંદજી સાથે હું સાહેબજીના દર્શન કરવા ગયો હતો. તે વખત રાત્રિનો હતો. ત્યાર પછી ફરીથી બે વખત રાત્રિએ ગયો હતો. મને સાહેબજીએ પૂછ્યું કે તમને વેદાંત દર્શન કેમ લાગે છે? મેં ઉત્તર આપ્યો કે વેદાંત દર્શન મને ઠીક લાગે છે. સાહેબજીએ ત્યાર પછી મને આજ્ઞા કરી કે તમે યોગવાસિષ્ઠ ગ્રંથના બે પ્રકરણ વાંચજો અને ત્યાર પછી મનહરદાસકૃત પદ ‘પ્રથમ