________________
૧૪૫
શ્રીમદ્દ અને પદમશીભાઈ વર્ણાશ્રમ ઘર્મ પાળતાં’ એ પદ કંઠાગ્રે કરજો એમ આજ્ઞા કરી હતી.
પૂજ્યશ્રી કહે–(૧) આદરવું વેદાંતની રીતિએ અને સમજવું જૈનની રીતિએ. (૨) શ્રી આનંદઘનજી મહારાજ મહાત્મા હતા. (૩) શ્રી બનારસીદાસ જ્ઞાન પામેલા હતા. (૪). શ્રી સ્વામી કાર્તિકેય બાળ બ્રહ્મચારી મહાત્મા હતા. (૫) શ્રી કબીર સાહેબ મહાત્મા હતા.
કબીરનો વિક્ષેપ ટળ્યો તેઓશ્રીની ટેક વિષે સ્ત્રીના સંબંધમાં બનેલા બનાવો કહી સંભળાવ્યા હતા. તેમાંનો એક પ્રસંગ શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પૃષ્ઠ ૬૬૭ ઉપર આ પ્રમાણે છે :
“મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું.
શ્રી કબીરજીનું અંતર સમજ્યા વિના ભોળાઈથી લોકો પજવવા માંડ્યા. આ વિક્ષેપ ટાળવા કબીરજી વેશ્યાને ત્યાં જઈ બેઠા. લોકસમૂહ પાછો વળ્યો. કબીરજી ભ્રષ્ટ થઈ ગયા એમ લોકો કહેવા લાગ્યા. સાચા ભક્તો થોડા હતા તે કબીરને વળગી રહ્યા. કબીરજીનો વિક્ષેપ તો ટળ્યો પણ બીજાએ તેનું અનુકરણ ન કરવું.”
શ્રી મહાવીર સ્વામીના યોગબળના અતિશયોથી હજા પણ ઘર્મ વિદ્યમાન છે.
શ્રી દાદુ સાહેબ મહાત્માજી હતા. તેઓશ્રીની ટેકના સંબંઘમાં વ્યાખ્યા કરી કે દાદુસાહેબ રૂ પીંજવાનો ધંધો કરતા હતા. એક દિવસ એક જુવાન સ્ત્રી તેઓની દુકાને રૂ પીંજાવા સારુ આવી હતી. તે સ્ત્રીને વાસંચાર થયો તે દાદુસાહેબે સાંભળ્યું. તેથી તે સ્ત્રીના મનમાં વિચાર થયો કે દાદુસાહેબ જાણી ગયા. તે વિચારથી તે સ્ત્રી લજ્જા પામી અને દાદુસાહેબને કીધું કે રૂ પીંજી આપશો? દાદુસાહેબ તે સ્ત્રીના મનમાં વિચાર થયો હતો તે જાણી ગયા અને વિચાર્યું કે આ સ્ત્રી લજ્જા પામી ગઈ તેથી તેને મનમાં ખેદ ઊપજ્યો છે. દાદુસાહેબને તે સ્ત્રીએ પૂછ્યું કે રૂ પીંજી આપશો? દાદુસાહેબે કીધું કે હૈં? દાદુસાહેબે હૈં કીધું તેનું કારણ એ જ કે તે સ્ત્રીને ખેદ થયા કરતો હતો. તે ખેદ શાંત પમાડવા અર્થે તે સ્ત્રી એમ જાણે કે દાદુસાહેબે આ વાત બરાબર જાણી નથી તે માટે હેં કીધું. આ ઉપરથી સ્ત્રીએ વિચાર્યું કે મને પૂઠેથી વા–સંચાર થયો તેમણે સાંભળ્યો નથી, તેથી તે સ્ત્રી લજ્જા પામી હતી તે લજ્જા મટી ગઈ. અને સંકોચપણું પણ મટી ગયું. આ ઉપરથી દાદુસાહેબે ટેક પકડી કે હવેથી મારે પહેલે સાદે કોઈને પણ હૈ કીઘા વગર કાંઈ કહેવું નહીં અને તે ટેક આખી જિંદગી સુઘી રાખી.
જેવું વર્તન તેવી ગતિ લખનાર–શ્રી કૃષ્ણ મહારાજના સંબંઘમાં શ્રી જૈનધર્મના ગ્રંથમાં લખ્યું છે કે તેઓ ત્રીજી નરકે ગયા છે અને શ્રી વૈષ્ણવ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણજી મોક્ષે ગયા છે એમ કીધું છે. આ બન્ને વાતો કેમ મળતી આવતી નથી?
પૂજ્યશ્રી–જે પ્રમાણે શ્રી જૈનશાસ્ત્રમાં નરકે ગયાનું કહ્યું છે તેમ કોઈ જીવ વર્તે તો તે જીવ નરકે જાય અને જે પ્રમાણે વૈષ્ણવ શાસ્ત્રમાં કહ્યું છે તેમ વર્તે તો તેનો મોક્ષ થાય. માટે બન્ને શાસ્ત્રમાં દ્રષ્ટાંતરૂપે લખેલું છે અને તે બન્ને બરાબર છે. શ્રી શાક્યસિંહ (બુદ્ધ) મોક્ષે ગયા નથી, પણ મહાત્મા કહેવાય.
વર્તમાનમાં દીક્ષા લેવા માટે કયા ગુરુ યોગ્ય એક મુમુક્ષ-હાલ કોઈને દીક્ષા લેવી હોય, સર્વ સંગ પરિત્યાગ કરવો હોય તો તેને અત્યારે કયા