________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૪૬
ગુરુ યોગ્ય છે?
પૂજ્યશ્રી—શ્રી દેવકરણજી સ્વામીની પ્રજ્ઞા ચડતી છે અને મુનિશ્રી લલ્લુજી મહારાજની પ્રજ્ઞા તેથી સાઘારણ છે, પણ બન્ને મુનિઓ ઉત્તમ છે.
શ્રી અંબાલાલ લાલચંદ તમાં બધા કરતાં ઉત્તમ
એક મુમુક્ષુના બોલવા ઉપરથી સાહેબજી બોલ્યા કે અંબાલાલ લાલચંદ તમો બધા કરતાં ઉત્તમ છે. (તે વખતે અમો દશ ભાઈઓ બેઠા હતા). એક વખત અમે વ્યાખ્યાન કરતા હતા તે તેમણે (અંબાલાલભાઈએ) સાંભળ્યું હતું. બીજે દિવસે તેઓ સાધારણ ઝીણા અક્ષરોથી કાગળના આઠ પાના લખી લાવ્યા હતા તે બરોબર હતું. તેમાં કોઈ એક ઝીણી વાત પણ રહી જવા જેટલી ભૂલ થઈ નહોતી.
લખનાર—એક વખતે હું રાત્રિએ શ્રી કલ્યાણજી કેશવજી માંદગીમાં હતા તેથી તેઓને જોવા સારું ગયો હતો. તે વખતે તેઓ મરડાના દરદથી બહુ વ્યાકુળ થતા હતા. તે વાત મેં પૂજ્યશ્રી પાસે આવીને જણાવી.
પૂજ્યશ્રી—શું કરીએ? નહીં તો ચાલત. લખનાર—મારે કોલાબે જવાની આજે અગત્ય નથી. માટે દિવસ ઠંડો થયે જોવા પધારશો? હું આપની સાથે આવીશ.
પૂજ્યશ્રી—તમે જઈને જોઈ આવો.
કલ્યાણજીભાઈ ગુજરી ગયા કે?
હું ત્યાંથી ઊઠીને જોવા સારું ગયો. શાક ગલીમાં થઈ જતાં ભાઈ કલ્યાણજીભાઈ ગુજરી ગયા અને તેઓની નનામી બાંધી માણસો ઉપાડવાની તૈયારી કરતા હતા તે મેં જોયું, તેથી તુરત પાછો વળી સાહેબજી પાસે ગયો. સાહેબજીની નજર મારા ઉપર છેટેથી પડીને તુરત સાહેબજી બોલ્યા કે કેમ ? કલ્યાણજીભાઈ ગુજરી ગયા કે તમે સ્મશાને જો?
લખનાર—બધા માણસો તેમની નનામી બાંધી ઉપાડી ગયા. હું હવે ઘરે જઈ સ્મશાને જવા જોગ લુગડાં બદલી પછી સ્મશાને જતાં બહુ વખત થઈ જાય, માટે મારે સ્મશાને જવા વિચાર નથી. દિગંબર મંદિરમાં પ્રવેશ
પૂજ્યશ્રી—ચાલો ત્યારે એમ છી સાહેબજી ચાલવા લાગ્યા. હું પાછળ ચાલતો હતો. સાહેબજી ભુલેશ્વરની શાક મારકીટની ઉત્તર બાજુની ગલીમાં શ્રી દિગંબર સંપ્રદાયનું ઘર દેરાશર હતું ત્યાં પધાર્યા. હું સાથે હતો. દેરાસરનું ગભારું બંધ હોવાથી તે ગભારું ખોલવા દેરાસરના માણસને ફરમાવ્યું. તે માણસે ગભારાનું તાળું ખોલી ઉઘાડ્યું અને તે દેરાસરમાં સાહેબજી પધાર્યા. હું પણ અંદર ગયો. સાહેબજીએ સાષ્ટાંગ દંડવત્ કર્યા અને મેં પંચાંગ દંડવત્ નમસ્કાર કર્યા. સાહેબજીએ મને કીધું કે આ પ્રતિમાજી શાના છે? (પોલ હતા.) લખનારનું સમજી શકતો નથી.
સિદ્ધ ભગવાનની અવગાહના
પૂજ્યશ્રી—એ સિદ્ધ ભગવાનની અવગાહનાની પ્રતિમા છે. દરેક સિદ્ધ ભગવાનના છેલ્લા શરીરની સરખામણીએ તે ૨/૩ હોય છે. પછી સાહેબજીએ ભીંતો ઉપર મહાત્માના ચિત્રો બતાવી, તેઓ કોણ હતા તેની સમજ આપી. બાદ જ્ઞાનશાળામાં ગયા. ત્યાં શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષાનો પ્રથમ એક શ્લોક વાંચી