________________
શ્રીમદ્ અને પદમશીભાઈ
મને સમજાવ્યો અને કહ્યું કે સ્વામી કાર્તિક બાળ બ્રહ્મચારીપણે સર્વસંગપરિત્યાગ કરી મહાત્મા થયા છે. બાદ સંસાર અસાર છે તેવો તીવ્ર વૈરાગ્યમય ઘણો બોધ કર્યો હતો. પછી સાહેબજી બોલતા બંધ થયા. આ વખતે સાંજનો વખત થવા આવ્યો હતો. સાહેબજી પ્રત્યે હું બોલ્યો, પુસ્તક બાંધુ? પૂજ્યશ્રીન્હા.
આત્માની અનંત શક્તિઓ
૧૪૭
પછી મેં પુસ્તક બાંઘતા બાંધતા સાહેબજીને પૂછ્યું કે સાહેબજી, આપે મારા કીધા વગર તેમજ કોઈના કીધા વગર આવતાની સાથે કહ્યું કે કલ્યાણજીભાઈ ગુજરી ગયા કે? એ આપે શા આધારથી કહ્યું? પૂજ્યશ્રી—આત્માની અનંત શક્તિઓ છે, જેથી કહી શકાય.
કલ્યાણજીભાઈની ગતિ સારી થઈ છે
કલ્યાણજીભાઈને તમે છેલ્લા સમયે જોયા ત્યારે તેઓની શરીર પ્રકૃતિ વ્યાકુલ હતી, પણ અંતરાત્મા શાંત હતો. તમે અનુમાનમાં ભૂલ કરી છે. કલ્યાણજીભાઈની ગતિ સારી થઈ છે પણ અમે જો એમની પાસે ગયા હોત તો તેઓની ગતિ ઘણી ઉત્તમ થાત.
શ્રીમદ્ભુને નવસો ભવનું જ્ઞાન
સાહેબજીએ તેઓને જોયા નહોતા છતાં સાહેબજીએ કીધું કે તેઓની વર્તણૂંક આ પ્રમાણે હતી. તો તેઓને જોવામાં ભુલ કરી છે, વળી તેઓની ગતિ ઉત્તમ થઈ છે. અહો ! સાહેબજીમાં કેવું જ્ઞાન ! આથી મને ઘણું જ આશ્ચર્ય ઊપજ્યું અને મેં સાહેબજીને પૂછ્યું કે સાહેબજી, મેં સાંભળ્યું છે કે આપને જાતિસ્મરણશાન નવસો ભવનું છે તે વાત ખરી છે?
પૂજ્યશ્રી—હા, એવું કાંઈક છે તેને આધારે આમ કહેવાયું છે.
લખનાર—સાહેબજી, આપને જાતિસ્મરણજ્ઞાન કેટલી ઉંમરે અને કેવી રીતે થયું તે મને સાંભળવાની ઘણી આકાંક્ષા રહે છે.
સાત વર્ષની ઉંમરે જાતિસ્મરણ જ્ઞાન
પૂજ્યશ્રી—અમો જ્યારે સાત વર્ષની વયના હતા ત્યારે શ્રી વવાશિયામાં અમીચંદ નામના ગૃહસ્થ હતા. તેઓ ભાઈ કલ્યાણજીભાઈ જેવા કદાવર, રૂપાળાં અને ગુણી હતા. તેઓ અમારા પર ઘણું હેત રાખતા. એક દિવસ તેઓને સર્પ ડસ્યો તેથી તત્કાળ ગુજરી ગયા. ગુજરી જવું એટલે શું? તે અમો જાણતા નહોતા. અમો તુરત પિતામહ પાસે આવ્યા અને પિતામહ (દાદા)ને અમે કીધું કે અમીચંદ ગુજરી ગયા કે ? પિતામહે વિચાર્યું કે એ વાતને અમને ખબર પડશે તો ભય પામશે અને તે કારણથી પિતામહે કીધું કે રોંઢો કરી લે. (જમી લે) વગેરેથી એ વાત ભુલાવવા સારું ઘણી ઘણી યુક્તિઓ કરી પણ અમે ગુજરી જવા વિષે આ વાત પહેલી જ વખત સાંભળી હોવાથી તે સમજવાની તીવ્ર જિજ્ઞાસા થયેલી, તેથી ફરી ફરી તે જ સવાલ કરતા રહ્યા. પછી પિતામહે કીધું કે હા, તે વાત ખરી છે. અમે પૂછ્યું કે ગુજરી જવું એટલે શું? પિતામહે કીધું કે તેમાંથી જીવ નીકળી ગયો અને હવે તે હાલી ચાલી-બોલી શકે નહીં; કે ખાવું-પીવું કશું કરી શકે નહીં. માટે તેને તળાવ પાસેના મસાણમાં બાળી આવશે. અમો થોડી વાર ઘરમાં આમતેમ ફરી છૂપી રીતે તળાવે ગયા. ત્યાં તળાવની પાળ ઉપરના બે શાખાવાળા બાવળ ઉપર ચઢીને જોયું તો ખરેખર