________________
૩૮૨
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો શ્રીકૃષ્ણ પોતાનો ધ્યેય ચૂક્યા વિના નિર્લેપપણે કર્તવ્ય કરતા
મેં શ્રીમદ્જીને પૂછેલું કે–શ્રીકૃષ્ણને બત્રીસ હજાર સ્ત્રીઓ હતી. તે વિષે રહસ્યરૂપે
જણાવ્યું કે તેઓ ધ્યેય તરફ દોડતા. ધ્યેય ચૂક્યા સિવાય કર્તવ્ય કરતાં નિર્લેપ રહેતા. મારી ઉંમર નાની હતી, તેથી મને સમજણ પડે તેવી રીતે દાખલા આપી બઘી વાત કહેતા.
ભાવ આવ્યો ખોટો, તેથી આવ્યો ટોટો” “ભાવ” શબ્દ સમજાવતા તેઓએ દાખલો આપેલ. શેઠને રૂા.૧૦૦/- નુકસાની આવી ત્યારે કોઈએ પૂછ્યું શેઠ કેમ આવ્યો ટોટો? ત્યારે શેઠ કહે–ભાવ આવ્યો ખોટો, તેથી આવ્યો ટોટો.”
આ કાળમાં મર્યાદાનો લોપ થઈ ગયો –નહીં મર્યાદા ઘર્મ મર્યાદા વિષે તેઓશ્રી કહેતા કે હવે મર્યાદા રહી નથી.
શ્વાસોચ્છવાસ, પરમાત્માના નામ વિના ન જાય તેમ કરવું શ્રીમદ્જીએ કહેલ કે ચોવીસ કલાકની ૨,૧૬,૦૦૦ વિપળ થાય. શ્વાસોચ્છવાસ, પરમાત્માના નામ વિના ન જાય તેમ કરવું. ખાતાંપીતાં, લઘુશંકાએ જતાં પણ તેમ રહેવું જોઈએ. મેં કહ્યું લઘુશંકાએ જતાં પરમાત્માનું નામ સંભારતા આશાતના નહીં થાય? શ્રીમદ્જી કહે ના, તમે ગમે તે ક્રિયા કરતા હો પણ તમારું ધ્યેય પરમાત્મા તરફ હોવું જોઈએ.
શાસ્ત્રો વિચારવાની આજ્ઞા. શ્રીમદ્જીએ નીચેના પુસ્તકો વિચારવા કહેલ -(૧)દ્રવ્યસંગ્રહ(૨) મણિરત્નમાળા (૩) આત્મઘારાના પુસ્તકમાંથી બહિર્માત્મા, અંતરઆત્મા અને પરમાત્મા ઉપર મનન કરવું. (૪) પુદ્ગલ ગીતા મોંઢે કરવી. (૫) આલાપ પદ્ધતિ (૬) યોગશાસ્ત્ર (૭) યોગવાસિષ્ઠ (૮) વિચારસાગર (૯) જ્ઞાનાર્ણવ (૧૦) રત્નકરંડ શ્રાવકાચાર (૧૧) કર્મ પયડી (૧૨) દશ લક્ષણ ઘર્મ (૧૩) કક્કો (૧૪) બૃહદ્ કાવ્ય દોહન અને (૧૫) ઉપમિતિ ભવ પ્રપંચ વિચારવા જણાવેલ.
શ્રીમદ્જી બ્રહ્મચર્ય ઉપર ઘણો ભાર આપતા ઈડરમાં ટાવર સ્થાનમાં બે સભા મળતી, નાના તથા મોટા માટે. તે વખતે ચર્ચા થતી. તેમાં હું ભાગ લેતો. એક વખતે મેં “બ્રહ્મચર્ય”ઉપર ભાષણ આપ્યું હતું. તેના માટેના પોઈન્ટસ શ્રીમદ્જીએ મને જણાવ્યા હતા. તેઓશ્રી બ્રહ્મચર્ય ઉપર ઘણો ભાર મૂકતા. તેમણે કહેલું કે તેરમા સૈકા સુઘી ઋષિઓ ૨૫ વર્ષની ઉંમર સુધી છોકરાંઓને ભણાવા માટે રાખતા. તેમની પાસે ખેતી વિગેરે બધું કામ કરાવતા.
દ્રવ્ય અને ભાવ બ્રહ્મચર્યનું સ્વરૂપ આત્મઘારા પુસ્તકમાંથી બ્રહ્મચર્યનું સ્વરૂપ – દ્રવ્ય બ્રહ્મચર્ય : મન, વચન, કાયાથી એક અણુ પણ સ્ત્રી સંબંધી વિચાર ન આવે તે. ભાવ બ્રહ્મચર્ય બ્રહ્મની અંદર ચર્યા કરે છે, આત્મામાં રહે તે.
- બ્રહ્મચર્ય ઘર્મનો પાયો છે; તેના ઉપર ઘર ચણાય શ્રીમજી બ્રહ્મચર્ય તથા મૂર્તિપૂજા માટે ઘણું કહેતા. ખાસ કરીને કહેતા કે બ્રહ્મચર્ય એ પાયો છે.